Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: હિંદુ સગીરાની છેડતી મામલે રાસેદ ખાન પઠાણ અને તેના પુત્રની ધરપકડ,...

    સુરત: હિંદુ સગીરાની છેડતી મામલે રાસેદ ખાન પઠાણ અને તેના પુત્રની ધરપકડ, અભદ્ર માંગણીઓ કરી હેરાન કરતા હતા, જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

    તાજેતરમાં સગીરાએ ખુલાસો કર્યો હતો કે તે રાસેદખાન પઠાણી ઓફિસે ગઈ હતી ત્યારે તેણે તેને ગેસ્ટ હાઉસમાં લઇ જઈને શારીરિક સબંધો બાંધવાની અને તેના બદલામાં પૈસા આપવાની વાત કરી હતી.

    - Advertisement -

    સુરત જિલ્લાના મહુવામાં 16 વર્ષીય સગીરાની છેડતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપવા બદલ મુસ્લિમ પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. સગીરાની માતાની ફરિયાદના આધારે FIR દાખલ કરીને મહુવા પોલીસે બાપ-દીકરા બંનેને પકડીને જેલના સળિયા ગણતા કર્યા હતા. 

    આ મામલે સગીરાની માતાએ મહુવા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી, જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ફરિયાદ અનુસાર, આરોપી રાસેદખાન પઠાણનો પુત્ર સગીરાની પાછળ પડ્યો હતો અને આ બાબતની જાણ સગીરાની માતાએ રાસેદને કરતાં તેણે ઉડાઉ જવાબ આપીને પત્રકાર હોવાનો રોફ જમાવીને તેને અને તેની પુત્રી બંનેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

    બનાવની વધુ વિગતો એવી છે કે, મહુવાના ફૂલવાડીમાં રહેતી વિધવા હિંદુ મહિલાને સંતાનોમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમાં સૌથી મોટી 16 વર્ષીય પુત્રી મહુવાની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે જાય છે. 

    - Advertisement -

    પાંચેક મહિના પહેલાં સગીરાએ તેની માતાને ફરિયાદ કરી હતી કે મહુવાના રાસેદખાન પઠાણનો પુત્ર તેનો પીછો કરે છે અને તેની પાછળ બાઈક લઈને આંટાફેરા કરીને શાળા છૂટવાના સમયે દરવાજા પાસે ઉભો રહીને મોબાઈલ નંબર માંગે છે. જોકે, અભ્યાસ ન બગડે તે માટે માતાએ પુત્રીને શાળાએ મોકલવાનું ચાલુ રાખ્યું હતું. 

    દરમ્યાન, ગત દિવાળી પર રાસેદખાન પઠાણ સગીરાના ઘરે આવ્યો હતો અને પોતે પત્રકાર હોવાનું જણાવીને તેની માતાને જણાવ્યું હતું કે વેકેશનમાં તે તેની પુત્રીને તેની ઓફિસે મોકલી આપે, જેથી તે પત્રકારનું કામ શીખી શકે. તેની વાતમાં આવી જઈને મહિલાએ તેની પુત્રીને રાસેદની ઓફિસે મોકલી હતી. જોકે, પંદરેક દિવસ બાદ તેણે ઓફિસ જવાનું બંધ કરી દીધું હતું. 

    ત્યારબાદ તાજેતરમાં સગીરાએ ખુલાસો કર્યો હતો કે તે રાસેદખાન પઠાણી ઓફિસે ગઈ હતી ત્યારે તેણે તેને ગેસ્ટ હાઉસમાં લઇ જઈને શારીરિક સબંધો બાંધવાની અને તેના બદલામાં પૈસા આપવાની વાત કરી હતી. જેનાથી ગભરાઈ ગયેલી સગીરાએ ઓફિસે જવાનું બંધ કરી દીધું હતું. 

    સગીરાની ફરિયાદ બાદ તેની માટે રાસેદખાનને ફોન કરતાં તેણે ‘મારા છોકરાનું તારી છોકરી સાથે લફરું છે અને હવે તે તારા ઘરે પણ આવશે અને પીછો પણ કરશે’ તેવો જવાબ આપી દીધો હતો. મહિલાએ પોલીસનો સંપર્ક કરવાનું કહેતાં તેણે ‘હું પત્રકાર છું અને તારાથી થાય તે કરી લેજે’ તેમ કહીને બંનેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

    આ મામલે મહિલાએ તેની મિત્રની મદદ લઈને પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે રાસેદખાન પઠાણ અને તેના પુત્ર સામે IPCની કલમ 354(A)(2), (D), 506(2), 114 અને પોક્સો એક્ટની કલમ 12 અને 18 હેઠળ કેસ દાખલ કરીને બંનેની ધરપકડ કરી લીધી હતી. 

    મહુવામાં સગીરાની છેડતી મામલે ધરપકડ બાદ રાસેદખાન પઠાણને શુક્રવારે બારડોલીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના જામીન નામંજૂર કરીને લાજપોર જેલમાં ખસેડી દીધો હતો જ્યારે તેના સગીર પુત્રને સુરતની જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ હોમમાં ખસેડવામાં આવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં