યુરોપીય દેશ ફ્રાન્સમાં ફરી એક વખત રમખાણો ફાટી નીકળ્યાં છે અને આ વખતે પણ આંદોલન અને વિરોધ પ્રદર્શનની આડમાં અરાજકતા સર્જાઈ છે. સપ્ટેમ્બર 2026ના મધ્યમાં હાઈસ્કૂલ વિદ્યાર્થીઓનું આંદોલન શરૂ થયું હતું જે હવે રાજકીય સંકટનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. 6 ઑક્ટોબરે ફ્રાન્સના વિવિધ શહેરોમાં 2.66 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા હતા, જેમાં માત્ર પેરિસમાં જ અંદાજે 56 હજાર લોકો ભેગા થઈ ગયા હતા. આ પ્રદર્શનોએ પછીથી હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું, વાહનો સળગાવવામાં આવ્યાં, તોડફોડ કરવામાં આવી, સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ થયું અને તેના કારણે વધુ વિકટ સ્થિતિ પેદા થઈ.
સોશિયલ મીડિયા પર હવે આ હિંસક પ્રદર્શનોના વિડીયો ફરતા થયા છે. જેમાં જોવા મળે છે કે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે સુરક્ષાબળોએ વ્યાપક પ્રમાણમાં ટિયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો અને આશરે 6,500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ આંકડા જ દર્શાવે છે કે સ્થિતિ કેટલી ગંભીર છે.
પ્રદર્શનો ક્યારે અને કેવી રીતે શરૂ થયાં?
17 સપ્ટેમ્બર 2026ના રોજ પેરિસના દક્ષિણ-પૂર્વીય ઉપનગર ક્રેટિલની (Créteil) એક શાળામાંથી આ વિરોધનો અંકુર ફૂટ્યો હતો. ત્યાંના વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળામાં વધુ સંસાધનો, મૂળભૂત સુવિધાઓ અને પૂરતા સ્ટાફની માંગ સાથે રસ્તા પર આવ્યા હતા.
શરૂઆતમાં આ એક સ્થાનિક અને મર્યાદિત મુદ્દો હતો. પરંતુ વિરોધ પ્રદર્શનના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં અન્ય શહેરોની શાળાઓ અને વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાવા લાગ્યા. જોતજોતામાં આ આંદોલન પેરિસથી વિસ્તરીને સમગ્ર ફ્રાન્સની હાઈસ્કૂલોમાં ફેલાઈ ગયું.
વિદ્યાર્થીઓની મુખ્ય ફરિયાદો શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ સાથે સીધી જોડાયેલી હતી. શાળાઓમાં શિક્ષકોની ભારે અછત, ગેરહાજર શિક્ષકોના વિકલ્પની વ્યવસ્થા ન હોવી, અતિશય ભીડભાડવાળા વર્ગખંડો, જૂની અને જર્જરિત ઈમારતો તથા ઉનાળામાં ગરમી સામે યોગ્ય સુવિધાઓનો અભાવ વગેરે આરોપો સાથે પ્રદર્શનો શરૂ થયાં હતાં.
Dozens of people have been injured and hundreds arrested, most of them teenagers, officials said, in a wave of French student protests against teacher shortages and dilapidated buildings that on Wednesday spread to more schools across the country. The demonstrations and blockades, which began last week, have become a political flashpoint at a sensitive moment for France, as they spread to 356 high schools and turned more violent. "There are cockroaches and rats everywhere in the school," Fadila, a 17-year-old student, told Reuters. She said classroom temperatures could swing from sweltering to below freezing, depending on the weather. France’s Education Minister Edouard Geffray told reporters that 119 people had been injured, both students and school staff. Interior Minister Laurent Nunez told reporters at a press conference that 625 people were detained on Wednesday and more than 440 people the day before, most of them minors. Nunez said there were seven incidents in which people threw hydrochloric acid at law enforcement officers. The government has criticised violence that broke out at some demonstrations but said difficulties in high schools should be acknowledged and addressed. "High schools are meant to be open and to share knowledge. They are not meant to be blockaded or to have trash cans set on fire," French President Emmanuel Macron told reporters in Madrid. Gamze, a 17-year-old student in Saint-Denis, said students in the historically working-class suburb were treated unfairly compared with students elsewhere. "It’s always us … who are suffering when, in Paris or in the countryside, they’re not in such a situation," she said.
— TRT World (@trtworld) October 1, 2026
સ્થિતિ ત્યારે વધુ જટિલ બની જ્યારે વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો, વાલીઓ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કામદાર ટ્રેડ યુનિયનો પણ આંદોલનમાં જોડાઈ ગયાં. 6 ઑક્ટોબરના પ્રદર્શનમાં શિક્ષણ ક્ષેત્ર માટે વધુ ભંડોળ અને આર્થિક સુધારાની માંગ સાથે દેશભરના વિવિધ સંગઠનો જોડાતાં આ મુદ્દો એક સામાન્ય શાળાકીય વિરોધમાંથી રાષ્ટ્રીય સ્તરનું રાજકીય આંદોલન બની ગયો.
આ આંદોલનનો બીજો ભયાનક ચહેરો એટલે કે હિંસા. મોટાભાગનાં વિરોધ પ્રદર્શનો શાંતિપૂર્ણ હોવાના દાવા સાથે યોજવામાં આવ્યાં હતાં પરંતુ પછીથી અનેક શહેરોમાં આગજનીની ઘટનાઓ બની. બેરિકેડ્સ ઊભા કરીને રસ્તાઓ બ્લૉક કરવામાં આવ્યા, જાહેર અને શાળાની મિલકતોને નુકસાન પહોંચાડાયું અને પોલીસ પર પથ્થરમારો તથા આગચંપીની ઘટનાઓ સામે આવી. વહીવટી તંત્ર કહી રહ્યું છે કે મૂળ વિદ્યાર્થી આંદોલનમાં ઉપદ્રવી અને અરાજક તત્વો ઘૂસી જતાં હિંસા ભડકી છે.
બીજી તરફ પ્રદર્શનકારીઓએ પોલીસે કરેલી કાર્યવાહીને પણ મુદ્દો બનાવ્યો છે. પ્રદર્શનો અને હિંસા કાબૂમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસે અનેકની ધરપકડ પણ કરી છે. 6 ઑક્ટોબર સુધીના અહેવાલ મુજબ આંદોલનને ડામવા માટે 6,500થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મોટા પ્રમાણમાં સગીર વયના વિદ્યાર્થીઓ સામેલ છે.
🇫🇷 – France’s school unrest is no longer a classroom dispute. It has turned into urban violence, and the official refusal to say who is in the streets is part of the problem. Blockades that began over overcrowded classes, missing teachers and decaying buildings have spread nationwide since last week. Fires hit schools in Nantes and Rouen. In Marseille, staff at Victor Hugo were splashed with petrol, and a crowd forced firefighters to abandon a truck outside Lycée Saint-Exupéry before it was set alight. The Interior Ministry counted 1,949 arrests on Thursday alone, mostly for violence, unlawful gatherings and attacks on people in authority, and 305 police, gendarmes and firefighters injured that day. Education Minister Édouard Geffray said 170 pupils and 65 staff, including about 40 headteachers, have been hurt since the movement began, and more than 100 secondary schools have suffered serious damage. About 400 of France’s 3,700 lycées were closed Friday. On Thursday, 1,027 were affected and 222 blockaded. Lecornu called a crisis meeting; Nuñez ordered the blockades cleared. The government now calls it “urban violence,” not a student protest. Reported by AP, BBC, Reuters and RFI. Viral claims that “hundreds of schools burned” or that “2,000 were arrested in a day” overstate what is on the record. Thursday’s 1,949 figure is an arrest count, not a conviction count, and many of those held are minors. France also does not publish ethnic or origin statistics, so no official dataset can prove or disprove the “migrant youths” claim. That gap is not neutrality. It is a policy choice that lets ministers blame “outside agitators” and La France Insoumise while refusing the question voters are already asking. The stated grievances are real. They are also downstream of a system France has not been willing to measure. Rapid immigration, family reunification and high birth rates in poorly integrated banlieues have filled classrooms the state cannot staff, in districts where French is often not the language of the home and where school segregation is an open fact. Intelligence services told Lecornu’s crisis meeting the movement was initiated by LFI and its proxies; LFI denies it. Marine Le Pen’s line is that this is no longer a lycée protest but riots organized by professionals and overseen by hard-left deputies. Both can be partly true. Political exploitation does not explain why the same pattern — masked youths, fireworks, bins set alight, attacks on police and school staff — keeps recurring in the same neighborhoods after every grievance, from pensions to Nahel to Gaza. One week of unrest does not settle the immigration argument. Years of enforcement failure, parallel societies and youth unemployment in the banlieues already have. The honest correction is narrower than the draft suggested: major outlets are covering the fires and the arrests. What they still will not do is publish who was arrested, where they were born, or whether they are French. Until Paris releases that, “we don’t know” functions as a veto on the obvious question, not as an answer to it. Sources: BBC; Reuters; RFI; AP; Irish Times.
— 🔥🗞The Informant (@theinformant_x) October 2, 2026
ફ્રાન્સમાં આંદોલન અને હિંસાનો ઇતિહાસ ઘણો જૂનો
ફ્રાન્સમાં સરકાર સામે રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવાની આ પ્રથમ ઘટના નથી. આ પહેલાં પણ 2005માં પેરિસના ઉપનગરોમાં ફાટી નીકળેલી હિંસક અશાંતિ અને 2023ના પેન્શન સુધારા સામેનો વિશાળ વિરોધ દર્શાવે છે કે ફ્રાન્સમાં વિરોધ પ્રદર્શન બહુ ઝડપથી હિંસક અને ઉગ્ર રૂપ ધારણ કરી લે છે.
આ સિવાય 2018-19માં એક આંદોલન ઇંધણ પરના ટેક્સ સામે શરૂ થયું હતું પરંતુ જોતજોતાંમાં તે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની આર્થિક નીતિઓ સામેનું સાત મહિના લાંબું હિંસક આંદોલન બની ગયું હતું. તેવી જ રીતે, સપ્ટેમ્બર 2025માં બજેટ કાપ સામે થયેલા ‘બ્લોક એવરીથીંગ’ આંદોલનમાં પણ બસો સળગાવવી, બેરિકેડ્સ કરવા અને 450થી વધુ ધરપકડો જેવી ઘટનાઓ બની હતી.
આ ઉપરાંત મે 2026માં PSGએ ચેમ્પિયન્સ લીગ જીતી ત્યારે પણ હજારો લોકો પેરિસમાં ઉજવણી કરવા પહોંચ્યા હતા. આ ઉજવણી દરમિયાન કેટલાક સ્થળોએ પોલીસ સાથે અથડામણ, લૂંટફાટ અને આગચંપીની ઘટનાઓ બની અને 416 લોકોની ધરપકડ કરવામાં આવી. 2018માં ફ્રાન્સ વર્લ્ડ કપ જીત્યું ત્યારે પણ પેરિસ સહિત અનેક શહેરોમાં ઉજવણી દરમિયાન હિંસક ઘટનાઓ બની હતી. આ ઉદાહરણો એ બતાવે છે કે ફ્રાન્સમાં વિશાળ ભીડ એકઠી થતી હોય ત્યારે હિંસા થવાનો ઇતિહાસ ઘણો જૂનો છે.
શિક્ષણ માટે બજેટ વધારવાનો પ્રસ્તાવ, શું પ્રદર્શનો અટકશે?
જોકે હાલના 2026ના આંદોલન અને તે દરમિયાન થયેલી હિંસામાં એક મોટો રાજકીય તફાવત છે. રાષ્ટ્રપતિ મેક્રોન બંધારણીય મર્યાદાના કારણે ત્રીજી વાર ચૂંટણી લડી શકે તેમ નથી. તેથી 2027ની આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં ફ્રાન્સનું રાજકારણ ભારે ધ્રુવીકરણમાંથી પસાર થઈ રહ્યું છે. રાજકીય પક્ષો પણ વિદ્યાર્થીઓના આંદોલનને પોતાનો એજન્ડા સેટ કરવા માટે વાપરી રહ્યા છે.
હાલમાં જ્યારે સરકારને લાગ્યું કે હવે સ્થિતિ વધુ વણસી રહી છે ત્યારે વડા પ્રધાન સેબાસ્ટિયન લેકોર્નુએ ઇમરજન્સી બેઠક બોલાવી રોડમેપ જાહેર કર્યો છે. જેમાં શાળાઓમાં વર્ગો નિયમિત કરવા, ઈમારતો સુધારવી, યુનિવર્સિટી પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવી અને 2027ના બજેટમાં શિક્ષણ માટે €1.2 બિલિયનનો ઉમેરો કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે.
જોકે વિદ્યાર્થી સંગઠનો આ સરકારી આશ્વાસનોથી સંતુષ્ટ નથી. 7 ઑક્ટોબરના અહેવાલો મુજબ, વિવિધ વિદ્યાર્થી મંડળોએ શિક્ષણ ક્ષેત્ર માટે તત્કાલ €10 બિલિયનના મોટા રાહત પેકેજની માંગ કરી છે. સરકારની ઑફર અને પ્રદર્શનકારીઓની માંગ વચ્ચેનો આ મોટો તફાવત દર્શાવે છે કે આ વિરોધનો નજીકના સમયમાં ઉકેલ આવે એમ લાગતું નથી.
ટ્રમ્પે કહ્યું– એક સમયના મહાન દેશ પર ઇસ્લામિસ્ટો કબજો કરવા માગે છે
આ આંદોલન અને હિંસાની ઘટનાઓ એમ તો આખા વિશ્વની ધ્યાન ખેંચી રહી હતી, પરંતુ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ટિપ્પણીઓએ આ આંદોલનને એક નવું જ સ્વરૂપ આપી દીધું છે. 6 ઑક્ટોબરે તેમણે પોતાના ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, ફ્રાન્સમાં જે થઈ રહ્યું છે તે ‘અનિયંત્રિત સામૂહિક ઇમિગ્રેશન’નું પરિણામ છે. ટ્રમ્પે દાવો કર્યો કે આ શાળાઓનો મુદ્દો નથી પરંતુ મૂળ વાત એ છે કે ‘ઈસ્લામ ફ્રાન્સ પર કબજો કરવા માગે છે’ (Islam wanting to take over).

ફ્રાન્સમાં મુસ્લિમ વસ્તી અને ઇમિગ્રેશનનો પ્રશ્ન સાચે જ બહુ સંવેદનશીલ અને જટિલ છે. INSEE (ફ્રાન્સની સત્તાવાર આંકડાકીય સંસ્થા) અનુસાર, દેશમાં મુસ્લિમ વસ્તી આશરે 10% છે. ફ્રાન્સમાં પંથનિરપેક્ષતાના કડક નિયમો, હિજાબ પરના વિવાદો, કટ્ટરવાદ અને ભૂતકાળમાં થયેલા આતંકવાદી હુમલાઓને કારણે ડેમોગ્રાફી ચેન્જ અને સંસ્કૃતિ અંગે સતત રાજકીય ઘર્ષણ ચાલતું જ હોય છે.
ફ્રાન્સના 2025ના સત્તાવાર આતંકવાદ વિરોધી અહેવાલ અનુસાર, વર્ષ 2012થી અત્યાર સુધી દેશમાં 50 જેટલા ઈસ્લામિસ્ટ આતંકવાદી હુમલાઓ થયા છે, જેમાં 274 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 800થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફ્રેન્ચ સુરક્ષા એજન્સીઓએ 2012થી અત્યાર સુધીમાં 86 ઈસ્લામિસ્ટ આતંકવાદી કાવતરાંઓને નિષ્ફળ બનાવ્યાં છે, જેમાં માત્ર 2017 પછીનાં જ 55 કાવતરાંઓ સામેલ છે. માત્ર 2024ના વર્ષમાં જ નવ આતંકવાદી ષડયંત્રોને નિષ્ફળ બનાવવામાં આવ્યાં હતાં, જેમાંથી મોટાભાગના તાર ઈસ્લામિક સ્ટેટના સમર્થકો અને કટ્ટરપંથીઓ સાથે જોડાયેલા હતા.
આ સત્તાવાર રિપોર્ટ ફ્રાન્સમાં વધી રહેલા કટ્ટરપંથી જોખમનો પર્દાફાશ કરે છે, જ્યાં દેશની FSPRT સિક્યુરિટી વોચલિસ્ટમાં 15 હજારથી વધુ શંકાસ્પદ લોકોનાં નામ નોંધાયેલાં છે. જેમાંથી મોટાભાગના કટ્ટરપંથી છે. આ આતંકવાદી જોખમોને ડામવા માટે ફ્રેન્ચ સરકારે 2016થી અત્યાર સુધીમાં 19,072 એડમિનિસ્ટ્રેટિવ ટેરિટોરિયલ બેન્સ અને 2018થી 2,456 ઈન્ડિવિજ્યુઅલ સર્વેલન્સ મેઝર્સ લાગુ કર્યા છે.
આ માસ માઈગ્રેશનનો મુદ્દો જ્યારે-જ્યારે દેશમાં હિંસક પ્રદર્શનો થાય ત્યારે આવતો રહે છે. આ વખતે ટ્રમ્પે પણ તેનો ઉલ્લેખ કર્યો છે.


