Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆમ આદમી પાર્ટીની માન્યતા રદ થશે?: ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત, કેજરીવાલે નિયમો...

    આમ આદમી પાર્ટીની માન્યતા રદ થશે?: ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત, કેજરીવાલે નિયમો તોડ્યાની રાવ

    દેશના લગભગ 56 જેટલા નિવૃત બ્યુરોક્રેટ્સે ચૂંટણી પંચને પત્ર લખ્યો, કેજરીવાલની રાજકોટ ખાતેની પ્રેસ કોન્ફરન્સ સામે સવાલો ઉઠાવ્યા.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી વધુ એક વિવાદમાં સપડાઈ છે. ગુરુવારે દેશના લગભગ 56 જેટલા નિવૃત બ્યુરોક્રેટ્સે ચૂંટણી પંચને પત્ર લખીને આમ આદમી પાર્ટીની માન્યતા પરત ખેંચવા માટે અરજ કરી હતી. આ મામલો કેજરીવાલની તાજેતરની ગુજરાત મુલાકાત સાથે જોડાયેલો છે. જ્યાં રાજકોટમાં તેમણે કરેલી પ્રેસ કોન્ફરન્સ મામલે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

    પત્રમાં આક્ષેપ કરતાં કહેવામાં આવ્યું કે, 3 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે કેજરીવાલે ઘણી વખત ગુજરાતના સરકારી કર્મચારીઓને આમ આદમી પાર્ટી સાથે મળીને કામ કરવા માટે અને રાજ્યમાં આવતી આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત સુનિશ્ચિત કરવામાં મદદ કરવા માટે આહવાન કર્યું હતું. 

    કેજરીવાલે પોલીસ કર્મચારીઓ, હોમહોમગાર્ડ, આંગણવાડી વર્કર, સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર અને કંડક્ટર તેમજ પોલિંગ બુથ ઓફિસરોને પાર્ટી માટે કામ કરવા માટે આમંત્રણ આપ્યું હતું તેમ કહીને પત્રમાં ઉમેરવામાં આવ્યું છે કે, સરકારી કર્મચારીઓના આ પ્રકારે રાજનીતિકરણ કરવાના આવા પ્રયત્નો ચલાવી લેવામાં આવે નહીં. 

    - Advertisement -

    પત્રમાં કહેવામાં આવ્યું કે, આમ આદમી પાર્ટી એ ભૂલી જાય છે કે સરકરી કર્મચારીઓ કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોતા નથી. તેમની જવાબદારી લોકહિતનાં કામો કરવા માટેની અને સંસદ અને કારોબારીએ બનાવેલી નીતિઓનો અમલ કરવાની હોય છે. બ્યુરોક્રેટ્સે કહ્યું કે, અમે સ્પષ્ટ માનીએ છીએ કે આમ આદમી પાર્ટીના કન્વીનર અને એક મુખ્યમંત્રી તરફથી કરવામાં આવતી આવી ટિપ્પણી લોકોના વિશ્વાસ પર અસર કરે છે. 

    આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર મફતની યોજનાઓના વાયદાઓ કરીને સરકારી કર્મચારીઓને ભરમાવવાનો આરોપ લગાવી પત્રમાં જણાવવામાં આવ્યું કે, આ અપીલ કોઈ મામૂલી ભૂલ નથી પરંતુ આ અપીલ પાછળ આમ આદમી પાર્ટીનો આશય સરકારી મશીનરીનો ઉપયોગ કરી પોતાનું રાજકીય હિત સાધવાનો છે. 

    પત્રમાં કહેવામાં આવ્યું કે, અમે દ્રઢપણે માનીએ છીએ કે જો આમ આદમી પાર્ટીને આવા ખતરનાક ચૂંટણી અભિયાનો ચાલુ રાખવા માટે પરવાનગી આપવામાં આવે તો ગંભીર પરિણામો મળી શકે છે અને જેમને આ અપીલ કરવામાં આવે છે તેમના માટે જ નહીં પરંતુ અપીલ કરનારાઓ માટે પણ ઘાતક પરિણામો આવી શકે છે. 

    પત્રમાં બ્યુરોક્રેટ્સે ચૂંટણી પંચને આદેશ 16Aનો સંદર્ભ આપીને જણાવ્યું છે કે, જે રાજકીય પાર્ટી ચૂંટણી પંચના મોડેલ કોડ ઑફ કંડક્ટ કે નિયમો અને સૂચનાઓનું વારંવાર ઉલ્લંઘન કરતી હોય તેની માન્યતા પરત ખેંચી લેવાનો તેમને અધિકાર મળ્યો છે. 

    ચૂંટણી પંચને વિનંતી કરીને પત્રમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે રિપ્રેઝેન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ 1951ના ઉલ્લંઘન કરવા અને મોડેલ કોડ ઑફ કંડક્ટ સાથે સમજૂતી કરવા બદલ ઈલેક્શન સિમ્બોલ્સ ઓર્ડર, 1968ના ઓર્ડર 16A હેઠળ પાર્ટીની માન્યતા રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં