ચોથી મેના રોજ ભારતીય જનતા પાર્ટીએ બંગાળમાં મમતા બેનર્જીની TMCને તેના ગઢમાં પરાસ્ત કરીને ઇતિહાસ રચી દીધો. ભાજપને 294ની વિધાનસભામાં 207 બેઠકો મળી છે. દોઢ દાયકો સત્તામાં રહેલી TMC માત્ર 80માં સમેટાઈ ગઈ. ભાજપની ભવ્ય જીત અને TMCની કારમી હાર બાદ સોશિયલ મીડિયા પર ઈકોસિસ્ટમના યુઝઅલ સસપેક્ટો રડારોળ કાળા માંડ્યા છે અને સીધી કે આડકતરી રીતે ચૂંટણી પંચ અને વિધાનસભા ચૂંટણી પહેલાં થયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ડ્રાઇવને દોષી ઠેરવવાના પ્રયાસ થઈ રહ્યા છે.
જોકે આંકડા જોઈએ તો જણાય છે કે આ માત્ર રડારોળ છે અને તેમની વાતોમાં કે દલીલોમાં હકીકત કશું જ નથી. કારણ કે SIR બાદ જે 20 વિધાનસભા બેઠકોમાં સૌથી વધુ મત કપાયા હતા, તેમાંથી 13 પર મમતા બેનર્જીની TMC જીતી છે, જ્યારે ભાજપને 6 અને કોંગ્રેસને એક સીટ મળી છે.
આ આંકડા સોશિયલ મીડિયા પર ચાલતા નરેટિવથી તદ્દન વિપરીત છે, જેમાં TMCના પરાજયનો દોષ ચૂંટણી પંચને આપવામાં આવી રહ્યો છે.
આ નરેટિવને ટોચના સ્તરેથી હવા આપવામાં આવી રહી છે. પરાજય બાદ મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભાજપે 100 બેઠકો ચોરી કરી લીધી છે. રાહુલ ગાંધીએ પણ આવી જ વાતો કરી અને આ દાવાને સમર્થન આપતી પોસ્ટ કરીને ચૂંટણી પંચને ટાર્ગેટ કર્યું. ઇકોસિસ્ટમના અમુક માનીતા પત્રકારો પણ આ નેતાઓની પાછળ જોડાઈ ગયા છે.
Assam and Bengal are clear cases of the election being stolen by the BJP with the support of the EC.
— Rahul Gandhi (@RahulGandhi) May 4, 2026
We agree with Mamata ji. More than 100 seats were stolen in Bengal.
We have seen this playbook before:
Madhya Pradesh.
Haryana.
Maharashtra.
Lok Sabha 2024 etc
चुनाव चोरी,…
પરંતુ ડેટા જોઈએ તો SIR બાદ 20 બેઠકો એવી હતી જ્યાં સૌથી વધુ મત ડિલીટ થયા હતા. જેમાં સમાવેશિત બેઠકો છે– સમશેરગંજ, લાલગોલા, ભગવાનગોલા, રઘુનાથગંજ, મેટિયાબુર્ઝ, સુતી, મોતાબારી, ગોલપોખર, માલતીપુર, ચોપડા, સુજાપુર, રાજરહાટ ન્યૂ ટાઉન અને બસીરહાટ ઉત્તર. આ તમામ બેઠકો TMCએ જીતી છે. ભાજપને જંગીપુર, રતુઆ, કરનદીઘી, કેતુગ્રામ, મણીકચક અને મોન્ટેશ્વર બેઠકો મળી છે.
SIRમાં વોટ કપાવાના કારણે TMCને આ ચૂંટણીમાં નુકસાન થયું અને ભાજપને ફાયદો થયો એ પ્રોપગેન્ડા અહીં જ તૂટી પડે છે.
વધુ આંકડા જોઈએ તો, 5000થી વધુ મત કપાયા એવી કુલ 187 બેઠકો હતી, જેમાંથી ભાજપ 119 અને TMC 65 જીતી છે. કોંગ્રેસને 2 અને AJUPને 1 બેઠક મળી છે.
આ 187 બેઠકોમાંથી 47 બેઠકો એવી હતી જ્યાં જીતના માર્જિન કે લીડથી ડિલીટ થયેલા વોટની સંખ્યા વધુ હતી. BJPએ જીતેલી 119 બેઠકોમાંથી 28 પર ડિલીટ થયેલા વોટ માર્જિનથી વધુ હતા. આમાંથી 26 બેઠકો 2021માં TMC જીતી હતી. જ્યારે TMCએ જે 65 સીટ જીતી છે, તેમાંથી 18 સીટ એવી છે જ્યાં ડિલીટ થયેલા વોટની સંખ્યા માર્જિનથી વધુ છે.
બંગાળમાં કઈ રીતે થઈ હતી SIR પ્રક્રિયા?
SIR એ સામાન્ય મતદાર યાદી સુધારણા કરતાં અલગ પ્રક્રિયા છે. જેમાં નોંધાયેલા મતદારોએ ફરી એક વખત ફોર્મ ભરીને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે દસ્તાવેજો બતાવવા પડે છે. ગત વર્ષે જૂનમાં બિહારથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બંગાળ-ગુજરાત સહિત 9 રાજ્યોમાં પણ SIR થઈ.
બંગાળમાં અંતિમ મતદાર યાદી પ્રકાશિત થયા બાદ 60.06 લાખ મતદારોને એજ્યુડિકેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. આ કેસો ચકાસ્યા બાદ 27.16 લાખ વોટ ડિલીટ થયા હતા. તેમની અપીલ હાલ ટ્રિબ્યુનલો સમક્ષ છે.
બંગાળ ચૂંટણીનાં પરિણામો બાદ વિપક્ષી નેતાઓ, પ્રોપગેન્ડાબાજ પત્રકારો અને અન્ય અમુક કથિત એક્ટિવિસ્ટો અને કોમેન્ટેટરો એવું ચિત્ર સર્જવાના પ્રયાસ કરી રહ્યા છે કે TMCના પરાજય પાછળ SIR જવાબદાર છે. પરંતુ ડેટા જોઈએ તો સમજાય છે કે હકીકત આ નથી. જો SIRમાં મત ડિલીટ થવું એકમાત્ર કારણ હોત તો TMC 20માંથી 13 સીટ ન જીતી હોત, જ્યાં વોટ સૌથી વધુ પ્રમાણમાં ડિલીટ થયા હતા.


