હોમપેજક્રાઈમમાતરમાં હિંદુઓ પર હુમલો કરનાર કટ્ટરપંથીઓનો અસલી અડ્ડો ક્યાં?: ગરમાળાના મુસ્લિમોની દાદાગીરી...

માતરમાં હિંદુઓ પર હુમલો કરનાર કટ્ટરપંથીઓનો અસલી અડ્ડો ક્યાં?: ગરમાળાના મુસ્લિમોની દાદાગીરી અને તળાવ કિનારે આવેલી દરગાહનું રહસ્ય- Ground Report

પીડિતો પાસે પહોંચ્યું ઑપઇન્ડિયા, આપવીતી જાણી. પીડિતોએ કહ્યું– આ હિંસક ટોળાએ મહિલાઓને પણ નહોતી છોડી. પોપટભાઈના પત્નીને એટલી નિર્દયતાથી લાતો મારવામાં આવી કે તેમના મોં પર ગંભીર ઈજાઓ થઈ. પોતાના પરિવારને બચાવવા વચ્ચે પડેલી દીકરી સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી.

- Advertisement -

જરા કલ્પના કરો… તમે વર્ષોથી એક જગ્યાએ શાંતિપૂર્વક તમારી નાની દુકાન ચલાવીને ગુજરાન ચલાવી રહ્યા છો. અચાનક એક રાત્રે કટ્ટરપંથીઓનું એક ઉગ્ર ટોળું તમારી દુકાન પર તૂટી પડે છે. તમારા કપડાં ફાડી નાખવામાં આવે છે, તમારી પત્નીનું ગળું દબાવીને જીવથી પતાવી દેવાનો પ્રયાસ થાય છે, તમારી દીકરીનો હોઠ ફાડી નાખવામાં આવે છે અને તેના ખોળામાં રમી રહેલી માસૂમ બાળકીને હવામાં ઉછાળીને ક્રૂરતાપૂર્વક જમીન પર ફેંકી દેવાય છે!

શું આ કોઈ ક્રાઈમ મૂવીની સ્ક્રિપ્ટ છે? ના, આ હૃદયકંપાવી દેનારી વાસ્તવિકતા ગુજરાતના ખેડા જિલ્લાના માતર તાલુકાની છે. જ્યાં માત્ર એક ચમચી ખાંડ માંગવાના બહાને આવેલા ઈસ્લામિક કટ્ટરપંથીઓના ટોળાએ એક આખા નિર્દોષ હિંદુ પરિવારને લોહીલુહાણ કરી નાખ્યો.

આ કોઈ સામાન્ય કે અચાનક થયેલો ઝઘડો નથી, પરંતુ તેની પાછળ સ્થાનિક હિંદુઓને ડરાવી-ધમકાવીને ત્યાંથી ભગાવવાનો એક બહુ મોટો અને ખતરનાક એજન્ડા છુપાયેલો છે. જ્યારે મેઈનસ્ટ્રીમ મીડિયા આ સંવેદનશીલ ઘટનાની જમીની હકીકત પર પડદો પાડીને બેસી ગયું, ત્યારે પીડિત હિંદુઓની આ વેદનાને વાચા આપવા માટે માત્ર ને માત્ર ‘ઑપઇન્ડિયા’ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી.

- Advertisement -

ગ્રાઉન્ડ ઝીરો પર પીડિત પરિવારની દર્દનાક આપવીતી

અમે સૌથી પહેલા ઘટનાસ્થળે, એટલે કે ગુજરાતના ખેડા જિલ્લાના માતર તાલુકામાં GIDC પાસે આવેલી એ જ પીડિત હિંદુ પરિવારની દુકાને પહોંચ્યા. ત્યાં અમને પરિવારના મોભી (કાકા), તેમના પત્ની અને દીકરીઓ મળ્યા. તે દરેકના શરીર પર હુમલાના ગંભીર નિશાન સાફ દેખાઈ રહ્યા હતા. વયોવૃદ્ધ કાકા અતિશય મારના કારણે માંડ-માંડ ઊભા રહી શકતા હતા, તેમનાથી બરાબર ચાલી પણ નહોતું શકાતું. કાકીનું આખું મોઢું બેરહેમીથી થયેલા પ્રહારના કારણે સૂજી ગયું હતું, જ્યારે તેમની દીકરીનો હોઠ વચ્ચેથી આખો ફાટી ગયો હતો.

અમે કાકા સાથે વાત કરીને આખી ઘટનાને વિગતવાર સમજવાનો પ્રયત્ન કર્યો. કાકાએ જે આપવીતી જણાવી, તે કોઈનું પણ કાળજું કંપાવી દે તેવી છે. કાકાએ જણાવ્યું કે તેઓ આ સ્થળ પર છેલ્લા ઘણા વર્ષોથી ચા-નાસ્તાની દુકાન ચલાવે છે. GIDCમાં કામ કરતા મજૂરો અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના લોકો અહીં ચા પીવા માટે આવતા હોય છે.

એક ચમચી ખાંડના બહાને આતંક અને તોડફોડ

ગત રવિવારે રાત્રે આશરે 8 વાગ્યાની આસપાસ એક મુસ્લિમ શખ્સ અતિશય દારૂના નશામાં ધુત થઈને તેમની દુકાને આવ્યો. તેણે જણાવ્યું કે તેના એક મિત્રની તબિયત ખરાબ છે અને થોડી ખાંડ માંગી. કાકાએ માનવતા દાખવીને કહ્યું કે, “સામે ચાની કીટલી પાસે ડબ્બામાં ખાંડ પડી છે, ત્યાંથી લઈ લે.”

તે મુસ્લિમ શખ્સે ત્યાંથી ખાંડ તો લીધી, પરંતુ ત્યારબાદ તે ગલ્લા પર પાછો આવ્યો અને ત્યાં રાખેલા દુકાનના હિસાબ-કિતાબના ચોપડાના પાના જાતે જ ફાડવા લાગ્યો. કાકાએ તેને કહ્યું કે, “બેટા, તારે જે જોઈએ તે મારી પાસે માંગ, હું આપીશ. પણ આ રીતે હિસાબનો ચોપડો ના ફાડીશ.”

બસ, આટલું સાંભળતા જ તે મુસ્લિમ શખ્સ એકદમ ઉશ્કેરાઈ ગયો અને કાકા તેમજ તેમની પત્નીને અત્યંત બિભત્સ ગાળો આપવા લાગ્યો. કાકાએ જ્યારે તેને ગાળો બોલવાની ના પાડી, ત્યારે તે શખ્સે અને તેની સાથે આવેલી એક મુસ્લિમ મહિલાએ કાકા પર સીધો હુમલો કરી દીધો. તેમના કપડાં ફાડી નાખ્યા અને તેમને ઢસડીને દૂર ફેંકી દીધા.

જ્યારે કાકાના પત્ની વચ્ચે બચાવ કરવા પડ્યા, તો તેમને પણ અત્યંત ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો. આટલો આતંક મચાવ્યા બાદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ આ હિંસા અહીં અટકી નહોતી. તેઓ ત્યાંથી ગયા અને માત્ર 2 થી 3 જ મિનિટની અંદર આશરે 10 થી 12 મુસ્લિમોનું એક આખું ટોળું લાકડીઓ અને ધારદાર હથિયારો સાથે દુકાન પર તૂટી પડ્યું!

“કોઈને જીવતા નહીં છોડીએ” – પીડિતોને મળી જાનથી મારી નાખવાની ધમકીઓ

દુકાન પર ત્રાટકેલા એ ઉગ્ર ટોળાએ કાકાને ફરીથી બેરહેમીથી મારવાનું શરૂ કર્યું. ટોળામાં આવેલી મુસ્લિમ મહિલાએ કાકીનું ગળું દબાવી દીધું, તેમના મોઢા પર ટૂંપો દઈ દીધો અને ગાલ પર એકપછી એક થપ્પડો મારવા લાગી. તે જ સમયે પરિવારના જમાઈ પણ ત્યાં આવી પહોંચ્યા, તો કટ્ટરપંથીઓના એ ટોળાએ તેમના પર પણ જીવલેણ હુમલો કરી દીધો.

કાકીએ હાથ જોડીને રડતા રડતા આજીજી કરી કે, “અમારા જમાઈને છોડી દો, એમને નાના-નાના બાળકો છે.” પરંતુ હુમલાખોરોએ બૂમો પાડીને કહ્યું કે, “કોઈને છોડવામાં નહીં આવે, કોઈને જીવતા નહીં રાખીએ. આજે જો બચી ગયા, તો ગમે ત્યાં રસ્તામાં મળશે ત્યાં પતાવી દઈશું!”

કાકા-કાકીની દીકરી જ્યારે પોતાના પરિવારને બચાવવા વચ્ચે પડી, તો મુસલમાનોએ તેને પણ અતિશય મારી અને તેનો હોઠ વચમાંથી ફાડી નાખ્યો. તેની પાસે તેની નાની બાળકી હતી, તે માસૂમ બાળકીને પણ કટ્ટરપંથીઓએ હવામાં ઉછાળીને ફેંકી દીધી! એ તો પ્રભુની કૃપા કે બાળકી દુકાનમાં રાખેલા ગાદલા પર જઈને પડી એટલે તેને વધારે વાગ્યું નહીં, બાકી કોઈ મોટી અણધારી દુર્ઘટના ઘટી ગઈ હોત.

તે દરમિયાન જ ટોળામાંથી કોઈએ એક ધારદાર હથિયાર કાઢ્યું અને જમાઈના માથા પર સીધો ઘા ઝીંકી દીધો. માથું ફાટી જવાના કારણે લોહીના ફુવારા ઊડ્યા અને તેઓ ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યા. આટલો આતંક અને રક્તપાત મચાવ્યા બાદ આખું ટોળું ત્યાંથી ફરાર થઈ ગયું.

ખેડામાં કેરાના મોડેલ? હિંદુઓની હિજરત કરાવવાનો મોટો પ્લાન

જ્યારે મેં પીડિત કાકાને પૂછ્યું કે મુસ્લિમોએ તેમના પર આટલો ભયાનક હુમલો કેમ કર્યો? ત્યારે તેમણે જે ખુલાસો કર્યો તે સમગ્ર દેશની આંખો ઉઘાડી નાખનારો છે. તેમણે જણાવ્યું કે, તેઓ આ જગ્યાએ વર્ષોથી રહીને ગૌરવપૂર્વક પોતાનો ધંધો-રોજગાર કરે છે, જે આ મુસલમાનોને સહન થતું નથી. તેઓ અવારનવાર આવા હુમલા કરીને હિંદુઓમાં ભયનો માહોલ પેદા કરવા માંગે છે જેથી હિંદુઓ બધું છોડીને અહીંથી ભાગી જાય. આ આખા વિસ્તારમાંથી પ્લાનિંગ સાથે હિંદુઓની હિજરત કરાવવાનો આ એક છૂપો અને ખતરનાક એજન્ડા છે. આ બિલકુલ ઉત્તર પ્રદેશના ‘કેરાના’ જેવું જ પલાયનનું મોડેલ દેખાઈ રહ્યું છે.

પીડિત પરિવાર સાથે મારી આ વાતચીત ચાલી રહી હતી, તે જ સમયે તેમના જમાઈ નડિયાદની મોટી હોસ્પિટલમાંથી 2 દિવસની સઘન સારવાર લીધા બાદ માંડ-માંડ ગામ પરત ફર્યા હતા. તેઓ અત્યંત ગંભીર રીતે ઘાયલ હોવાથી વધારે બોલી શકવાની સ્થિતિમાં નહોતા. પરંતુ તેમણે કૅમેરા સામે પુષ્ટિ કરી કે તેઓ તો માત્ર સસરાની દુકાને આંટો મારવા ગયા હતા અને મુસ્લિમોના એ ટોળાએ તેમના પર છરી કે ધારદાર હથિયારથી હુમલો કરીને બેભાન કરી દીધા હતા. હુમલો કરનારા તમામ લોકો મુસ્લિમ જ હતા.

પરિવારના મોટા દીકરાએ પણ અમને જણાવ્યું કે, આ કોઈ અચાનક બનેલો મામલો નથી, પણ એક સુનિયોજિત કાવતરું હતું. જો અગાઉથી કોઈ પ્લાનિંગ ના હોય, તો સામાન્ય બોલાચાલીના માત્ર 2 મિનિટની અંદર જ 10-12 મુસ્લિમો હથિયારો સાથે એકસાથે કઈ રીતે એકઠા થઈ શકે? આ પહેલા પણ થોડા વર્ષો અગાઉ આ જ સ્થળે તેમના પરિવાર પર આ જ રીતે હુમલો કરવામાં આવ્યો હતો.

EXCLUSIVE: ગરમાળા ગામનો સનસનીખેજ ખુલાસો, ગુનેગારો બેખોફ

માતર અને તેની આસપાસના વિસ્તારોમાં કટ્ટરપંથીઓની આ દાદાગીરી કોઈ નવી વાત નથી. આ હિંસક અને જેહાદી ઇકોસિસ્ટમના મૂળ ક્યાં જોડાયેલા છે તે જાણવા માટે મેં ગ્રાઉન્ડ પર ખૂબ તપાસ કરી. અંતે, હું ‘ગરમાળા’ ગામના એ જ હિંદુ યુવાન સુધી પહોંચવામાં સફળ રહ્યો, જેના પર થોડા મહિના પહેલાં આ જ કટ્ટરપંથીઓએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. તે યુવાને કૅમેરા સમક્ષ જે જુબાની આપી છે, તે કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે.

તેણે ધ્રુજતા અવાજે જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણના તહેવાર વખતે આ જ કટ્ટરપંથીઓએ તેના પર હુમલો કર્યો હતો. તેના ખેતરની બાજુની જમીન પર મુસ્લિમોએ પ્લોટ પાડીને ઘરો બનાવી લીધા છે. ઉત્તરાયણના દિવસે ધાબા પર ચડેલા મુસલમાનો હિંદુ પરિવારની વહુ-દીકરીઓની હાજરીમાં મોટે-મોટેથી અત્યંત ગંદી ગાળો બોલતા હતા. એટલું જ નહીં, તેઓ પોતાના ધાબેથી વારંવાર ચાઇનીઝ દોરી હિંદુઓના ખેતરમાં ફેંકતા હતા, જેનાથી પશુ-પક્ષીઓ અને ખેતરમાં કામ કરતા માણસોના જીવને મોટો ખતરો હતો.

જ્યારે આ હિંદુ યુવાને તેમને વિનંતી કરી કે, “ભાઈ, અહીં ઘરની સ્ત્રીઓ ઊભી છે, આવી ગાળો ના બોલો.” તો મુસલમાનો એકદમ ભડક્યા અને બોલ્યા, “અમે તો આવું જ કરીશું, તારાથી જે થાય તે કરી લે.” અને આટલી જ વાતમાં, તે ટોળામાંથી એકે મોટો છરો કાઢીને આ હિંદુ યુવાનની પીઠમાં પાછળથી ઘોપી દીધો! એ છરો એટલો ઊંડે સુધી ઉતરી ગયો હતો કે યુવાનની કિડનીને ભારે નુકસાન થયું હતું. લાંબા સમયની સારવાર અને મોટા ઓપરેશનો બાદ માંડ-માંડ તેનો જીવ બચ્યો છે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આટલો મોટો ગુનો કરવા છતાં આરોપીઓ આજે પણ ગામમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જાણે તેમને કાયદાનો કોઈ ખોફ જ ના હોય!

અમે જ્યારે માતરમાં હતા ત્યારે ઓન-કેમેરા અને ઓફ-કેમેરા જેટલા પણ સ્થાનિક લોકો સાથે અમારી વાતચીત થઈ, દરેકે આ ‘ગરમાળા’ ગામનું નામ અચૂક લીધું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ગામમાં 70% થી વધુ વસ્તી મુસ્લિમોની છે અને ત્યાંના માથાભારે તત્વો આખા માતર પંથકમાં આવી જ દાદાગીરી કરે છે, અને અવારનવાર સ્થાનિક હિંદુઓ તેમનો ભોગ બનતા રહે છે.

તળાવ કિનારે આવેલી શંકાસ્પદ દરગાહ અને નશેડીઓનો અડ્ડો

આ રિપોર્ટિંગ દરમિયાન જ અમને વધુ એક ચોંકાવનારી હકીકત જાણવા મળી. આ હિંદુ પરિવારની દુકાનની બિલકુલ નજીક, GIDC પાસે એક તળાવ આવેલું છે અને તે તળાવના કાંઠે દરગાહ જેવું એક મુસ્લિમ સ્થાપત્ય ઊભું કરી દેવાયું છે. રાતના અંધારામાં કટ્ટરપંથીઓ આ તળાવ કિનારે જમા થાય છે અને ત્યાં બેસીને દારૂ તેમજ અન્ય નશીલા દ્રવ્યોનો વેપાર અને સેવન કરે છે તથા ત્યાંથી પસાર થતા લોકોને હેરાન કરે છે. રવિવારે જે ટોળાએ હિંદુ પરિવાર પર હુમલો કર્યો, તે લોકો પણ દારૂના નશામાં ચૂર થઈને એ જ તળાવ કાંઠેથી આવ્યા હતા.

અમે જ્યારે જાતે તે તળાવ પાસે જઈને તપાસ કરી તો અમને પણ ત્યાં દરગાહ જેવું સ્થાપત્ય જોવા મળ્યું, જેનો મુખ્ય દરવાજો બંધ હતો. હવે સવાલ એ છે કે આ દરગાહની જગ્યા કોની છે? આ સરકારી જમીન પર થયેલું ગેરકાયદે દબાણ છે કે કોઈની ખાનગી માલિકીની જગ્યા છે અને આ દરગાહ કાયદેસર છે કે નહીં—તે વહીવટી તપાસનો બહુ મોટો વિષય છે. પરંતુ પહેલી નજરે તો ગ્રાઉન્ડ પર અહીં કંઈપણ સામાન્ય નહોતું દેખાઈ રહ્યું.

હિંદુ સંગઠનોની કડક ચેતવણી: “જેહાદી પ્રવૃત્તિઓ બંધ કરો, નહિતર હિસાબ થશે”

ત્યારબાદ અમે નડિયાદ જિલ્લાના બજરંગદળના સહ-સંયોજક સાથે મુલાકાત કરી. તેમણે પણ તળાવ પાસે મુસ્લિમ અસામાજિક તત્વો નશો કરતા હોવાની વાતને સત્તાવાર સમર્થન આપ્યું અને જણાવ્યું કે માતર તાલુકામાં મુસ્લિમોની દાદાગીરી તાજેતરના સમયમાં ચિંતાજનક રીતે વધી ગઈ છે. આ પહેલા નવરાત્રિના પવિત્ર તહેવારમાં પણ મુસ્લિમોએ હિંદુઓને ગરબા ન કરવા દેવાની ખુલ્લી ધમકી આપી હતી.

હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ ઘટનાના દિવસથી જ આ પીડિત હિંદુ પરિવારની પડખે ખડેપગે ઊભા છે અને તેમને તમામ પ્રકારની કાનૂની અને સામાજિક મદદ પૂરી પાડી રહ્યા છે. સાથે જ તેમણે માતરમાં સક્રિય આવી જેહાદી પ્રવૃત્તિઓ આચરતા તત્વોને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે, “જો તાત્કાલિક ધોરણે આ જેહાદી પ્રવૃત્તિઓ બંધ કરવામાં નહીં આવે, તો કાયદો તો તેમનો હિસાબ કરશે જ, પરંતુ બજરંગદળ પણ પોતાની શૈલીમાં તેમનો પાકો હિસાબ કિતાબ ચુકતે કરી દેશે.”

ડેમોગ્રાફી ચેન્જ અને ગેરકાયદેસર લેન્ડ ડીલ પર મોટો પ્રશ્નાર્થ

અમે વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી આ વિસ્તારના ખૂણે-ખૂણામાં રહ્યા. પીડિતોની આપવીતી સાંભળી, સ્થાનિક નાગરિકોનો પક્ષ જાણ્યો, હિંદુ સંગઠનોની વાત સાંભળી અને અમારી નજરે પણ જમીની વાસ્તવિકતાની તપાસ કરી. એ વાત બિલકુલ નકારી શકાય તેમ નથી કે આ વિસ્તારમાં છેલ્લા થોડા સમયગાળામાં બહુ મોટો ડેમોગ્રાફી ચેન્જ થયો છે અને મુસ્લિમોની વસ્તીમાં અસાધારણ વધારો થયો છે. અને જેમ-જેમ આ વસ્તી સંતુલન બગડ્યું છે, તેમ-તેમ હિંદુઓ પર થતા આવા હિંસક હુમલાના કિસ્સા પણ વધવા લાગ્યા છે.

જે ગરમાળા ગામનું નામ વારંવાર સ્થાનિકોના મોઢેથી અમારી સામે આવી રહ્યું હતું, ત્યાંની સ્થિતિ તો અતિશય વણસેલી છે. માત્ર માતર જ નહીં, પરંતુ આખા ખેડા જિલ્લામાં મુસ્લિમો હાલ મોટા પાયે ખેતીની જમીનો (Agricultural Land) ખરીદી રહ્યા છે અને તેને કાયદેસર NA (Non-Agricultural) કરાવ્યા વગર જ ત્યાં ગેરકાયદેસર પ્લોટિંગ પાડીને રિસોર્ટ્સ, ફાર્મ હાઉસિસ અને રહેણાંક ઇમારતો ઊભી કરી રહ્યા છે—આ અત્યંત ગંભીર ફરિયાદ પણ અમને સ્થાનિકો પાસેથી મળી છે, જેની સરકારે તાત્કાલિક તપાસ કરવી જોઈએ.

સૌથી મહત્વની બાબત એ છે કે, તળાવ કિનારે આવેલી તે શંકાસ્પદ દરગાહની વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ થવી જોઈએ, જેની આસપાસ આ નશેડી તત્વોએ પોતાનો અડ્ડો જમાવ્યો છે અને જ્યાંથી તેઓ પોતાના આવા જેહાદી હુમલાઓનું પ્લાનિંગ કરે છે. હવે એક જવાબદાર મીડિયા તરીકે આ કેસમાં કાયદાકીય રીતે આગળ શું કાર્યવાહી થાય છે અને શું અપડેટ આવે છે, તે અમે તમને સમયે-સમયે સતત આપતા રહીશું.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં