હમણાં જ સોશિયલ મીડિયા પર ઊભી થયેલી કોકરોચ જનતા પાર્ટીને હવે જમીન પર નવાજૂની કરવાનો અભરખો જાગ્યો છે. આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો પાર્ટીનો સ્થાપક અભિજીત દીપકે 6 જૂને દિલ્હી આવી રહ્યો છે અને પાર્ટીએ જંતર-મંતર મેદાન પર એક પ્રદર્શનનું આયોજન કર્યું છે. શિક્ષણના મુદ્દે પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોવાનું કારણ આપવામાં આવ્યું છે અને આ જ ક્રમમાં બુધવારે (3 જૂન) પાર્ટીના નવા નીમાયેલા ત્રણ પ્રવક્તાઓએ એક પ્રેસ કૉન્ફરન્સ પણ કરી. આ બધામાં મૂળ વાત એ છે કે કોકરોચ જનતા પાર્ટીના માણસોએ આ પ્રદર્શન માટે પોલીસ પાસેથી કોઈ પરવાનગી મેળવી નથી કે તેમને જાણ કરી નથી.
ઑપઇન્ડિયાએ દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે પોલીસને કોકરોચ જનતા પાર્ટી કે અન્ય કોઈ તરફથી 6 જૂને જંતર-મંતર મેદાન પર પ્રદર્શન કરવા માટે પરવાનગી માગતી કોઈ અરજી મળી નથી. જાહેર સ્થળોએ પ્રદર્શનો કરવા માટે અને ખાસ કરીને રાજધાનીમાં આવાં પ્રદર્શનો કરવા માટે પોલીસની પરવાનગી જોઈએ એ વાત નવી નથી અને એવું પણ નથી કે કોકરોચ જનતા પાર્ટીના માણસો આ હકીકત જાણતા નથી.
એક હકીકત એ પણ છે કે દિલ્હી પોલીસે પહેલેથી કહી રાખ્યું છે કે જંતર-મંતર પર આવા કોઈ પણ પ્રદર્શનના ઓછામાં ઓછા 7 દિવસ પહેલાં પોલીસને લેખિતમાં જાણ કરવી પડે છે. આ જાણતા હોવા છતાં કોકરોચ જનતા પાર્ટીએ પોલીસની પરવાનગી ન લીધી અને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યા તો વાહિયાત દલીલો પર ઉતરી આવ્યા.
બુધવારની પ્રેસ કૉન્ફરન્સ પછી પાર્ટીના પ્રવક્તા બની બેઠેલા પ્રોપગેન્ડાબાજ પત્રકાર સૌરવ દાસને એક વાતચીતમાં પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે પોતે સ્વીકાર્યું કે પાર્ટીએ પ્રદર્શન માટે કોઈ પરવાનગી લીધી નથી. વળી તે કહે છે કે પાર્ટી 6 જૂનની સવારે જઈને પોલીસની પરવાનગી મેળવશે અને ત્યારબાદ જંતર-મંતર પર જઈને પ્રદર્શન કરશે. દાસ કહે છે કે સવારે 8 વાગ્યે અભિજિત દીપકે એરપોર્ટ પર આવશે, ત્યાંથી તેઓ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ મથકે જશે, ત્યાં પ્રદર્શન માટે પરવાનગી માગશે અને ત્યાંથી જંતર-મંતર પર જઈને પ્રદર્શન કરશે.
Question- Why doesn't CJP take Police Permission before when that's the Rule?
— Ankur Singh (@AnkurSingh) June 4, 2026
Saurav Dass- Do you think Police will give us permission?
Question- Then why go to Police for permission on 6th June?
Saurav Dass- Because we believe police will give us permission.
These CJP… pic.twitter.com/Em7ylnA4jE
વાતચીતમાં સૌરવને પત્રકારે અગાઉથી પરવાનગી લેવી પડે છે તેવી હકીકત જણાવી ત્યારે તે અવળી વાતોએ ચડી ગયો અને હાસ્યાસ્પદ દલીલ કરતાં કહ્યું, “તમને લાગે છે કે પોલીસ અમને પરવાનગી આપશે?” ટૂંકમાં તેમણે પહેલેથી જ ધારી લીધું છે. ત્યારબાદ પત્રકાર તેને એક વાજબી પ્રશ્ન કરે છે કે તો પછી 6 જૂનની સવારે પણ પરવાનગી લેવા જવાની શું જરૂર છે? અહીં સૌરવ ફેરવી તોળે છે અને સુફિયાણી વાતો કરીને કહે છે કે, “મને લાગે છે કે દિલ્હી પોલીસ પણ સહયોગ આપશે કારણ કે યુવાનોના આક્રોશથી તેઓ પણ વાકેફ છે.”
અહીં સૌરવ દાસ એવી પણ દલીલ આપતો સંભળાય છે કે એક ચિહ્નિત કરેલી પ્રોટેસ્ટ સાઇટ પર પ્રદર્શન કરવા માટે પોલીસની પરવાનગીની શું જરૂર છે કે અગાઉથી જણાવવાની શું જરૂર છે? મજાની વાત એ છે કે આ જમાત બંધારણની વાતો કરતી ફરે છે પણ નિયમપાલનની વાત આવે ત્યાં આવી દલીલો લઈને દોડી આવે છે.
આવી જ વાતો પાર્ટીનો સ્થાપક અભિજિત દીપકે કરી રહ્યો છે. દીપકેએ હમણાં યુટ્યુબ પત્રકાર અજીત અંજુમને એક ઇન્ટરવ્યુ આપ્યો, જેમાં તે કહે છે કે દિલ્હી લેન્ડ થયા બાદ તે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ મથકે જઈને પ્રદર્શન માટે પરવાનગી માગશે. અહીં અંજુમ તેને સમજાવે છે કે નિયમ પ્રમાણે આવું ન હોય અને પોલીસને અગાઉથી જાણ કરવી પડે છે. એ જ દિવસે કોઈ પરવાનગી ન આપે. ત્યારે અભિજિત દીપકે ‘અમે પરવાનગી મળે ત્યાં સુધી પોલીસ મથકે રાહ જોઈશું’ એમ કહેતો રહે છે.
CJP only wants to do Drama, not Protest
— Ankur Singh (@AnkurSingh) June 3, 2026
Anjum- Have you taken Police Permission required to organise Protest?
Dipke- No
Anjum- it's procedure to obtain prior permission and give undertaking of how many people will be there, timing of protest, etc.
Dipke- I will go to Police… pic.twitter.com/Zh2EiAMxQn
6 જૂને પોલીસ નિયમ સમજાવશે ત્યારે ડ્રામા શરૂ કરી દેવાશે!
આ ઘટનાક્રમોથી એ વાત સ્પષ્ટ છે કે આ કોકરોચોને પ્રદર્શન કરવામાં કોઈ રસ નથી, રસ હોબાળો મચાવવામાં અને મીડિયા સામે ડ્રામા કરવામાં છે. બાકી પ્રદર્શન માટે પોલીસની પરવાનગી જોઈએ એવી તેમને ખબર ન હોય એવું નથી. તેઓ બધું જાણે છે પણ ઇરાદો કશુંક બીજો છે એ દેખીતી વાત છે.
ઈન્ટરનેટ પર જોકે લોકો જાણી ગયા છે. અત્યારથી જ આગાહીઓ થવા માંડી છે કે 6 જૂને શું થશે. દિલ્હી એરપોર્ટ પર દીપકે આવે પછી આ ઝુંડ પોલીસ મથકે જશે પણ ત્યાં નિયમો સમજાવવામાં આવશે એટલે ‘અમને મોદીની સરકાર હેઠળની દિલ્હી પોલીસે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની પરવાનગી ન આપી’ કહીને હાયતોબા મચાવવા માંડશે. મીડિયાને ઇન્ટરવ્યુ અપાશે. કૅમેરા સામે ડ્રામા થશે. વધારે અવળચંડાઈ કરવા ગયા અને પોલીસે વિખેરવા પડ્યા તો તેના વિડીયો ફેરવીને ‘તાનાશાહી’નાં રોદણાં રડશે અને આખો દહાડો કાઢી નાખશે.
કોકરોચ જનતા પાર્ટીને ફૂટેજ આપ્યા કરતા મેઈનસ્ટ્રીમ મીડિયાના પત્રકારો એ પ્રશ્ન નહીં કરે કે પોલીસ પાસેથી પરવાનગી પહેલાં કેમ લેવામાં આવી ન હતી અને કોકરોચોનો એજન્ડા આગળ વધારવા માટે આખો દિવસ મહેનત કરતા રહેશે.
જેમણે ખરેખર પ્રદર્શન કરવું હોય તેમની તૈયારીઓ પણ હોય છે. અગાઉથી પોલીસને પણ જાણ કરવામાં આવે છે. પરવાનગી ન મળે તો ફરિયાદ કરી શકાય પણ અહીં કોઈ પ્રક્રિયા જ કરવામાં આવી નથી. કારણ કે સંભવતઃ આ કથિત ક્રાંતિવીરો પણ જાણે છે કે સોશિયલ મીડિયા પર ફોલોઅર હોવા અલગ વાત છે અને પ્રદર્શન માટે ભીડ એકઠી કરવી એ અલગ વાત છે. લોકોને ગ્રાઉન્ડ પર એકઠા કરવા સરળ કામ નથી એટલે આ ગેંગે હોબાળો મચાવવા માટે આવો સરળ રસ્તો શોધી કાઢ્યો છે. તેઓ પણ જાણે છે કે તેમણે પ્રદર્શન કરવાનું નથી, તેઓ પ્રદર્શન કરવા માગતા પણ નથી. ડ્રામા કરવા માગે છે, એ કરશે.


