કંઈ ન મળ્યું તો ભૂખ હડતાળ દરમિયાન પાણીનું કનેક્શન કપાવ્યાનો દાવો લઈ આવ્યો અભિજીત દીપકે, દિલ્હી પોલીસે કહ્યું- ખોટીનો છે, અમારું કામ પાણી ચાલુ-બંધ કરવાનું નથી

જંતર-મંતર ખાતે લદ્દાખના સોનમ વાંગચુકના ધરણાં વચ્ચે કોકરોચ જનતા પાર્ટીનો સ્થાપક અભિજીત દીપકે ફરી એકવાર સોશિયલ મીડિયા પર હવાતિયાં મારતો મળી આવ્યો છે. તેણે X પર પોસ્ટ કરીને દાવો કર્યો કે વાંગચુકે ભૂખ હડતાળ જાહેર કર્યા બાદ દિલ્હી પોલીસે ધરણાસ્થળે પાણી અને સ્વચ્છતાની સુવિધા બંધ કરાવી દીધી છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો કે પાણીનું જોડાણ ઉપલબ્ધ નથી અને પોલીસ સહકાર આપી રહી નથી. સાથે જ તેણે એવું પણ કહ્યું કે અન્ય મૂળભૂત સુવિધાઓ પણ બંધ કરવામાં આવી શકે છે.

અભિજીત દીપકની આ પોસ્ટ બાદ દિલ્હી પોલીસે સત્તાવાર રીતે તેનો જવાબ આપ્યો હતો. દિલ્હી પોલીસના અધિકૃત X હેન્ડલ પરથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે તેના આક્ષેપો સંપૂર્ણપણે ખોટા છે અને ભ્રામક માહિતી ફેલાવવાનો વધુ એક પ્રયાસ છે. પોલીસે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવતી એજન્સી તરીકે પાણી અથવા સ્વચ્છતા જેવી સુવિધાઓ પૂરી પાડવા કે તેનું સંચાલન કરવામાં તેમની કોઈ ભૂમિકા જ નથી અને ન તો તે તેનું કામ છે.

દિલ્હી પોલીસે પોતાના જવાબમાં એમ પણ કહ્યું કે પાણીનું જોડાણ અથવા સેનિટેશનની વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસના અધિકારક્ષેત્રમાં આવતું જ નથી. તેથી આ સુવિધાઓ બંધ કરાવવાનો આરોપ પોલીસ પર મૂકવો તથ્યવિહોણો છે. પોલીસે અભિજીત દીપકને ટૅગ કરીને તેના દાવાને જાહેરમાં જ ફગાવી દીધો હતો.

નોંધવા જેવું છે કે છેલ્લા ઘણા સમયથી (જોકે શરૂઆતથી જ) કોકરોચ જનતા પાર્ટી અને અને તેની આ ગેંગ પ્રાસંગિકતા ગુમાવી ચૂકી છે. જંતર-મંતર પરના કથિત આંદોલનોના વિડીયો સામે આવ્યા બાદ લોકોએ પોતે જ સમજવાનું શરૂ કરી દીધું છે અને એ વિડીયોના કારણે આ ગેંગના પ્રોપગેન્ડા પણ ખૂલીને સામે આવ્યા છે. હવે તો અભિજીતને પણ કોઈ ગંભીરતાથી લઈ રહ્યું નથી, તેવામાં તે આવી ઉટપટાંગ અને હાસ્યાસ્પદ પોસ્ટો કરીને સમાચારમાં રહેવા માટે હવાતિયાં મારી રહ્યો છે.