
મધ્ય પ્રદેશની સરકારે યુનિફોર્મ સિવિલ કોડ વિધાનસભામાંથી પાસ કરાવ્યું છે. બિલ વિધાનસભાના ચાલુ સત્ર દરમ્યાન રજૂ કરવામાં આવ્યું હતું, જેને ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યું. મુખ્યમંત્રી મોહન યાદવે આ સમાચાર આપ્યા છે.
છ સભ્યોની સમિતિએ તૈયાર કરેલા ડ્રાફ્ટને 19 જુલાઈના રોજ મળેલી વિશેષ કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું.
The Madhya Pradesh Legislative Assembly has passed the UCC (Uniform Civil Code) Bill: Madhya Pradesh Chief Minister Mohan Yadav pic.twitter.com/mtb1YG1H4g
— ANI (@ANI) July 21, 2026
ચર્ચા દરમ્યાન કોંગ્રેસે બિલનો વિરોધ કર્યો હતો. જોકે મતદાન વખતે તેઓ બિલને રોકી ન શક્યા અને બહુમતીથી પસાર કરી દેવામાં આવ્યું હતું.
UCCમાં લગ્ન, ઉત્તરાધિકાર, છૂટાછેડા વગેરે માટે એકસમાન નિયમો બનાવવામાં આવ્યા છે. લિવ-ઇન રિલેશનશિપને કાયદેસર માન્યતા આપવામાં આવી છે, જ્યારે નિકાહ હલાલા અને બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે ST સમુદાય આ બિલના દાયરામાંથી બહાર રહેશે.
આ પહેલાં ઉત્તરાખંડ, ગુજરાત અને આસામ UCC લાગુ કરી ચૂક્યાં છે. હવે મધ્ય પ્રદેશ પણ યાદીમાં ઉમેરાયું છે. પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં UCC લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

