સુરત શહેરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં હિંદુઓના મકાનોની વચ્ચે મદ્રેસા બનાવી દઈને તેમના ઘરોની બહાર જ વજૂખાનું બનાવી દેવામાં આવ્યું હોવાની અને હિંદુઓનું ઘર તોડી નાંખવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે સ્થાનિક હિંદુ સંગઠનોએ પણ ઝંપલાવ્યું છે.
આ વિડીયો સચિન GIDC વિસ્તારનો છે. વિડીયો ઉતારનાર વ્યક્તિ કહેતો સંભળાય છે કે, “આ સચિન GIDC, પોલીસ સ્ટેશનની પાછળ, હિંદુઓના ઘરો છે અને અહીં મદ્રેસા બનાવી દેવાઈ છે. અહીં દર શુક્રવારે બહાર નમાઝ પઢે છે અને અહીં હિંદુઓના ઘરોની બહાર કોગળા કરીને થૂંકે છે.”
Hello Surat, Gujarat !!
— Ashwini Shrivastava (@AshwiniSahaya) October 27, 2022
(Retweet & tag responsible authorities.) pic.twitter.com/on8MeycLjI
આગળ તે કહે છે કે, “અહીં એક હિંદુનું ઘર હતું, તે તોડી નાંખવામાં આવ્યું છે અને આ ભાગ કાઢી નાંખવામાં આવ્યો છે. તેમને ઘર બનાવવામાં આવી દેવામાં આવી રહ્યું નથી.” વિડીયોની શરૂઆતમાં એક મહિલા કહેતી સંભળાય છે કે દર શુક્રવારે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી અહીં મુસ્લિમોની ભીડ એકઠી થાય છે.
સુરત સચિન વિસ્તારના કહેવાતા આ વિડીયો મામલે તેની સત્યતા તપાસતાં ઑપઇન્ડિયાને જાણવા મળ્યું હતું કે, આ ઘટના સચિન GIDC વિસ્તારની જ છે અને થોડા દિવસ પહેલાં જ આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, મદ્રેસા માટે જમીન ઓછી પડતી હોવાના કારણે હિંદુઓના ઘરની બહાર જ નળ કનેક્શન લઇ ત્યાં વજૂખાનું બનાવી દેવામાં આવ્યું હતું અને રસ્તો રોકી દેવામાં આવ્યો હતો. જેના કારણે હાલાકી પડતાં સ્થાનિક હિંદુઓએ વાંધો પણ ઉઠાવ્યો હતો પરંતુ તેમને સાંભળવામાં આવતા ન હતા.
ત્યારબાદ સ્થાનિકોએ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળનો સંપર્ક કરી જાણ કરતાં સંગઠનોના કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ કરી હતી. સંગઠનોએ પણ વઝૂખાના સામે વાંધો ઉઠાવતાં મુસ્લિમોએ આગલા 10 દિવસમાં ત્યાંથી વઝૂખાનું હટાવી દેવા માટે બાહેંધરી આપી હતી.
આ મામલે બજરંગ દળના સૂત્રોએ જણાવ્યું હતું કે, મુસ્લિમોએ જાતે જ ત્યાંથી હટાવવા માટે 10 દિવસનો સમય માંગ્યો છે. પરંતુ જો પછી પણ હટાવવામાં નહીં આવે તો તેઓ આગળની કાર્યવાહી કરશે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઇ હોવાનું જાણવા મળ્યું નથી.