
રામ મંદિર દાન અને ચડાવા ચોરી વિવાદમાં FIR દાખલ કર્યા બાદ ઉત્તર પ્રદેશ પોલીસે હવે તપાસ આગળ વધારી છે. તમામ આઠ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ રવિવારે (28 જૂન) તેમના નિવાસસ્થાનોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
#WATCH | Uttar Pradesh | Ram Mandir donations alleged embezzlement case | As part of the investigation, Police reach the residence of Avinash Shukla in Ayodhya, one of the accused in this case. pic.twitter.com/xi3FNWJ3Zm
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 28, 2026
ઉત્તર પ્રદેશ પોલીસની જુદી-જુદી ટીમો આરોપીઓનાં ઘરોએ પહોંચી હતી અને ત્યાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તમામ આરોપીઓના ઘરે આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ અંગે યુપી પોલીસ પાસેથી વધુ જાણકારીની રાહ જોવામાં આવી રહી છે.
#WATCH | Uttar Pradesh | Ram Mandir donations alleged embezzlement case | As part of the investigation, Police reach the residence of Anukalp Mishra in Ayodhya, one of the accused in this case. pic.twitter.com/FIwD0vXDbf
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 28, 2026
આ મામલો તાજેતરમાં સામે આવ્યો હતો. રામ મંદિરમાં દાન અને ચડાવાની રકમમાં ગેરરીતિના આરોપો બાદ ટ્રસ્ટની ભલામણ પર ઉત્તર પ્રદેશ સરકારે એક SITની રચના કરી હતી. આ SITએ સાત દિવસની તપાસ બાદ એક વચગાળાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો, જેના આધારે એક FIR દાખલ કરવામાં આવી.
FIRમાં કુલ 8 આરોપીઓનાં નામ છે, જે તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમના વિશે અહીંથી વિગતવાર વાંચી શકાશે.
હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. બીજી તરફ ટ્રસ્ટના બે સભ્યો ચંપત રાય અને અનિલ મિશ્રાએ રાજીનામાં ધરી દીધાં છે, જેની પુષ્ટિ મંદિરે પણ કરી છે.

