Tuesday, November 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતમાં મસ્જિદની નીચેથી ઝડપાયું બોગસ દસ્તાવેજો બનાવવાનું રેકેટ: કોમ્પ્યુટર પર એડિટિંગ કરીને...

    સુરતમાં મસ્જિદની નીચેથી ઝડપાયું બોગસ દસ્તાવેજો બનાવવાનું રેકેટ: કોમ્પ્યુટર પર એડિટિંગ કરીને બનાવતા હતા આધારકાર્ડ-પાનકાર્ડ સહિતના પુરાવા; આમદ, વસીમ સહિત પાંચની ધરપકડ

    સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, આ લોકો લેપટોપ-કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા ફોટોશોપની મદદથી આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, જન્મનો દાખલો વગેરે દસ્તાવેજો બનાવતા હતા. 

    - Advertisement -

    સુરત શહેરમાં એક મસ્જિદની નીચેથી આધારકાર્ડ સહિતના બનાવટી ઓળખપત્રો બનાવવનું રેકેટ ઝડપી પાડ્યું છે. સુરત SOGએ એક વિશેષ ઓપરેશનમાં ખોટું આધાર સેન્ટર ઉભું કરીને કોમ્પ્યુટર અને લેપટોપથી કોઈ જાતના આધાર પુરાવાઓ કે દસ્તાવેજો વગર ઓળખપત્રો બનાવી આપતા શખ્સોની ધરપકડ કરી લીધી હતી. 

    પોલીસે પકડેલા ઈસમોની ઓળખ આમદ ઉર્ફે લખન મોહમદ ખાન, મહેબુબ યાકુબ શેખ, વસીમ બદરૂદ્દીન શેખ, નૂર વઝીર સૈયદ અને સકલૈન નઈમ પટેલ તરીકે થઇ છે. આ તમામ સુરતના રહેવાસી છે. પોલીસે 3 લાખ 27 હજારના મુદ્દામાલ સાથે તમામને ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, આ લોકો લેપટોપ-કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા ફોટોશોપની મદદથી આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, જન્મનો દાખલો વગેરે દસ્તાવેજો બનાવતા હતા. 

    મસ્જિદની નીચેથી પકડાયેલા આ રેકેટ અંગેની વધુ વિગતો અનુસાર, સુરત SOGને સુરતના પુણાના ઉમરવાડાના સંજય નગરમાં ગુલશન-એ-રઝા મસ્જિદની નીચે આવેલા એકે મોબાઈલ સેન્ટરમાં કેટલાક ઈસમો ભેગા મળીને ખોટા આધારકાર્ડ સહિતના બનાવટી ઓળખપત્રો બનાવતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક ઉભો કરી ગુનાની ખરાઈ કરી હતી અને ત્યારબાદ PCBને સાથે રાખીને આ ખોટા આધાર સેન્ટર પર લેપટોપ અને કોમ્પ્યુટરમાં ફોટોશોપ સોફ્ટવેરનો ઉપયોગ કરી ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, જન્મના દાખલા જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજોમાં એડિટિંગ કરી આબેહૂબ બનાવટી દસ્તાવેજ બનાવી નાંખતા હતા.

    - Advertisement -

    આરોપીઓમાં આધાર સેન્ટરના અધિકૃત એજન્ટો પણ સામેલ

    દરોડા પડ્યા બાદ ચલાવવામાં આવેલી તપાસમાં પણ ચોંકાવનારો ખુલાસો થયો હતો. જાણવા મળ્યું છે કે આ તમામ આરોપીઓ છેલ્લા 6 વર્ષથી આ ગેરકાનૂની ધંધો ધમધોકાર ચલાવી રહ્યા હતા. જે લોકો પાસે જન્મના પ્રમાણપત્ર કે અન્ય ઓળખના જરૂરી પુરાવાઓ ન હોય તેવા લોકોના ફોટોશોપ નામના સોફ્ટવેરની મદદથી કાપકૂપ કરી બનાવટી પુરાવો બનાવી આપતા. તેમાં પણ અલગ-અલગ ટીમો કામ કરતી, જેમાં સકલૈન અને નૂર નામના આરોપીઓ પોતે આધાર સેન્ટરના અધિકૃત એજન્ટ છે અને તેઓ પોતાના આઈડી પરથી આધારકાર્ડ બનાવી આપતા. તેઓ એક બનાવટી કાર્ડ બનાવવાના 1500થી માંડી 3000 રૂપિયા લેતા હતા. આ બંને આરોપીઓએ અત્યાર સુધીમાં અનેક ખોટા આધારકાર્ડ બનાવ્યા હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે.

    હાલ સુરત પોલીસે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરીને તમામને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ લોકો દ્વારા બાંગ્લાદેશી કે રોહિંગ્યા ઘૂસણખોરોને પણ ડમી ઓળખપત્રો બનાવી આપ્યા હોવાની શંકા સાથે તે દિશામાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં