Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ45 લાખનું ડાયનિંગ ટેબલ, 18 લાખના કાચ, 34 લાખનાં ડ્રેસિંગ ટેબલ….: કેજરીવાલના...

    45 લાખનું ડાયનિંગ ટેબલ, 18 લાખના કાચ, 34 લાખનાં ડ્રેસિંગ ટેબલ….: કેજરીવાલના ઘરનું ફર્નિચર પોતે ખરીદ્યુ હોવાનો સુકેશ ચંદ્રશેખરનો દાવો, કહ્યું- પુરાવા સોંપવા તૈયાર

    તેણે કહ્યું કે, તેણે કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈનને વોટ્સએપ અને ફેસટાઈમ ચેટના માધ્યમથી ફર્નિચરની અમુક તસ્વીરો મોકલી હતી, જેમાંથી તેમણે પસંદગી કરી હતી.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોના પૈસે 45 કરોડના ખર્ચે પોતાના બંગલાનું રિનોવેશન કરાવ્યું હોવાનો મુદ્દો હાલ ચર્ચામાં છે ત્યારે હવે આ વિવાદમાં ઠગ સુકેશ ચંદ્રશેખરની એન્ટ્રી થઇ છે. તેણે દિલ્હીના LGને એક પત્ર લખીને કહ્યું કે, કેજરીવાલના ઘર માટે ફર્નિચરની ખરીદી તેણે કરી હતી. 

    સુકેશ ચંદ્રશેખરે  LG પાસે કેજરીવાલના સરકારી નિવાસસ્થાનમાં સજાવટ માટે ખરીદવામાં આવેલા સામાનની ખરીદીની તપાસ કરવાની માંગ કરી છે. તેણે કહ્યું કે, તેણે કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈનને વોટ્સએપ અને ફેસટાઈમ ચેટના માધ્યમથી ફર્નિચરની અમુક તસ્વીરો મોકલી હતી, જેમાંથી તેમણે પસંદગી કરી હતી. આ ઉપરાંત, ક્રોકરીથી માંડીને અનેક મોંઘામાં મોંઘી વસ્તુઓ તેણે કેજરીવાલના ઘર પર પહોંચાડી હોવાનું તેણે જણાવ્યું છે. 

    ‘ફ્રાન્સ અને ઇટલીથી મંગાવાયો હતો સામાન’

    સુકેશના દાવા અનુસાર, કેજરીવાલના ઘરમાં લીલા પથ્થરથી બનેલું 12 સીટર ડાયનિંગ ટેબલ તેણે જ પહોંચાડ્યું હતું અને જેની કિંમત 45 લાખ રૂપિયા છે. જ્યારે કેજરીવાલ અને તેમનાં સંતાનોના બેડરૂમના ડ્રેસિંગ ટેબલ માટે 34 લાખ ખર્ચ્યા હોવાનો દાવો છે. કેજરીવાલના ઘરમાં લગાવવામાં આવેલા 18 લાખની કિંમતના 7 કાચ પણ તેણે ખરીદ્યા હોવાનું સુકેશે જણાવ્યું હતું. જ્યારે, ચાદર, જાજમ અને તકિયા પાછળ 28 લાખ ખર્ચવામાં આવ્યા હોવાનું તેણે ઉમેર્યું હતું. જ્યારે 45 લાખ રૂપિયાની કિંમતની 3 દીવાલ ઘડિયાળો પણ મંગાવવામાં આવી હોવાનું સુકેશનું કહેવું છે. 

    - Advertisement -

    સુકેશના કહેવા પ્રમાણે આ તમામ સમાન ફ્રાન્સ અને ઇટલીથી મંગાવવામાં આવ્યો હતો અને જેનાં બિલ તેણે ચૂકવ્યાં હતાં. ફર્નિચર સીધું કેજરીવાલના ઘરે પહોંચાડવામાં આવ્યું હતું, જ્યાં તેના સ્ટાફ રિષભ શેટ્ટીએ લગાવડાવ્યું હતું. તમામ ચૂકવણી સુકેશની ફર્મ ન્યૂ એક્સપ્રેસ પોસ્ટ એન્ડ એલએસ ફિશરીઝ દ્વારા કરવામાં આવી હોવાનું પણ તેણે પત્રમાં ઉમેર્યું છે. 

    કેજરીવાલ અને સિસોદિયા સાથે થયેલી વાતચીતના પુરાવા ઉપલબ્ધ: સુકેશ

    સુકેશે આ મામલે તપાસની માંગ કરી છે અને કહ્યું કે, તે તપાસ કરતી એજન્સીઓને તેના પુરાવા પણ ઉપલબ્ધ કરાવી શકે છે. તેનો દાવો છે કે તેની પાસે કેજરીવાલ અને મનિષ સિસોદિયા સાથે થયેલી વોટ્સએપ ચેટના પુરાવા છે, જે તે આપી શકે છે. 

    અરવિંદ કેજરીવાલનો આ 45 કરોડનો ‘શીશમહલ’ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં ઘટસ્ફોટ થયો હતો કે તેમણે કોરોનાના સમયે આટલા ખર્ચે પોતાના ઘરમાં રિનોવેશન કરાવ્યું હતું, જેમાં ફર્નિચર અને અન્ય વસ્તુઓ પાછળ લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. થોડા સમય પહેલાં આ વૈભવી નિવાસસ્થાનની તસ્વીરો પણ સામે આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં