હોમપેજગુજરાત'ઈસાઈ સ્ટાફને પ્રાથમિકતા, હિંદુઓ સાથે પક્ષપાત, તહેવારો પર રોક અને ધર્માંતરણની પ્રવૃત્તિઓ':...

‘ઈસાઈ સ્ટાફને પ્રાથમિકતા, હિંદુઓ સાથે પક્ષપાત, તહેવારો પર રોક અને ધર્માંતરણની પ્રવૃત્તિઓ’: ગાંધીનગરની PDEUના DG પર આરોપો લગાવતો પત્ર વાયરલ

આરોપો સામે આવ્યા બાદ યુનિવર્સિટી પ્રશાસન તરફથી સ્પષ્ટીકરણની માંગ ઉઠી રહી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે યુનિવર્સિટીએ આ દાવાઓ પર સ્પષ્ટ નિવેદન જાહેર કરવું જોઈએ અને જો જરૂરી હોય તો સ્વતંત્ર તપાસ કરાવવી જોઈએ.

- Advertisement -

ગાંધીનગરની પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) હાલ વિવાદનું કેન્દ્ર બની રહી છે. યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ (DG) ડૉ. સુંદર મનોહરન મિશનરી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો અને યુનિવર્સિટીમાં પણ તેનો પ્રભાવ વધારવાનો આરોપ છે. આરોપ એવા પણ છે કે પરિસરમાં હિંદુ ગુજરાતી અધ્યાપકો અને વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવીને ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલે છે. આ સંદર્ભે સોશિયલ મીડિયા પર એક લેટર પણ વાયરલ થઈ રહ્યો છે.

લેટરમાં આરોપ લગાવવામાં આવ્યા છે કે ડૉ. મનોહરનના નેતૃત્વમાં યુનિવર્સિટીમાં ખ્રિસ્તી ફેકલ્ટી અને સ્ટાફની સંખ્યામાં પાંચ ગણો વધારો થઈ ચૂક્યો છે અને હિંદુઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વધુમાં હિંદુ તહેવારોને પણ અવગણવામાં આવી રહ્યા છે અને સંસ્થાની હિંદુ લેગસીને પણ જાણીજોઈને ખતમ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.

ગુજરાત સરકારના એનર્જી વિભાગ હેઠળ ચાલતી આ સંસ્થા ભારતના ઊર્જા ક્ષેત્રમાં સારું કામ કરી રહી છે, પરંતુ હવે અહીં એક DGના કારણે હિંદુ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય મૂલ્યો પર હુમલો થઈ રહ્યો હોવાના આરોપો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ આરોપોને લઈને ખાસ્સી ચર્ચા પણ ચાલી રહી છે અને ઘણા લોકો આ મામલાની તપાસની માંગ કરી રહ્યા છે.

- Advertisement -

ડાયરેક્ટર જનરલ પર મિશનરી સંબંધોનો આરોપ

ડૉ. સુંદર મનોહરનને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ એક સક્રિય ઈસાઈ મિશનરી છે. ગાંધીનગર અને અમદાવાદની વિવિધ ચર્ચો અને ઘરોમાં તેઓ પ્રાર્થના સભાઓમાં ખ્રિસ્તી ઉપદેશક તરીકે કાર્ય કરે છે. DGના નેતૃત્વમાં યુનિવર્સિટીમાં ઈસાઈ ફેકલ્ટી અને સ્ટાફને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પોલ નવીન, એની રોયસન, વિનોદ વર્ગીઝ, સુસાન જ્યોર્જ, આર્યા સી.એસ., ગિફ્ટન સેનાપતિ, શિજી જ્હોન, લીના સંતોષ, માર્ટિન સિલુવાઈ અને તેમની પત્ની મેરી હેપ્ઝિબાહ જેવા ઈસાઈ અધ્યાપકો અને સ્ટાફને વિશેષ સુવિધાઓ આપવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ છે.

આરોપ એવો પણ છે કે DGની પીએ શિજી જ્હોનને અનુચિત રીતે મેનેજર પદે પ્રમોશન આપી દેવાયું છે. સુશીલા રાઠોડ જે ધર્માંતરિત ઈસાઈ હતી, તેને અન્યોના રિટાયરમેન્ટ પછી લેબ આસિસ્ટન્ટ તરીકે પ્રમોશન અપાયું છે. એની રોયસન અને મેરી હેપ્ઝિબાહને પ્રકાશન વગર જ PhD ગાઈડશિપ આપવામાં આવી, જ્યારે અન્ય અધ્યાપકોને આ તકથી વંચિત રાખવામાં આવ્યા છે. એવું પણ કહેવાયું છે કે DG ઈસાઈ વિદ્યાર્થીઓને PhD માટે લાવે છે અને તેમને અવરજવર માટે અનિવાર્ય પરવાનગી પણ આપે છે.

એવા પણ આરોપ છે કે કેટલીક ખ્રિસ્તી ફેકલ્ટીને નિર્ધારિત પાત્રતા શરતો વગર જ PhD ગાઈડશિપ આપવામાં આવી, જ્યારે અન્યને એ સુવિધા નથી અપાઈ. કેટલાક કેસમાં પાંચ વર્ષની અનિવાર્ય સેવા અવધિ પૂર્ણ થયા વગર જ ‘લીવ’ (લિયન) મંજૂર કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે ઈસાઈ વિઝિટિંગ ફેકલ્ટીને પરંપરાગત પ્રક્રિયા વગર જ એડ-હોક પદો પર નિમણૂક આપવામાં આવી. એ આરોપ પણ સમાવિષ્ટ છે કે યુનિવર્સિટીમાં કેટલાક ખ્રિસ્તી સમૂહોને વિશેષ પ્રોત્સાહન મળી રહ્યું છે, જ્યારે અન્ય ફેકલ્ટી, ખાસ કરીને સ્થાનિક હિંદુ પૃષ્ઠભૂમિના શિક્ષકોને અવગણવામાં આવી રહ્યા છે. 

હાલમાં યુનિવર્સિટીમાં ખ્રિસ્તી સ્ટાફ અને ફેકલ્ટીની સંખ્યા પાંચ ગણી વધી ગઈ છે. હિંદુ ગુજરાતી અધ્યાપકોને અવગણવા અને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આરોપ છે. ઉપરાંત એવો પણ આરોપ છે કે અમદાવાદ અને ગાંધીનગરના અન્ય ચર્ચના પાદરીઓ પણ PDEU કેમ્પસમાં કલાકો સુધી આવીને રહે છે. પહેલાં ઇન્ટરવ્યુમાં ધર્મ કે ઓળખ વિશે કોઈ સવાલ પૂછવામાં આવતો ન હતો, પરંતુ હવે ધર્મ પૂછવામાં આવે છે અને ઈસાઈ પંથના અરજદારોને પ્રક્રિયા પહેલાં જ બોલાવીને આશ્વાસન સુદ્ધાં આપી દેવામાં આવે છે.

દિવાળીની રજાઓમાં ઘટાડો, અન્ય પણ ઘણા આરોપ

PDEUમાં સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા હોવાના આરોપ છે. ડૉ. સુંદર મનોહરનના આવ્યા પછી દિવાળીની રજાઓ ઘટાડી દેવામાં આવી છે. પહેલાં દિવાળી પર 10 દિવસની રજા હતી, જ્યારે હવે તે ઘટાડીને ઓછી કરવામાં આવી છે અને શનિવારને કાર્યદિવસ બનાવીને તેની પણ ભરપાઈ કરવામાં આવે છે. બીજી તરફ ક્રિસમસ પર આખું અઠવાડિયુ રજા આપી દેવાઈ છે અને ‘સિક્રેટ સાંતા’ના નામે ખાસ સમારોહનું આયોજન પણ કરવામાં આવે છે અને તેના માટે અલાયદું બજેટ પણ ફાળવવામાં આવે છે.

આરોપ છે કે સંસ્થાની સ્થાપના સમયથી ચાલતી ‘અગ્નિ સ્તુતિ’ને સંસ્થાના આધિકારિક વિડીયોમાંથી હટાવી દેવામાં આવી છે. આ સ્તુતિ સંસ્કૃતમાં હતી અને ઋગ્વેદમાંથી લેવામાં આવેલી હતી, ઉપરાંત આ સ્તુતિ વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રેરિત હતી. એવું પણ કહેવાયું છે કે સંસ્થામાં ગણેશ વંદના અને સરસ્વતી વંદના પણ બંધ કરી દેવામાં આવી છે. નવરાત્રિ, દશેરા અને પતંગોત્સવના બજેટમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે. આરોપ છે કે DG નવરાત્રિ અને આરતીમાં ભાગ લેતા નથી અને મહત્વના કાર્યક્રમોમાં તેઓ દીપ પ્રજ્વલિત પણ કરતા નથી.

ઑપરેશન સિંદૂર-કારગિલ વિજય દિવસની ઉજવણી પર પણ વાંધો

રાષ્ટ્રીય ગૌરવના કાર્યક્રમોમાં પણ DGના વલણે ઘણા અધ્યાપકોને હતાશ કર્યા છે. એવી વાતો પણ સામે આવી છે કે ઑપરેશન સિંદૂરની ઉપલબ્ધિ પછી વિદ્યાર્થીઓ તેની ઉજવણી કરવા ગયા તો DGએ તેમને રોક્યા હતા. ઉપરાંત યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વિદ્યાર્થીઓને કારગિલ દિવસ અને ઑપરેશન સિંદૂરના સમારોહ મનાવવાની પરવાનગી પણ આપી નહોતી.

અન્ય વ્યક્તિગત આરોપ પણ લગાવવામાં આવ્યા છે કે સ્વતંત્રતા દિવસ અને ડિગ્રી સમારોહમાં તમામ પ્રોટોકોલ તોડીને DGએ તેમની પત્નીને NCC સેલ્યુટ લેવા અને ભાષણ આપવા કહ્યું હતું. સૌથી ગંભીર આક્ષેપ એ છે કે કોઈ અધ્યાપક, સ્ટાફ કે વિદ્યાર્થી DG પાસે આશીર્વાદ લેવા જાય તો તેઓ તેમને રવિવારે ચર્ચમાં બોલાવે છે અને ‘બેપ્તિસ્મા’ (બપ્તિસ્મા) વિશે વાત કરે છે, અહીંથી જ ધર્માંતરણના આરોપોને લઈને પણ સવાલ ઉઠે છે. 

આરોપો સામે આવ્યા બાદ યુનિવર્સિટી પ્રશાસન તરફથી સ્પષ્ટીકરણની માંગ ઉઠી રહી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે યુનિવર્સિટીએ આ દાવાઓ પર સ્પષ્ટ નિવેદન જાહેર કરવું જોઈએ અને જો જરૂરી હોય તો સ્વતંત્ર તપાસ કરાવવી જોઈએ. ઑપઇન્ડિયા દ્વારા યુનિવર્સિટીનો ઈમેઈલ દ્વારા સ્પષ્ટીકરણ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ આ લેખના પ્રકાશન સુધી કોઈ સત્તાવાર જવાબ મળ્યો નથી. પ્રત્યુત્તર મળ્યે લેખને અપડેટ કરી દેવામાં આવશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં