Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમક્લિનિકમાં સારવાર માટે આવેલી મહિલાને ડ્રગ્સનું ઈન્જેક્શન આપી કર્યો સામૂહિક બળાત્કાર: ડૉ....

    ક્લિનિકમાં સારવાર માટે આવેલી મહિલાને ડ્રગ્સનું ઈન્જેક્શન આપી કર્યો સામૂહિક બળાત્કાર: ડૉ. સાકિબની ધરપકડ, ડૉ. ઝાકી ફરાર; વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

    ભાનમાં આવતાં જ પીડિતા પોતાને નગ્ન અવસ્થામાં જોવા મળી. આ દરમિયાન સાકિબે પીડિતાનો અશ્લીલ વીડિયો બનાવ્યો હોવાનો દાવો કર્યો હતો અને જો તે મોઢું ખોલશે તો તેને વાયરલ કરવાની ધમકી આપી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ખોડામાં એક ક્લિનિકમાં સારવાર માટે ગયેલી મહિલા સાથે ગેંગરેપ થવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે ડોકટરોએ તેને ડ્રગ્સનું ઇન્જેક્શન આપીને શારીરિક રીતે પીંખી હતી. આરોપી ડોક્ટરોમાંથી એક સાકિબની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેના સાથીદાર ડો. ઝાકીની શોધ ચાલી રહી છે. ઘટના 19 જૂન 2023ની છે. પરંતુ 25 જૂને પીડિતાએ આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો. આરોપીએ પીડિતાને ધમકી પણ આપી હતી કે જો તે ફરિયાદ કરશે તો તે વીડિયો વાયરલ કરી દેશે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલીગઢથી BHMS ડિગ્રી મેળવનાર ડૉ.સાકિબે ખોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેમિલી ક્લિનિક ખોલ્યું છે. તે તાવ, મેલેરિયા, દાદ, ખંજવાળ વગેરે મટાડવાનો દાવો કરે છે. દિલ્હીના રોહિણી વિસ્તારની એક મહિલા જે લાંબા સમયથી બીમાર હતી તેને કોઈએ ડૉ.સાકિબ વિશે જણાવ્યું. જ્યારે મહિલાએ ડૉ. શાકિબને ફોન કર્યો ત્યારે તેણે તેને સારવારનું આશ્વાસન આપ્યું અને 7 જૂન, 2023ના રોજ તેને ક્લિનિકમાં બોલાવી હતી.

    કહેવામાં આવી રહ્યું છે કે પહેલીવાર આપવામાં આવેલી દવાથી મહિલાને ફાયદો થયો નહોતો. 19 જૂન, 2023 ના રોજ, સાકિબના ફોન પર, મહિલા ફરીથી ખોડામાં તેના ફેમિલી ક્લિનિકમાં ગઈ. આરોપ છે કે આ દિવસે સાકિબે મહિલાને ડ્રગ્સનું ઇન્જેક્શન આપ્યું હતું. બાદમાં તેના સાથી ડોક્ટર ઝાકી સાથે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. ભાનમાં આવતાં જ પીડિતા પોતાને નગ્ન અવસ્થામાં જોવા મળી. આ દરમિયાન સાકિબે પીડિતાનો અશ્લીલ વીડિયો બનાવ્યો હોવાનો દાવો કર્યો હતો અને જો તે મોઢું ખોલશે તો તેને વાયરલ કરવાની ધમકી આપી હતી.

    - Advertisement -

    શરૂઆતમાં પીડિતા ડરના કારણે ચૂપ રહી. પરંતુ રવિવારે (25 જૂન) તેણે ઘોડા પોલીસ સ્ટેશનમાં સાકિબ અને ઝાકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની હિંમત દાખવી. પોલીસે ગેંગરેપ સહિત અન્ય કલમોમાં એફઆઈઆર નોંધીને આરોપીઓની શોધ શરૂ કરી હતી. કેસ નોંધાતાની સાથે જ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બાતમીદારની માહિતી પર, પોલીસે 26 જૂન, 2023 (સોમવાર)ના રોજ ઘોડામાંથી ડૉ. શાકિબની ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી દીધો. બીજો આરોપી ઝાકી હજુ ફરાર છે.

    બરેલી જીભની સારવાર માટે આવેલ બાળકનું ડો.જાવેદે કરી નાખ્યું સુન્નત

    નોંધનીય છે કે આ પહેલા બરેલીની ડો.એમ.ખાન હોસ્પિટલમાં જીભની સારવાર માટે દાખલ કરાયેલા ડો.જાવેદ દ્વારા ત્રણ વર્ષના હિંદુ છોકરાની સુન્નત કરવાનો મામલો સામે આવ્યો હતો. ઓપરેશન બાદ બાળકને વોર્ડમાં લાવવામાં આવ્યો ત્યારે તેના પરિવારજનોને તેની જાણ થઈ હતી.

    બરેલી જિલ્લા વહીવટીતંત્ર આ મામલાની તપાસ કરી રહ્યું છે. પ્રથમદર્શી તપાસ સમિતિએ હિંદુ બાળ સુન્નત કેસમાં હોસ્પિટલને દોષિત ગણાવી છે. જેના આધારે હોસ્પિટલનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં