હોમપેજમંતવ્યમોદીનું તેરમું કરવાની આઝાદી

મોદીનું તેરમું કરવાની આઝાદી

માની લઈએ કે આંદોલનનો એકમાત્ર ઉદ્દેશ્ય શિક્ષણ મંત્રીના રાજીનામાનો હતો. એ પણ સાચું કે મોદી સરકારના વડા છે. અંતિમ જવાબદારી તેમના માથે આવે છે. સરકારનાં કામોનો યશ મોદીને મળે તો જવાબદારી પણ તેમની જ હોય. મોદીને, સરકારના કોઈ પણ મંત્રીને પ્રશ્નો પૂછવા જોઈએ. પણ આ બધામાં પ્રશ્નો ક્યાં હતા? વિરોધ ક્યાં હતો?

- Advertisement -

તાનાશાહને તમે બે વખત તાનાશાહ ન કહી શકો. કારણ કે બીજી વખત માણસ કશું કહેવા માટે રહેતો નથી. છાશવારે જેઓ ‘દેશમાં તાનાશાહી છે’, ‘શાસકો તાનાશાહ બની ગયા છે’ની બૂમો પાડતા રહે છે તેમને ક્યાં તાનાશાહીના, ડિક્ટેટરશિપના સાચા સ્વરૂપનો અંદાજ નથી અથવા આંખ આડા કાન કરે છે. બાકી ઇતિહાસ જાણનારાઓ જાણે છે કે તાનાશાહી કોને કહેવાય.

આવું કહો ત્યારે સામી દલીલ એ અપાય કે દેશમાં ‘અઘોષિત તાનાશાહી’ છે, લોકશાહી ધીમેધીમે ખતમ થઈ રહી છે.

પણ પ્રશ્ન એ છે કે આ કેવી તાનાશાહી છે જ્યાં સત્તાના શિખરે બેઠેલા માણસને મા-બેન સમાણી ગાળો ભાંડી શકાય છે, તેનું ‘તેરમું’ કરી શકાય છે, તેનાં અશ્લીલ પોસ્ટરો જાહેરમાં દર્શાવી શકાય છે અને ઉપરથી આ બધી કરતૂતોને ‘સ્વતંત્રતા’ના નામે પ્રોત્સાહિત પણ કરી શકાય છે… અને છતાં કશું થતું નથી!

- Advertisement -

જેમણે ફેલાવેલાં અરાજકતા અને ઉપદ્રવના કારણે શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવાયું એ કોકરોચો કે જેન-ઝીના પ્રદર્શનવાળું પ્રકરણ હાલ પૂરતું તો પૂરું થઈ ગયું છે, પણ હવે સોશિયલ મીડિયા પર આ પ્રદર્શન વખતેના, જંતર-મંતર પર મહિના દિવસ સુધી ચાલેલા પ્રોટેસ્ટના વિડીયો ફરી રહ્યા છે.

આ બધા વિડીયોમાં શું છે?

કોઈ વડા પ્રધાન મોદીને મા-બેન સમાણી ગાળો ભાંડી રહ્યું છે. ‘મોદી સા* રં#% હૈ’ના નારા લાગી રહ્યા છે. જંતર-મંતર પર એક ઠેકાણે ‘મોદીના બારમા’નું ભોજન ચાલી રહ્યું છે. મોદીનાં-ધર્મેન્દ્ર પ્રધાનનાં અશ્લીલ પોસ્ટરો લાગેલાં દેખાય છે. અહીં સુધી કે ઇટલીનાં મહિલા રાષ્ટ્રાધ્યક્ષને ઘસડી લવાયાં છે. તેમના નામે અશ્લીલ નારા લાગી રહ્યા છે. બેફામ ગાળો ભાંડવામાં આવી રહી છે. આ બધું જાહેરમાં બોલાઈ અને લખાઈ રહ્યું છે, પોસ્ટરો જાહેરમાં કેમેરાની સામે દર્શાવવામાં આવી રહ્યાં છે.

અમુક વિડીયો વિચલિત કરી શકે છે, પણ ચર્ચા માટે અહીં મૂકવા જરૂરી છે. એટલે આગોતરી ક્ષમા.

આ વિડીયોમાં એક છોકરી હાથમાં પોસ્ટર લઈને ચાલી રહી છે, નારા લગાવે છે– ‘મોદી સા& રં$# હૈ.’ કૅમેરાની સામે જોઈને આગળ કહે છે, ‘મોદી તેરી મા કી %&, #% કે બચ્ચે.’

બીજા એક વિડીયોમાં એક મહિલા હાથમાં પ્લકાર્ડ લઈને ઊભી છે. તેની ઉપર જે વાતો લખવામાં આવી છે એ અહીં ફરી લખી શકાય એમ નથી. દાંત કાઢતી કહે છે કે ‘પ્લીઝ મને કોઈ વાયરલ કરી દો.’

એક યુવતી એક ચેનલને ઇન્ટરવ્યુ આપતી વખતે મોદીને બેફામ ગાળો ભાંડીને કહે છે કે ‘ઇસ લો# કે નીચે સે નિકલ જાઓ, ભો@$%.’

એક ઠેકાણે આઠ-દસ માણસો ભેગા થઈને નારો લગાવી રહ્યા છે– ‘મોદી સાલા માદ%$@’.

બીજા એક વિડીયોમાં જેન-ઝી પ્રદર્શનકારીઓ ભેગા થઈને નારા લગાવી રહ્યા છે– ‘દેશ કા યુવા રોતા હૈ, મોદી કા %* છોટા હૈ.’ આવા નારા લગાવવામાં તેમને મજા આવી રહી છે.

એક ઠેકાણે જંતર-મંતર પર ભોજન ચાલી રહ્યું હતું. એક છોકરી આવીને કહે છે, ‘આ મોદીના તેરમાનું ભોજન છે.’ આગળ કહે છે, ‘કિસી કો એન્જોય કરના હો તો આ સકતા હૈ.’

આ થોડા વિડીયોનાં ઉદાહરણ આપ્યાં. આવા ઘણા વિડીયો છે. ફેસબુક પર અધીર અમદાવાદીએ આખી યાદી આપી છે. આ એ ઘટનાઓ છે જે કૅમેરામાં કેદ થઈ હતી. મહિના સુધી ચાલેલા પ્રદર્શનમાં શું-શું થયું હશે એની કલ્પના કરવી કઠિન નથી.

વિરોધ શાનો હતો, નારા શું લાગ્યા?

વડા પ્રધાનને બેફામ ગાળો ભાંડતા, મનફાવે એમ કહેતા આ તથાકથિત જેન-ઝી ક્રાંતિવીરો જંતર-મંતર પર ભેગા શું કામ થયા હતા? તેમના કહેવા પ્રમાણે આ આંદોલન સતત થતાં પેપર લીક સામે યુવાઓના આક્રોશનું પરિણામ હતું. શિક્ષણ પ્રધાનના રાજીનામા માટે હતું. એજ્યુકેશન રિફોર્મ માટે હતું. રિફોર્મવાળી વાતો તો ગપ્પાં છે. કારણ કે આ આંદોલન કરનારાઓ અને તેમને આંદોલન કરાવનારાઓમાંથી કોઈ બહાર આવીને રિફોર્મ કરવાં જોઈએ તો શું કરવાં જોઈએ એ સમજાવી ન શક્યું. ઉપરથી મોદીએ પોતે રિફોર્મની વાતો કરવાની ચાલુ કરી ત્યારે આ ગેંગ અવળી વાતોએ ચડી ગઈ.

માની લઈએ કે આંદોલનનો એકમાત્ર ઉદ્દેશ્ય શિક્ષણ મંત્રીના રાજીનામાનો હતો. એ પણ સાચું કે મોદી સરકારના વડા છે. અંતિમ જવાબદારી તેમના માથે આવે છે. સરકારનાં કામોનો યશ મોદીને મળે તો જવાબદારી પણ તેમની જ હોય. મોદીને, સરકારના કોઈ પણ મંત્રીને પ્રશ્નો પૂછવા જોઈએ. પણ આ બધામાં પ્રશ્નો ક્યાં હતા? વિરોધ ક્યાં હતો?

જે આંદોલન વિરોધ માટે શરૂ થયું હતું એ ધીમે-ધીમે એ તબક્કે પહોંચ્યું કે વિરોધ અને અભદ્રતા વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ. જેમનો પોતાનો એજન્ડા હતો તેમણે ત્યાં ભેગી થયેલી વૉક-લિબરલ જમાતના મગજમાં ભૂંસું ભર્યું અને પરિણામ આવ્યું એ હવે આ બધા વિડીયોમાં જોવા મળે છે.

કયો તાનાશાહ પોતાની વિરુદ્ધ પ્રદર્શનો થવા દે છે?

આ જ જંતર-મંતર પર એકઠા થયેલાઓ અને તેમને એકઠા કરનારાઓ કાયમ દેશમાં તાનાશાહી હોવાનાં, અભિવ્યક્તિની સ્વતંત્રતા જોખમાતી હોવાનાં રોદણાં રડતા રહે છે. પણ આ કેવી તાનાશાહી છે જ્યાં વિરોધના નામે વડા પ્રધાનને જાહેરમાં બેફામ ગાળો ભાંડી શકાય છે. મોદી જો તાનાશાહ હોત, જેવા તેમની ઉપર આરોપો લાગે છે, તો આ પ્રદર્શનકારીઓ સાથે શું થયું હોત?

કયો તાનાશાહ પોતાની વિરુદ્ધ, શાસનની વિરુદ્ધ પ્રદર્શન થવા દે છે? પ્રદર્શનો થાય ત્યારે ઈગો બાજુ પર મૂકીને મંત્રીનું રાજીનામું લઈ લે છે? તાનાશાહો વિરુદ્ધ પ્રદર્શનો કરી શકાતાં નથી. થાય તો ઊગતાંની સાથે કચડી નાખવામાં આવે છે. પોલીસ અને સુરક્ષાબળો પર કથિત પ્રદર્શનકારીઓ સાથે ‘બ્રુટાલિટી’ કરવાના આરોપો લાગી રહ્યા છે પણ ખરેખર પરિસ્થિતિ જોઈએ, ઉપદ્રવ જોઈએ તો ખ્યાલ આવે છે કે સુરક્ષાબળોએ વાસ્તવમાં બહુ સંયમિત રીતે કામ લીધું હતું.

પોલીસ માટે, સરકાર માટે પ્રદર્શન કચડી નાખવું મોટી વાત નથી. ધાર્યું હોત તો ત્રણ કલાકમાં જંતર-મંતર ખાલી કરાવી નાખ્યું હોત એટલી શક્તિ સુરક્ષાબળો પાસે છે. છતાં તેઓ પથ્થરો ખાતા રહ્યા, ગાળો સાંભળતા રહ્યા. પોલીસ અને તેમને આદેશ આપનારા સત્તાધીશોએ સંયમ રાખ્યો. તેમને ખબર હતી કે ઉપદ્રવ મચાવવા ભેગાં થયેલાં ટોળાં આ જ કાર્યવાહીની રાહ જોઈ રહ્યાં છે, જેથી પોલીસ કાર્યવાહી કરે તો ‘ક્રાંતિ’ અને ‘બલિદાન’ની વાતોએ બ્રેનવૉશ થઈ ગયેલું ટોળું તેનાથી પાંચ ગણી તીવ્રતાએ તોફાન મચાવવાનું ચાલુ કરી દે. પણ લાંબાગાળાનું જોઈ શકતી સરકાર અને સુરક્ષાબળોએ સહિષ્ણુતા દાખવી.

છતાં મજાની વાત એ છે કે કાલે ઉઠીને ફરીથી તાનાશાહી અને ડિક્ટેટરશિપની બૂમો પાડવામાં આવશે. ફરી મોદીને ગાળો ભાંડવામાં આવશે. કારણ કે આ લોકશાહી છે. લોકશાહીની આ જ ‘સુંદરતા’ છે.

પ્રોત્સાહન કોણ આપી રહ્યું છે?

લોકશાહીમાં, રાધર, ટૂ મચ ડેમોક્રસીમાં, આવી કરતૂતો કરી શકાય છે, સાથે તેને પ્રોત્સાહન આપનારાઓ પણ મળી રહે છે. જંતર-મંતર પરની આ ઉછાંછળી જમાતને પ્રોત્સાહન કોણ આપી રહ્યું છે?

ઇકોસિસ્ટમના પત્રકારો અને કથિત ઇન્ફ્લુએન્સરો કાયમ આવી કરતૂતોને એક યા બીજી રીતે જસ્ટિફાય કરતા રહેશે, કારણ કે તેમને માત્ર એજન્ડા પૂરો થાય તેની સાથે નિસબત છે. મોદીદ્વેષ હવે એ કક્ષાએ પહોંચી ગયો છે કે તેમને આ બધામાં કોઈ સમસ્યા લાગશે પણ નહીં. પણ હવે સેમીપોર્ન કહાણીઓ લખીને, ગલગલિયાં થાય એવું લખાણ લખીને અખબારનાં પાનાં ભરતા લેખકડાઓ પણ સમર્થનમાં ઉતરી પડ્યા છે.

લેખકડાઓને, કથિત ઇન્ફ્લુએન્સરોને દુકાન બંધ થઈ જવાનો ડર છે. જેન-ઝીને વહાલા થવા માટે, પોતે કૂલ દેખાવા માટે આ અભદ્રતાને પણ જસ્ટિફાય કરવા માટે લાંબા લેખો ઘસડવામાં આવી રહ્યા છે, વિડીયો બની રહ્યા છે. આંદોલન તીવ્ર બન્યું ત્યારે મોટાભાગના કૂદી પડ્યા એનું કારણ પણ ફરતેથી આવતું ‘જેન ઝી માટે અવાજ ઉઠાવવાનું’ પ્રેશર હતું. આ પ્રેશરને વશ થઈને પછીથી લખવા-બોલવાનું ચાલુ કર્યું. બાકી તેમની પાસે જ્ઞાન સીમિત હતું. હોત તો પહેલેથી બોલ્યા હોત. એ જ કારણ છે કે ક્યારેય આંદોલનના નામે જે ઉત્પાત મચાવવામાં આવ્યો તેની ઉપર કોઈએ અક્ષર ન પાડ્યો.

આમાં મોટો ફાળો કોંગ્રેસ ઇકોસિસ્ટમનો પણ છે, જેઓ આખું ઝુંડ મળીને ક્યારેય મોદીને સત્તા પરથી ઉઠાવી શકે તેમ નથી એટલે વર્ષોથી મોદીના ચારિત્ર્ય પર, વ્યક્તિગત હુમલાઓ કરવામાં આવતા રહે છે. ધીમે-ધીમે વડા પ્રધાન કક્ષાની વ્યક્તિને સરળતાથી ગાળો દેવી, અપમાન કરવું, સોશિયલ મીડિયા પર બેફામ લખવું– આ બધાનું સામાન્યીકરણ કરવામાં આવતું રહ્યું. જેથી સમય આવ્યે આવો દુરુપયોગ કરી શકાય અને કાર્યવાહી કદાચ થાય તો કહી શકાય કે આ દેશમાં તાનાશાહી છે.

વાસ્તવમાં તો કોંગ્રેસીઓના પૂર્વજોએ જે કર્યું હતું, અચાનક કટોકટી લાદી દીધી હતી એને તાનાશાહી કહેવાય, જ્યારે લોકોના મૌલિક અધિકારો આંચકી લઈને લોકોને રાતોરાત જેલમાં નાખી દેવાયા હતા અને મહિનાઓ સુધી બંધારણને બાજુ પર મૂકીને શાસન ચલાવાયું હતું. આડેધડ સુધારાઓ થયા હતા. પણ તેને ગમે તે રીતે જસ્ટિફાય કરવાના પ્રયાસો થતા રહે છે. તેની ચર્ચા ન થાય એટલે જ ‘હાલની સરકારમાં અઘોષિત ઇમરજન્સી છે’ એવી દલીલો લઈને દોડી આવે છે.

લખવા ખાતર લખી શકાય કે વિરોધના નામે આવી અભદ્રતા કરનારાઓ અને તેમને પ્રોત્સાહન આપનારાઓએ આત્મમંથન કરવું જોઈએ, પણ આ બધા એવું કંઈ કરવાના નથી. તેમને તેમના હાલ પર છોડી દઈએ. આપણે માત્ર આ બધાને ઓળખી લઈએ એટલું ઘણું.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં