
ઉત્તરાખંડના વ્લૉગર યુટ્યુબર સૌરવ જોશીએ તાજેતરમાં પોતાના એક વિડીયોમાં દાવો કર્યો હતો કે ઇથેનોલ બ્લેન્ડેડ (E20) પેટ્રોલના કારણે તેની કારની માઈલેજ સાવ ઘટી ગઈ છે. જે ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા બાદ હવે મર્સિડીઝની સ્પષ્ટતા આવી છે. કંપનીએ જણાવ્યું છે કે તેમની દરેક કારનાં એન્જિન E20 પેટ્રોલ મુજબનાં જ બનાવવામાં આવ્યાં છે.
સૌરવ જોશીએ બે દિવસ પહેલાં પોતાની યુટ્યુબ ચેનલ ‘સૌરવ જોશી વ્લૉગ્સ’ પર એક વિડીયોમાં દાવો કર્યો હતો કે તેની મર્સિડીઝ કારમાં E20 પેટ્રોલના કારણે માઇલેજમાં ખાસ્સો ફેર પડ્યો છે. તેના દાવા અનુસાર પહેલાં કાર 17 કિમી/લિટરની માઇલેજ આપતી હતી, તે હવે 5 કિમી/લિટર સુધી આવી ગઈ છે.
Saurav Joshi claims his mileage has dropped from 16-17 Km/L to 5 Km/L.
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) July 12, 2026
– He owns Mercedes-Benz GLC 300 4MATIC (X254)
Mercedes officially claims this model's mileage is 14.7 Km/L.
But he claims he used to get 16-17 Km/L 😳
— Mercedes has officially declared this model is E20… pic.twitter.com/8Su2OXOQVG
જોશીના વિડીયોની આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને હાલ ચાલતી E20 પેટ્રોલ સંબંધિત ચર્ચામાં ઈંધણ રેડ્યું. બંને તરફ ચર્ચાઓ થવા માંડી.
દરમ્યાન અમુક લોકોએ કહ્યું કે મર્સિડીઝ GLC (જે સૌરવ પાસે છે) જેવી કારની માઇલેજ કંપની 15 કિમી/લિટરની જણાવે છે, પણ વાસ્તવમાં જેમ દરેક કંપની અને દરેક કારના કિસ્સામાં લાગુ પડે છે એમ માઇલેજ ઓછી હોય છે. હાઈ-વે પર 10-12ની મળી શકે અને શહેરોમાં ટ્રાફિકમાં ફરવાથી 10ની નીચે આંકડો જઈ શકે.
The vlog he said this in is literally titled "Race With Brothers. Kon Jeetega?"
— Malay Krishna (@Malay4Product) July 12, 2026
He was racing. Then he looked at the dashboard, saw a bad number, and blamed the petrol.
Let me go through it properly.
The car is a Mercedes GLC 300 4MATIC petrol. Over ₹80 lakh. The company's… https://t.co/SgDba0tWMo
બીજું, ઉત્તરાખંડમાં પર્વતીય વિસ્તારોમાં ઓલ વ્હીલ ડ્રાઇવ SUV ચલાવવામાં, સાથે AC ચાલુ હોય, એ કિસ્સામાં 5ની માઇલેજ આવવી, એ પણ મર્સિડીઝ જેવી કાર માટે બહુ આશ્ચર્યજનક વાત ન કહેવાય.
યુઝરોએ ધ્યાને દોર્યું કે કાર કંપની મર્સિડીઝ વર્ષોથી E20 કોમ્પિટિબલ એન્જિનો જ બનાવી રહી છે અને દરેક કારમાં એન્જિન નિયમાનુસાર E20 પેટ્રોલને અનુરૂપ જ છે. આ કિસ્સામાં કારને કે એન્જિનને નુકસાન નથી.
ત્યારબાદ મર્સિડીઝે પણ એક ચોખવટ કરી હતી.
Customer Advisory pic.twitter.com/RxuTYl6Phz
— Mercedes-Benz India (@MercedesBenzInd) July 12, 2026
કંપનીએ પણ આ હકીકત પ્રત્યે ધ્યાન દોરતાં કહ્યું કે તેમની દરેક કારનાં BS 6 એન્જિન E20 કોમ્પિટિબલ હોય છે અને સરકારનાં માનકો આધારે જ એન્જિન બનાવવામાં આવે છે અને મંજૂરી મેળવાય છે.
આ સ્પષ્ટતા પછી સૌરવ જોશીએ ચૂપચાપ પોતાના વિડીયોમાંથી માઇલેજ ઓછી થવાનો દાવો કરતો ભાગ દૂર કરી દીધો હતો.

