હોમપેજદુનિયાશું વડા પ્રધાન મોદી માટે સેશેલ્સની સરકારે શોધી કાઢ્યો નવો એવૉર્ડ? ઇકોસિસ્ટમના...

શું વડા પ્રધાન મોદી માટે સેશેલ્સની સરકારે શોધી કાઢ્યો નવો એવૉર્ડ? ઇકોસિસ્ટમના પ્રપંચ વચ્ચે વાંચો શું છે હકીકત?

અહીં એ વાત સાચી છે કે સેશેલ્સમાં 'ગાર્ડિયન ઑફ ધ બ્લુ હોરિઝન' સન્માન પુરસ્કાર તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યો છે, પણ તેને વડા પ્રધાન મોદી કે તેમની યાત્રા સાથે કશું લાગતું-વળગતું નથી. આ સેશેલ્સના સ્થાનિક રાજકારણનો મામલો છે.

- Advertisement -

27-28 જૂન દરમ્યાન આફ્રિકન દેશ સેશેલ્સની યાત્રાએ ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગાર્ડિયન ઑફ ધ બ્લુ હોરાઈઝન’થી સન્માનિત કરવામાં આવ્યા. વડા પ્રધાન મોદીના પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેના પ્રયાસો બદલ આ સન્માન સેશેલ્સના રાષ્ટ્રપતિએ તેમને એનાયત કર્યું. જેની સાથે વડા પ્રધાન મોદીને વિવિધ રાષ્ટ્રો તરફથી મળેલાં સર્વોચ્ચ સન્માનનો આંકડો 34 પર પણ પહોંચી ગયો છે.

બીજી તરફ વડા પ્રધાનને સન્માન મળે એમાં પણ ભારતમાં અમુકને ચૂક ઉપડે છે અને આવું દર વખતે થતું રહ્યું છે. દરેક વખતે મોદીને સન્માન મળે ત્યારે રાષ્ટ્રાધ્યક્ષને સન્માન મળ્યાનો ગર્વ લેવા કરતાં એક વિશેષ ગેંગ વાંધા શોધવામાં મંડી પડે છે. આ વખતે પણ એ કામ કર્યું અને એક તર્ક લાવવામાં આવ્યો કે આ એવૉર્ડ સેશેલ્સે હમણાં જ શોધી કાઢ્યો છે અને મોદીને સન્માનિત કરવા માટે જ એ લાવવામાં આવ્યો.

આમાં કોંગ્રેસ, લેફ્ટિસ્ટ ઇકોસિસ્ટમના અમુક યુઝઅલ સસપેક્ટો છે, જેઓ આને મુદ્દો બનાવીને ઘોંઘાટ કરી રહ્યા છે અને વડા પ્રધાનને મળેલા સન્માન પર સવાલો ઉઠાવી રહ્યા છે. પણ આમાં અમુક હકીકત એવી છે, જેની આ ગેંગ ચર્ચા કરી રહી નથી, કારણ કે તેમ કરવાથી એજન્ડા પાર પડી શકે એમ નથી.

- Advertisement -

હકીકત શું છે?

અહીં એ વાત સાચી છે કે સેશેલ્સમાં ‘ગાર્ડિયન ઑફ ધ બ્લુ હોરિઝન’ સન્માન પુરસ્કાર તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યો છે, પણ તેને વડા પ્રધાન મોદી કે તેમની યાત્રા સાથે કશું લાગતું-વળગતું નથી. આ સેશેલ્સના સ્થાનિક રાજકારણનો મામલો છે.

સેશેલ્સની સરકારે વર્ષ 2022માં ‘નેશનલ એવૉર્ડ્સ એક્ટ, 2022’ પસાર કર્યો હતો. આ અધિનિયમ હેઠળ નાગરિક સન્માન નક્કી કરવામાં આવ્યાં. ભારતનું ઉદાહરણ લઈએ તો પદ્મ પુરસ્કારો છે એ રીતે. સેશેલ્સના આ એક્ટ હેઠળ ત્રણ સન્માન નક્કી કરાયાં: ‘ધ મેડલ ઑફ ધ રિપબ્લિક’, ‘ધ મેડલ ઑફ ઑનર’ અને ‘ધ મેડલ ઑફ મેરિટ.’ આ એક્ટ હેઠળ સન્માનિત વ્યક્તિઓની યાદી તૈયાર કરવા માટે એક સમિતિ બનાવવામાં આવી, જેને ‘નેશનલ એવૉર્ડ્સ કમિટી’ નામ આપવામાં આવ્યું.

અધિનિયમને કાયદાકીય સ્વરૂપ મળ્યું ત્યારબાદ જૂન 2023માં પહેલી ‘નેશનલ એવૉર્ડ સેરેમની’ યોજાઈ અને જુદા-જુદા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન કરનારી 10 વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવી. સેશેલ્સના રાષ્ટ્રપતિને ‘મેડલ ઑફ ધ રિપબ્લિક’ એનાયત કરાયો. સેશેલ્સની સેન્ટ્રલ બેન્કનાં પ્રથમ મહિલા ગવર્નર કેરોલિન એબેલ, પર્યાવરણશાસ્ત્રી એન્ટોનિયો કોન્સ્ટન્સ, એક બોટ દુર્ઘટના વખતે લોકોના જીવ બચાવનાર લ્યૂક ગ્રાન્ડકોર્ટ વગેરેને પણ સન્માનિત કરવામાં આવ્યાં.

2025માં સેશેલ્સમાં ચૂંટણી થઈ અને સરકાર બદલાઈ. પેટ્રિક હર્મિની રાષ્ટ્રપતિ બન્યા. દરમ્યાન ગત ફેબ્રુઆરીમાં હર્મિની સરકારે જૂની સરકારે પાસ કરેલો નેશનલ એવૉર્ડ્સ એક્ટ પરત લઈ લેવાનો નિર્ણય કર્યો. 18 ફેબ્રુઆરીએ યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ એક્ટ પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સેશેલ્સ સરકારની સત્તાવાર વેબસાઇટ જણાવે છે.

કારણ એ હતું કે આ એક્ટ અને તેના એવૉર્ડની પારદર્શિતા પર પ્રશ્નો ઉઠવા માંડ્યા હતા. આ જ એક્ટની કલમ 7(1) કહે છે કે જે કોઈ રાષ્ટ્રપતિ બને તેને આપમેળે સર્વોચ્ચ પુરસ્કાર ‘મેડલ ઑફ ધ રિપબ્લિક’ એનાયત કરવામાં આવે. એ સત્તા સંભાળતાંની સાથે જ થઈ શકે અથવા કાર્યકાળ દરમ્યાન ગમે ત્યારે. પરંતુ વ્યક્તિ રાષ્ટ્રપતિ બને એટલે પુરસ્કારની હકદાર બની જાય.

આ બધાં કારણોસર વર્તમાન સરકારે એ એક્ટ રદ કરી દીધો. જેના માટે આખરે 3 જૂનના રોજ સંસદમાં બિલ લાવવામાં આવ્યું અને એક્ટ રદ કરવામાં આવ્યો. જોકે સાથે એ જોગવાઈ કરવામાં આવી છે કે 2022થી (એક્ટ અમલમાં આવ્યાથી) અત્યાર સુધીમાં જેમને સન્માનિત કરવામાં આવ્યા હશે તેમનું સન્માન યથાવત રહેશે, પરંતુ હવે આગળથી આવા એવૉર્ડ નહીં અપાય.

આ એક્ટ રદ કર્યા બાદ સેશેલ્સની સરકારે નવા પુરસ્કારો જાહેર કર્યા. જેમાં આ ‘ગાર્ડિયન ઑફ ધ બ્લુ હોરાઇઝન’ પણ સામેલ કરવામાં આવ્યો. સેશેલ્સની સરકારે કહ્યું કે આ પુરસ્કાર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, બ્લુ ઈકોનોમી, ક્લાઈમેટ રિઝિલિયન્સ, ઇન્ટરનેશનલ કૉઓપરેશન બદલ આંતરરાષ્ટ્રીય હસ્તીઓને એનાયત કરવામાં આવશે. ત્યારબાદ વડા પ્રધાન મોદીને તેમની યાત્રા દરમ્યાન સન્માનિત કરવામાં આવ્યા.

એટલે એમ કહેવું કે વડા પ્રધાન મોદીની યાત્રા પહેલાં માત્ર તેમના માટે આ એવૉર્ડ શોધી કાઢવામાં આવ્યો એ ભ્રામક વાત છે. અગાઉની સરકારોએ શરૂ કરેલા પુરસ્કારો પહેલેથી જ દેશમાં વિવાદનું કારણ બન્યા હતા અને એ એક્ટ રદ કરવા માટે સરકાર બહુ પહેલાંથી વિચારણા કરી રહી હતી જ્યારે વડા પ્રધાન મોદીની યાત્રા અંગે અંતિમ નિર્ણય પણ લેવાયો નહીં હોય.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં