Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજુનાગઢ: હિંદુ સંગઠનોનું પ્રશંસનીય કાર્ય, સગીર વયમાં લવ જેહાદ દ્વારા દુષ્કર્મનો ભોગ...

    જુનાગઢ: હિંદુ સંગઠનોનું પ્રશંસનીય કાર્ય, સગીર વયમાં લવ જેહાદ દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના 18 વર્ષ પૂર્ણ થતા સ્વખર્ચે લગ્ન કરાવ્યા

    હિંદુ સંગઠનોના આગેવાનો તરફથી કોઈ પણ જશ લીધા વગર માત્ર પોતાનું હિંદુ ધર્મ પ્રત્યેનું કર્તવ્ય પાલન કરવા આ કાર્ય કર્યું હોવાનું અને આગામી સમયમાં હજુ પણ આવી અનેક લવ જેહાદની પીડિતાઓને ઉજ્જવળ ભવિષ્ય આપવાનો આ અખંડ યજ્ઞ ચાલું રહેશે તેમ ઑપઇન્ડિયા જણાવવામાં આવ્યું.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શાળામાં ભણતી હિંદુ સગીરાઓથી માંડીને વયસ્ક મહિલાઓ પણ લવ જેહાદ અને બળાત્કારના દુષણનો ભોગ બનતી હોવાના અનેક અહેવાલો સામે આવી રહ્યા છે. આ દુષણોનો ભોગ બનેલી મોટાભાગની પીડિતાઓનું ભવિષ્ય અંધકારમય હોવાનું માનવામાં આવે છે, પરંતુ જૂનાગઢમાં લવ જેહાદ અને બળાત્કારનો ભોગ બનેલી પીડિતાના હિંદુ સંગઠનોએ લગ્ન કરાવી સમાજમાં એક જાગૃતતાનો દાખલો બેસાડ્યો છે.

    દિવ્ય ભાસ્કરે આપેલા અહેવાલ અનુસાર જૂનાગઢ સ્થિત દોલતપરા વિસ્તારમાં રહેતી શ્રમિક પરિવારની સગીર વયની પીડિતાને પડોશમાં રહેતો મુસ્લિમ યુવક બળજબરીથી ઉઠાવી ગયો હતો. દુનિયાદારીથી અજાણ આ ગરીબ પરિવારની દીકરીને ઉપાડી જઈ આરોપીએ તેના પર અનેકવાર પાશવી બળાત્કાર ગુજાર્યા હતા. આ મામલો જયારે જુનાગઢના સ્થાનિક હિંદુ સંગઠનના ધ્યાને આવ્યો ત્યારે તેમણે સગીરાને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરાવીને પીડિત પરિવારનું તેમની દીકરી સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.

    આ પ્રકારના મોટા ભાગના કિસ્સાઓમાં પીડિતોને પરત લાવ્યા બાદ પરિવારને તેના ભવિષ્યની ચિંતા કોરી ખાતી હોય છે. લવ જેહાદ અને બળાત્કારનો ભોગ બનેલી પીડિતાનો હાથ કોણ પકડશે તે વિચાર સાથે ભોગ બનનારી યુવતીના લગ્ન કરવી તેમનો સુખી સંસાર બંધાવો પરિવાર માટે મોટો પડકાર બની જતો હોય છે. આપણને પણ ક્યારેક તો તે પ્રકારનો વિચાર આવી જ જતો હોય છે કે પીડિતાને પીડામાંથી મુક્ત તો કરાવી પરંતુ હવે તેના ભવિષ્યનું શું? તેવામાં આ પ્રકારની ઘટનાઓમાં પીડિતાનું ભવિષ્ય અંધકારમાં જ જતું હશે તેમ માની લેવામાં આવે છે. પરંતુ આ પ્રકારની ધારણાઓને ખોટી સાબિત કરતા જૂનાગઢમાં લવ જેહાદ અને બળાત્કારનો ભોગ બનેલી પીડિતાના હિંદુ સંગઠનોએ લગ્ન કરાવી સમાજમાં એક એવો દાખલો બેસાડ્યો છે જે આ તમામ સવાલોનો જવાબ આપી જાય છે.

    - Advertisement -

    જોકે જુનાગઢના પીડિત પરિવારને પણ તેમની વ્હાલસોઈ દીકરી માટે આવી જ ચિંતાઓ કોરી ખાતી હશે. પરંતુ સ્થાનિક હિંદુ સંગઠનોએ તે પરિવારની તમામ ચિંતાઓ હળવી કરી નાંખી. આ કિસ્સામાં પીડિતા ભોગ બની તે સમયે સગીર વયની હતી. તેના 18 વર્ષ પુરા થતાની સાથે જ હિંદુ આગેવાનોએ તેના ભવિષ્યને અંધારામાં જતું અટકાવવાનું બીડું ઝડપ્યું અને એક સંસ્કારી અને સરળ હિંદુ પરિવારનો યુવક ગોતી તેના લગ્ન કરાવવામાં આવ્યા છે.

    આ મામલામાં સહુથી સુખદ બાબત તે છે કે પીડિતા સાથે જે યુવાનના લગ્ન કરાવવામાં આવ્યા તે ખુબ સુખી અને સંપન્ન પરિવારમાંથી આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક ગામમાં 30 વીઘા જમીન ધરાવતા આ પરિવારને સહુથી પહેલા પીડિતા સાથે ઘટેલી આખી ઘટના જણાવવામાં આવી. કોઈ પણ રીતે અંધારામાં રાખ્યા વગર હિંદુ સંગઠનો દ્વારા આ દીકરીના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. હિંદુ ધર્મના યુવાનોને ગર્વ અપાવે તેવી બાબત તો તે છે કે જે યુવાન પીડિતા સાથે પ્રભુતામાં પગલા પડ્યા તે તેનાથી 3 વર્ષ જ મોટો છે.

    જૂનાગઢમાં લવ જેહાદ અને બળાત્કારનો ભોગ બનેલી પીડિતાના ધામધૂમથી લગ્ન થયા ત્યારે શહેરના હિંદુ સંગઠનોના આગેવાનો ખાસ આ દીકરીને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા. સાથે જ આ પ્રસંગ તે વાતની સાબિતી છે કે લવ જેહાદનો ભોગ બનેલી દીકરીને હિંદુ સમાજ સ્વીકારે છે. સાથે જ આ પ્રકારે ભોગ બનેલી પીડિતાઓના માતાપિતાને પણ એક સંદેશ મળે કે આ પ્રકારની ઘટનાઓનો ભોગ બનેલી હિંદુ દીકરીઓને પાછી લાવી તેનો પણ સુખી સંસાર માંડી શકાય છે.

    હિંદુ સંગઠનો કરી રહ્યા છે પ્રસંશનીય કાર્ય

    આ મામલે ઑપઇન્ડિયાએ જુનાગઢના હિંદુ સંગઠનોના આગેવાનો સાથે વાત કરી તેમના આ પ્રસંશનીય કાર્યમાં તેમનો ઉલ્લેખ આ લેખમાં કરવા માટે પ્રયત્નો કર્યા, પરંતુ સુખદ રીતે તેઓ તેના માટે તૈયાર ન થયા.

    હિંદુ સંગઠનોના આગેવાનો તરફથી કોઈ પણ જશ લીધા વગર માત્ર પોતાનું હિંદુ ધર્મ પ્રત્યેનું કર્તવ્ય પાલન કરવા આ કાર્ય કર્યું હોવાનું અને આગામી સમયમાં હજુ પણ આવી અનેક લવ જેહાદની પીડિતાઓને ઉજ્જવળ ભવિષ્ય આપવાનો આ અખંડ યજ્ઞ ચાલું રહેશે તેમ ઑપઇન્ડિયા જણાવવામાં આવ્યું. તેમના આ સંકલ્પને અમે પણ વધાવીને કોઈના નામનો ઉલ્લેખ કર્યા વગર જ આ લેખને પ્રકાશિત કરવાનું નક્કી કર્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં