Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજીભના ઓપરેશન માટે દાખલ થયું હતું હિંદુ બાળક, ડૉક્ટર જાવેદ ખાને કરી...

    જીભના ઓપરેશન માટે દાખલ થયું હતું હિંદુ બાળક, ડૉક્ટર જાવેદ ખાને કરી નાંખ્યું સુન્નત: પરિવારનો ધર્માંતરણના પ્રયાસનો આરોપ, કડક કાર્યવાહીની માંગ

    બાળકના પરિજનોનો આરોપ છે કે ડોક્ટરે જાણીજોઈને આ કૃત્ય કર્યું છે અને હોસ્પિટલ સંચાલકો તેમની ઉપર સમાધાન કરવા માટે દબાણ કરી રહ્યા છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બરેલીમાં એક હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે. અહીં એક ખાનગી હોસ્પિટલમાં જીભનું ઓપરેશન કરવા માટે દાખલ કરવામાં આવેલા હિંદુ બાળકનું ડૉ. જાવેદ ખાને સુન્નત કરી નાંખ્યું હતું. પરિવારે આ મામલે પોલીસને ફરિયાદ કરી છે અને બાળકનું બળજબરથી ધર્મપરિવર્તન કરાવવાનો આરોપ લગાવ્યો છે. 

    બરેલીમાં રહેતા એક હિંદુ પરિવારનો અઢી વર્ષનો છોકરો બોલી શકતો ન હતો. જેથી કોઈકે તેમને આ સમસ્યાના સમાધાન માટે જીભનું ઓપરેશન કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ પરિવાર તેને ડૉ. એમ ખાન હોસ્પિટલ લઇ ગયો હતો. અહીં ડૉ. જાવેદે તેની તપાસ કર્યા બાદ તેને દાખલ કરી દેવાયો હતો અને તેનું જીભનું ઓપરેશન થવાનું હતું. પરંતુ આરોપ છે કે ડૉ. જાવેદ ખાને બાળકનું સુન્નત કરી નાંખ્યું હતું. આ બાબતની જાણ જ્યારે પરિવારને થઇ તો તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. 

    બાળકના પરિજનોનો આરોપ છે કે ડોક્ટરે જાણીજોઈને આ કૃત્ય કર્યું છે અને હોસ્પિટલ સંચાલકો તેમની ઉપર સમાધાન કરવા માટે દબાણ કરી રહ્યા છે. પરંતુ તેઓ આરોપી ડોક્ટર સામે કાર્યવાહી કરીને જ રહેશે, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ પણ સાથે આ પ્રકારની ઘટનાને અંજામ ન આપે. બીજી તરફ, આ ઘટના બાદ હિંદુ સંગઠનો પણ સક્રિય થયાં છે અને આરોપી ડોક્ટરની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જેને લઈને હોસ્પિટલમાં કલાકો સુધી હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ પોલીસે વચ્ચે પડીને મામલો શાંત કરાવ્યો હતો અને કાર્યવાહીના આદેશ આપ્યા હતા. 

    - Advertisement -

    આ મામલે શહેર પોલીસ વડા રાહુલ ભાટીએ જણાવ્યું કે, ડૉ. એમ ખાન હોસ્પિટલમાં પરિજનો તેમના અઢી વર્ષના બાળકના જીભના ઓપરેશન માટે આવ્યા હતા. તેમનો આરોપ છે કે ડોક્ટરે જીભના ઓપરેશનની જગ્યાએ બાળકનું સુન્નત કરી નાંખ્યું. આ મામલે એક ફરિયાદ મળી છે, જેની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ તેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

    બીજી તરફ, આરોપી ડોક્ટરે પોતાના બચાવમાં કહ્યું કે, બાળક ગત રવિવારે તપાસ માટે દાખલ થયું હતું. તેને યુરિન સબંધિત સમસ્યા હતી, જેને ફાઈમોસિસ કહેવાય છે. જેની સારવાર સુન્નતથી કરવામાં આવે છે. તેને ધર્મ સાથે કશું લાગતું-વળગતું નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં