વામપંથી વિદ્યાર્થી સંગઠન ‘ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન’એ (AISA)’ તાજેતરમાં ‘કોકરોચીસ ઓન ધ સ્ટ્રીટ્સ’ નામે એક અઠવાડિયા સુધી ચાલનારા દેશવ્યાપી અભિયાનની જાહેરાત કરી છે. આ આંદોલનની શરૂઆત દિલ્હીથી થઈ છે, જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંની માંગ કરવામાં આવી છે. આ અભિયાન 11 જૂનથી શરૂ થઈને 18 જૂન સુધી ચાલશે.
આંદોલનના પહેલા દિવસે એટલે કે 11 જૂનના રોજ AISAના એક્ટીવિસ્ટોએ દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસ, કમલા નગર, પટેલ ચેસ્ટ, ગુરમંડી અને વિજય નગર જેવા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ વંદાના માસ્ક પહેરીને વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ પ્રદર્શનની જાહેરાત 6 જૂનના રોજ ‘કોકરોચ જનતા પાર્ટી’એ જંતર-મંતર પર કરેલા વિરોધ પ્રદર્શન બાદ કરવામાં આવી હતી. એ પ્રદર્શનમાં પણ NEET પરીક્ષાના પેપર લીક જેવા મુદ્દાઓને આગળ ધરીને શિક્ષણ મંત્રીનાં રાજીનામાંની માંગ કરવામાં આવી રહી હોવાની વાતો કહેવાઈ હતી. જોકે, પાછળથી એ વિરોધ પ્રદર્શનની વાસ્તવિકતા એ સામે આવી કે ત્યાં પણ લેફ્ટ ગેંગના લોકો જ જોડાયેલા હતા, જેમણે તક જોઈને ‘આઝાદી-આઝાદી’ અને ‘જય ભીમ’ જેવા નારા લગાવ્યા હતા.
You must resign Dharmendra Pradhan;!
— AISA (@aisa_official_) June 6, 2026
ScrapNTA#cockroachs pic.twitter.com/c2sezMZrM2
ભલે AISAએ સત્તાવાર રીતે CJPને પોતાનું સમર્થન ન આપ્યું હોય, પરંતુ CJPના વિરોધ પ્રદર્શનમાં AISAની નેહા બોરા સૌથી આગળ જોવા મળી હતી. હવે એ વાત કોઈનાથી છૂપી નથી કે AISA પોતાની વિચારધારા અને રાજકીય એજન્ડાને આગળ ધપાવવા માટે શું-શું કરે છે. એ જ કામ બોરા પણ અહીં ‘શિક્ષણ વ્યવસ્થામાં સુધારા’ના નામે કરતી જોવા મળી.
બોરાએ મીડિયા સાથે વાતચીત કરતા શિક્ષણ વ્યવસ્થાના આખા મુદ્દાને UAPA કેસના આરોપીઓ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સાથે જોડી દીધો. નેહાએ શરમ વગર ખાલિદ અને ઇમામ પર લાગેલા ગંભીર આરોપોને નકારવાનો પ્રયાસ કર્યો. સાથે જ તેની કરતૂતો પર અહેવાલ આપનાર મીડિયાને ‘ગોદી મીડિયા’ અને બીજેપી આઈટી સેલવાળા ગણાવ્યા. તેણે કહ્યું કે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને ગોદી મીડિયાએ દેશદ્રોહી તરીકે ચિતર્યા છે.
તેણે દિલ્હીના હિંદુવિરોધી રમખાણોનું કાવતરું ઘડનારાઓને ‘સામાન્ય વિદ્યાર્થીઓ’ ગણાવ્યા અને કહ્યું કે તેમનું રાજકીય શોષણ થઈ રહ્યું છે. બોરાએ ન્યાયતંત્ર પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ વર્ષોથી જેલમાં બંધ છે કારણ કે તેમને જામીન મળી રહ્યા નથી. જોકે, આ કહેતી વખતે તે ચાલાકીથી એ સત્ય છુપાવી ગઈ કે ખુદ સુપ્રીમ કોર્ટે આ બંનેની જામીન અરજી એવું કહીને ફગાવી દીધી હતી કે પ્રાથમિક તપાસમાં 2020ના દિલ્હી રમખાણોના કાવતરામાં તેમની ભૂમિકાના સ્પષ્ટ પુરાવા મળે છે.
નેહા બોરાની બ્રાહ્મણો પ્રત્યેની નફરત અને તેની સ્પષ્ટતા
પોતાને વિદ્યાર્થીઓના અધિકારો માટે લડતી એક્ટિવિસ્ટ ગણાવતી નેહા બોરા માત્ર રમખાણો ભડકાવવા અને કોમી તણાવ પેદા કરવા જેવા ગંભીર ગુનાઓ પર જ પડદો પાડવાનું કામ નથી કરતી, પરંતુ તે ખુલ્લેઆમ બ્રાહ્મણ સમુદાયના લોકો વિરુદ્ધ ઝેર ઓકવાનું અને નફરત ફેલાવવાનું કામ પણ કરે છે.
પોતાના એક વિડીયોમાં નેહા બોરા સમજાવે છે કે બ્રાહ્મણવાદ શું છે. તેના મતે– જો સમાજમાં એક વર્ગ બીજા વર્ગ પર અત્યાચાર ગુજારે છે તો તે પણ બ્રાહ્મણવાદ છે અને જો એક સમાજ બીજા સમાજને દબાવવાનો પ્રયાસ કરે છે તો તે પણ બ્રાહ્મણવાદ છે. ટૂંકમાં કહીએ તો નેહા બોરાના મતે ભારતીય સમાજમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ થતો હોય, ભલે પછી તેને જ્ઞાતિ સાથે કોઈ લેવાદેવા ન હોય, તોપણ તેને ‘બ્રાહ્મણવાદ’ના માથે મઢી શકાય છે.
‘ડરેલો મુસ્લિમ’ નેરેટિવ
આ જ રીતે બોરાના એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુને જોતા ખબર પડે છે કે કેવી રીતે તેને હિંદુઓની એકતા ખટકે છે. તે એવું માને છે કે જો જ્ઞાતિ-જાતિ ભૂલીને દેશના હિંદુઓ એક થઈ જશે તો દેશનો મુસ્લિમ અસુરક્ષિત અનુભવશે જ.
નેહા બોરાને જોઈએ છે પેલેસ્ટાઈન માટે આઝાદી
એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે નેહા બોરા ભારતમાં રહીને દરરોજ પેલેસ્ટાઈન માટે રોદણાં રડે છે. તેના X હેન્ડલ પર ઇઝરાયેલની નિંદા કરતી અસંખ્ય પોસ્ટ છે. આ સિવાય બોરાનું ‘કોકરોચ જનતા પાર્ટી’ સાથે જોડાઈને પોતાનો વૈચારિક અને રાજકીય એજન્ડા ફેલાવવો એ પણ આશ્ચર્યજનક નથી.
પોતાને વિદ્યાર્થીઓનું સંગઠન ગણાવતા AISAએ હંમેશાં આ જ કર્યું છે. પહેલાં તેઓ વિદ્યાર્થીઓના અધિકારોના નામે યુવાનો સાથે જોડાય છે અને પછીથી તેમના મગજમાં લેફ્ટ વિચારધારાનું ઝેર ઘોળવાનું શરૂ કરે છે. આ વખતે પણ તેઓ એવું જ કરી રહ્યા છે. તેમને ‘કોકરોચ જનતા પાર્ટી’ના પ્રદર્શનમાં એક તક દેખાઈ રહી છે, જેનાથી તેઓ પોતાના એજન્ડાને વેગ આપી શકે.
આ લેખ મૂળ અંગ્રેજીમાં લખાયેલો છે, હિન્દીમાં તેનો ભાવનુવાદ થયો છે.


