હોમપેજક્રાઈમટાર્ગેટ પર હિંદુ યુવતીઓ, ઝાકિર નાઇકથી લઈને દિલ્હી બ્લાસ્ટ સુધી કનેક્શન: KGMUના...

ટાર્ગેટ પર હિંદુ યુવતીઓ, ઝાકિર નાઇકથી લઈને દિલ્હી બ્લાસ્ટ સુધી કનેક્શન: KGMUના લવ જેહાદી રમીઝ વિશે હમણાં સુધી શું-શું ઘટસ્ફોટ થયા

આક્ષેપ છે કે છેલ્લા 10-15 વર્ષથી સપા અને બસપાના શાસનકાળ દરમિયાન KGMU ધર્માંતરણનો મુખ્ય અડ્ડો બની ગયો હતો. તે સમયે આસપાસની મસ્જિદોમાંથી મૌલાનાઓની કેમ્પસમાં મુક્તપણે અવરજવર રહેતી હતી. યોગી સરકાર આવ્યા બાદ આ પ્રવૃત્તિઓ પર લગામ લાગી હતી.

- Advertisement -

લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU) હાલમાં ભારે વિવાદોમાં છે. અહીં ડૉક્ટરોની એક એવી ગેંગનો પર્દાફાશ થયો છે, જે હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમને નિકાહ કરવા અને ઇસ્લામ કબૂલ કરવા માટે દબાણ કરતી હતી. આ જેહાદી ગેંગનો મુખ્ય હેતુ યુવતીઓના અશ્લીલ ફોટા અને વિડીયો બનાવી તેના આધારે બ્લેકમેલ કરી, નકલી નિકાહનામું બનાવી નિકાહ કરવાનો હતો.

તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે KGMUમાં સક્રિય આ ડૉક્ટરોને એક મૌલાના દ્વારા હિંદુ મહિલા ડૉક્ટરોને ટાર્ગેટ કરવાની સૂચના મળતી હતી અને દરેક હિંદુ મહિલાનાં ધર્માંતરણ માટે અલગ-અલગ ‘રેટ’ નક્કી કરવામાં આવ્યા હતા.

આ મામલો 17 ડિસેમ્બર 2025ના રોજ પ્રકાશમાં આવ્યો જ્યારે એક હિંદુ મહિલા ડૉક્ટરે ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પીડિત મહિલા ડૉક્ટરે પેથોલોજી વિભાગના તેના સિનિયર ડૉ. રમીઝ મલિક પર નિકાહ કરવા અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે જણાવ્યું કે તેને શારીરિક અને માનસિક રીતે અત્યંત પ્રતાડિત કરવામાં આવી હતી.

- Advertisement -

પીડિતાના પિતાએ મુખ્યમંત્રી અને રાજ્ય મહિલા આયોગને ફરિયાદ કરી હતી. આ મામલે રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ બબિતા ચૌહાણ અને ઉપાધ્યક્ષ અપર્ણા યાદવે સક્રિયતા દાખવી કુલપતિ સાથે મુલાકાત કરી હતી. મહિલા આયોગના મતે આ કોઈ એક વ્યક્તિનું કૃત્ય નથી પરંતુ ધર્માંતરણ માટે કામ કરતી આખી ગેંગ છે, જેને જલ્દી જ ઉઘાડી પાડવામાં આવશે.

અશ્લીલ વિડીયો દ્વારા બ્લેકમેલિંગ અને બળાત્કાર

પીડિત મહિલા ડૉક્ટરે પોતાની વ્યથા જણાવતા કહ્યું કે આરોપી ડૉ. રમીઝુદ્દીન મલિક ઉર્ફે રમીઝ મલિકે લગ્નની લાલચ આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે પીડિતા ગર્ભવતી થઈ, ત્યારે આરોપીએ તેને દવા ખવડાવીને જબરદસ્તીથી ગર્ભપાત કરાવ્યો હતો.

ઑક્ટોબર 2025માં જ્યારે પીડિતાએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે આરોપીએ શરત મૂકી કે તેણે પહેલાં ઇસ્લામ કબૂલ કરવો પડશે. પીડિતાએ જ્યારે આરોપીથી અંતર રાખવાનું શરૂ કર્યું ત્યારે ડૉ. રમીઝે તેના અશ્લીલ વિડીયો બતાવીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તેણે ધમકી આપી હતી કે, “જો તું ધર્મ પરિવર્તન નહીં કરે, તો હું આ વિડીયો વાયરલ કરી દઈશ અને તું ક્યાંય લગ્ન કરવા લાયક નહીં રહે.”

પીડિતાએ આરોપીની પહેલી પત્ની માનસી સક્સેના વિશે પણ મોટો ખુલાસો કર્યો હતો. પીડિતા સપ્ટેમ્બર 2024માં માનસીને મળી હતી. માનસીનું પણ આ જ રીતે ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની સાથે નિકાહ કરવામાં આવ્યા હતા. આ મામલે તપાસ હજુ ચાલુ છે અને મહિલા આયોગ આ પૂરા નેટવર્કને પકડવા માટે કડક કાર્યવાહી કરી રહ્યું છે.

સીએમ યોગી દ્વારા કડક કાર્યવાહીનો ભરોસો

પીડિત મહિલા ડૉક્ટરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરીને તેમને પોતાની સાથે બનેલી તમામ ઘટનાની વિગતવાર જાણકારી આપી હતી. મુખ્યમંત્રીએ પીડિતાને આશ્વાસન આપ્યું હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તપાસમાં જે કોઈ પણ વ્યક્તિ સામેલ હશે, તે તમામ પર સમાન રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ મુદ્દે મહિલા આયોગે પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.

તપાસ શરૂ થયા બાદ KGMU પ્રશાસને ડૉ. રમીઝ મલિકને સસ્પેન્ડ કરી દીધો હતો. કોલેજની તપાસ દરમિયાન તે પોતાને નિર્દોષ ગણાવતો રહ્યો, પરંતુ પોલીસની પકડ મજબૂત થતા જ તે ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે પહેલા ₹25,000 અને ત્યારબાદ તેને વધારીને ₹50,000નું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

રમીઝુદ્દીન વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ (NBW) જાહેર કરવામાં આવ્યું હતું. 7 જાન્યુઆરી 2026ના રોજ પીલીભીત સ્થિત તેના પૈતૃક નિવાસસ્થાને જપ્તીની (કુર્કી) નોટિસ પણ ચોંટાડવામાં આવી હતી. આખરે 9 જાન્યુઆરી 2026ના રોજ પોલીસે આરોપી ડૉ. રમીઝ મલિકની ધરપકડ કરી લીધી હતી. તે કોર્ટમાં આત્મસમર્પણ (સરન્ડર) કરવાની પેરવીમાં હતો ત્યારે જ પોલીસે તેને દબોચી લીધો હતો.

ડૉ. રમીઝનો અબ્બા સલીમુદ્દીન પણ નીકળ્યો જેહાદી

પીડિતાની ફરિયાદના આધારે લખનૌ પોલીસે 5 જાન્યુઆરી 2026ના રોજ ડૉક્ટર રમીઝુદ્દીન મલિકના અબ્બા સલીમુદ્દીન અને અમ્મી ખતીજાની ઠાકુરગંજ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે સલીમુદ્દીન પોતે પણ આ જ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ હતો.

સલીમુદ્દીને અલગ-અલગ રાજ્યો જેવા કે જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની 4 હિંદુ મહિલાઓને ફસાવીને તેમની સાથે નિકાહ કર્યા હતા અને તેમનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. સલીમુદ્દીન સાથે જેની ધરપકડ કરવામાં આવી છે તે તેની બીવી ખતીજા પણ પહેલા હિંદુ હતી. આરોપી ડૉ. રમીઝ મલિક સલીમુદ્દીનની પહેલી બીવીનો પુત્ર છે, જે પંજાબી હતી. સલીમુદ્દીન ઉત્તરાખંડના ખટીમામાં હોમિયોપેથિક ક્લિનિક ચલાવતો હતો. તે સારવારના બહાને મહિલાઓ સાથે નિકટતા વધારવાનો પ્રયત્ન કરતો હતો.

સલીમુદ્દીન પીલીભીતના એક કાઝીના સંપર્કમાં હતો અને દેવબંદમાં તેની સતત અવરજવર હતી. તેના પરિવારમાં મજહબી કટ્ટરતા એટલી હદે વધી ગઈ હતી કે તેણે પોતાના પુત્ર રમીઝુદ્દીનમાં પણ હિંદુઓ પ્રત્યે નફરત ભરી દીધી હતી. રમીઝુદ્દીન ભણવામાં તેજસ્વી હતો અને 2012માં તેની પસંદગી આગ્રા મેડિકલ કોલેજમાં થઈ હતી, પરંતુ તે તેના અબ્બા અને કાઝીના કટ્ટરપંથી વિચારોના પ્રભાવ હેઠળ હતો.

આગ્રા મેડિકલ કોલેજમાં ‘ઇસ્લામિક મેડિકોઝ મીટ’ અને કટ્ટરપંથી નેટવર્ક

વર્ષ 2012માં જ્યારે રમીઝ મલિકે આગ્રાની એસ.એન. મેડિકલ કોલેજમાં MBBSમાં પ્રવેશ લીધો, ત્યારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકારના શાસન દરમિયાન કટ્ટરપંથી વિચારધારા ધરાવતા લોકો સક્રિય થયા હતા. આગ્રા મેડિકલ કોલેજમાં ‘ઈસ્લામિક મેડિકોઝ મીટ’ નામે બેઠકો યોજાતી હતી, જેમાં મૌલાનાઓ અને સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર મુસ્લિમ વિદ્યાર્થીઓને હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં કેવી રીતે ફસાવવી તેની તાલીમ આપતા હતા.

આ કટ્ટરપંથીઓ ‘ઈસ્લામિક મેડિકોઝ’ નામના વોટ્સએપ ગ્રુપ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. આ કોલેજમાં અનેક મુસ્લિમ ડૉક્ટરોએ હિંદુ યુવતીઓને ફસાવી તેમનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. રમીઝના 4-5 નજીકના મિત્રો પણ આ જ વિચારધારા સાથે કામ કરી રહ્યા હતા.

તપાસમાં બહાર આવ્યું છે કે KGMU અને આગ્રાના જૂથો એકબીજા સાથે જોડાયેલા હતા. બસ્તી મેડિકલ કોલેજ અને બુલંદશહેર મેડિકલ કોલેજમાં પણ આવી પ્રવૃત્તિઓ જોવા મળી હતી. બુલંદશહેરમાં તો એક HOD મેડિકલ સાયન્સ ભણાવતી વખતે હદીસના ઉદાહરણો આપતા હોવાનો ગંભીર આરોપ લાગ્યો હતો.

ડૉ. ભૂપેન્દ્રના જણાવ્યા અનુસાર 2011-12ના સમયગાળામાં આ ગેંગ અત્યંત સક્રિય બની હતી. સિનિયર બનેલા વિદ્યાર્થીઓ પોતે જ મજહબી ભાષણ (તકરીર) આપવા લાગ્યા હતા. આગ્રા મેડિકલ કોલેજમાં મુસ્લિમ ડૉક્ટરો અને હિંદુ યુવતીઓના નિકાહની એક ચોક્કસ ‘પેટર્ન’ પણ સામે આવી હતી. રમીઝનો એક મિત્ર છેલ્લા એક વર્ષથી KGMUમાં આવી જ શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું પણ સામે આવ્યું છે.

15 યુવતીઓ પર ધર્માંતરણનું દબાણ અને 50થી વધુ ફોટા

પોલીસે જ્યારે ડૉ. રમીઝુદ્દીન મલિકના મોબાઈલની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે તે અંદાજે 15 હિંદુ યુવતીઓના સંપર્કમાં હતો અને તેમના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો હતો. તેના નિશાના પર માત્ર વિદ્યાર્થિનીઓ જ નહીં, પરંતુ મહિલા પ્રોફેસરો પણ હતી. આ યુવતીઓ આગ્રા, નોઈડા અને અન્ય જિલ્લાઓની રહેવાસી હતી, જે દર્શાવે છે કે તેનું નેટવર્ક માત્ર લખનૌ પૂરતું મર્યાદિત નહોતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રમીઝે KGMUની એક મહિલા પ્રોફેસરને પણ પોતાની જાળમાં ફસાવી હતી. નોઈડામાં કામ કરતી એક યુવતીએ પોલીસને જણાવ્યું કે 2012માં રમીઝુદ્દીને તેને નશીલી દવા પીવડાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેનો વિડીયો બનાવી લીધો હતો. આ વિડીયોના આધારે તે સતત તેને બ્લેકમેલ કરીને શોષણ કરતો હતો.

આગ્રાની એક હિંદુ મહિલા ડૉક્ટરે પણ રમીઝ પર જબરદસ્તીથી ધર્માંતરણ કરાવવાનો અને છેતરપિંડીથી નિકાહ કરવાનો આરોપ લગાવ્યો છે. તપાસમાં બહાર આવ્યું કે રમીઝે એક નકલી નિકાહનામું તૈયાર કરાવીને લાંબા સમય સુધી આ મહિલા ડૉક્ટરનું યૌન શોષણ કર્યું હતું.

પીલીભીતના કાઝી ઝાહિદ હસન રાનાએ આ નિકાહ કરાવ્યા હતા અને શારિક નામનો યુવક તેમાં સાક્ષી બન્યો હતો. આ નિકાહનામું એટલા માટે નકલી છે કારણ કે નિકાહ વખતે રમીઝ કે પેલી હિંદુ મહિલા ડૉક્ટર પીલીભીત ગયા જ નહોતા. માત્ર કાગળ પર જ નિકાહનામું તૈયાર કરી લેવામાં આવ્યું હતું.

ડૉ. રમીઝના મોબાઈલ અને લેપટોપમાંથી ખુલેલા રહસ્યો

પોલીસ તપાસ દરમિયાન આરોપી ડૉ. રમીઝનો મોબાઈલ ફોન અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. તેણે પકડાય તે પહેલાં મોબાઈલમાંથી અનેક ચેટ્સ અને કોન્ટેક્ટ નંબર ડિલીટ કરી દીધાં હતાં, જેને ફોરેન્સિક ટીમની મદદથી રિકવર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર રમીઝે તેના ડિજિટલ ડિવાઈસમાં ‘જન્નત’ નામનું એક સ્પેશિયલ ફોલ્ડર બનાવ્યું હતું.

આ ફોલ્ડરમાં તે હિંદુ યુવતીઓનો ડેટા, વાંધાજનક વિડીયો અને તેમના મોબાઈલ નંબર સાચવીને રાખતો હતો. તેણે છેલ્લા 13 વર્ષથી પોતાની આ પ્રવૃત્તિઓનો ડિજિટલ રેકોર્ડ જાળવી રહ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું છે કે રમીઝ જેવો કોઈ હિંદુ યુવતીના સંપર્કમાં આવતો, તરત જ તેની તમામ વિગતો અને ફોટા તૈયાર કરી પોતાના ફોલ્ડરમાં સેવ કરી લેતો હતો.

તેના લેપટોપમાંથી 50થી વધુ યુવતીઓના વિડીયો, અશ્લીલ સામગ્રી અને અનેક શંકાસ્પદ સંપર્કોની માહિતી મળી છે. તેણે પૂછપરછમાં તેના કેટલાક મદદગારોના નામ પણ આપ્યા છે, જેની હવે પોલીસ તપાસ કરી રહી છે. લેપટોપના એક અલગ ફોલ્ડરમાં કથિત રીતે કૉલ-ગર્લ્સના નામ અને નંબરનો ડેટા પણ મળી આવ્યો છે.

પોલીસના મતે આ કૉલ-ગર્લ્સનો ઉપયોગ તે મુસ્લિમ યુવકોને પોતાના ધર્માંતરણ રેકેટમાં જોડવા અને ફસાવવા માટે કરતો હતો. રમીઝનું વર્ચસ્વ KGMUના મેડિકોઝ ગ્રુપ અને વિદ્યાર્થીઓ સુધી હતું, જેનો ઉપયોગ તે પોતાનું નેટવર્ક ફેલાવવા માટે કરતો હતો. જોકે, આગ્રાના ડૉ. પરવેઝ સાથેના સંબંધો અંગે તેણે હજુ સુધી મૌન ધારણ કરી રાખ્યું છે.

15 લાખની ‘લાલચ’ અને ધર્માંતરણનું નેટવર્ક

ધર્માંતરણની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ડૉ. રમીઝ એક વિશાળ અને વ્યવસ્થિત નેટવર્કનો ભાગ હતો. આ નેટવર્કમાં ધર્મ પરિવર્તન કરાવવા માટે ચોક્કસ ‘રેટ’ નક્કી કરવામાં આવ્યા હતા. તપાસ મુજબ જો કોઈ મેડિકો ડૉક્ટરનું ધર્માંતરણ કરાવવામાં આવે તો 15 લાખ રૂપિયા અને અન્ય સામાન્ય લોકો માટે 5 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

એવી વિગત સામે આવી છે કે ફેબ્રુઆરીમાં ડૉ. રમીઝે એક હિંદુ મહિલા ડૉક્ટર સાથે નિકાહ કર્યા હતા, જેના બદલામાં તેને 15 લાખ મળ્યા હતા. કોલ ડિટેલ્સ દ્વારા જાણવા મળ્યું છે કે તે અન્ય 15 મહિલા રેસિડેન્ટ ડૉક્ટરોના સંપર્કમાં હતો અને તેમને માનસિક રીતે પ્રભાવિત કરી ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો હતો. KGMUમાં એવી ચર્ચા છે કે આ આખું રેકેટ એક સંગઠિત ગેંગ દ્વારા ચલાવવામાં આવતું હતું જે ધર્માંતરણ માટે મોટી રકમ પૂરી પાડતી હતી.

તપાસમાં એ પણ ખુલ્યું છે કે ડૉ. રમીઝ અને આ ગેંગ સાથે જોડાયેલા અન્ય મેડિકલ સ્ટાફને અલગ-અલગ મૌલાનાઓ દ્વારા તાલીમ આપવામાં આવતી હતી. આ મૌલાનાઓ ડૉક્ટરોને ખાસ સંદેશા અને સૂચનાઓ આપતા હતા. રિપોર્ટ અનુસાર મૌલાનાઓ ડૉક્ટરોને બે હિંદુ મહિલાઓ સાથે નિકાહ કરવાનો ટાર્ગેટ આપતા હતા. આ કૃત્યને ‘શબાબ’નું (પુણ્ય) કામ ગણાવીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. આ ગ્રુપ સાથે જોડાયેલા દરેક ડૉક્ટરને આ જ પ્રકારે ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવતા હતા.

KGMU પ્રશાસનની મિલીભગતનો પર્દાફાશ

ધર્માંતરણના આ ષડયંત્રમાં ડૉ. રમીઝ મલિકને મદદ કરવાના આરોપમાં બે પ્રોફેસરોના નામ પણ સામે આવ્યા છે. કોલ રેકોર્ડ્સ મુજબ રમીઝ આ પ્રોફેસરો સાથે કલાકો સુધી વાતચીત કરતો હતો. તેમના પર એવો ગંભીર આરોપ છે કે તેમણે માત્ર રમીઝને છૂપાવવામાં મદદ જ નથી કરી, પરંતુ પીડિત મહિલા ડૉક્ટર પર કેસ દબાવી દેવા માટે દબાણ પણ કર્યું હતું.

17 ડિસેમ્બર 2025ના રોજ જ્યારે મહિલા ડૉક્ટરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, ત્યારે પેથોલોજી વિભાગના તત્કાલીન એચ.ઓ.ડી. (HoD) વાહિદ અલીને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે ઘણા દિવસો સુધી આ વાત દબાવી રાખી હતી. એવું પણ બહાર આવ્યું છે કે અગાઉ પણ રમીઝ વિરુદ્ધ અનેક ફરિયાદો મળી હતી. જોકે, KGMU પ્રશાસનના જે અધિકારીઓએ કાર્યવાહી કરવાની હતી, તેઓ રમીઝને છાવરી રહ્યા હતા અને તેને પૂરતું સંરક્ષણ પૂરું પાડતા હતા.

જ્યાં સુધી પોલીસે FIR ન નોંધી, ત્યાં સુધી KGMU પ્રશાસન મૌન ધારણ કરીને બેસી રહ્યું હતું. જ્યારે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી, ત્યારે જ પ્રશાસને રમીઝને સસ્પેન્ડ કર્યો હતો. આ ઘટનામાં બેદરકારી અને મિલીભગત સામે આવ્યા બાદ પેથોલોજી વિભાગના વડા (HoD) વાહિદ અલીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને ડૉ. રશ્મિ કુશવાહાને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.

KGMUના વધુ એક ડૉક્ટરની ધરપકડ

લખનૌ પોલીસે KGMUના ઇન્ટર્ન ડૉક્ટર મોહમ્મદ આદિલની ધરપકડ કરી છે. આરોપીએ એક વિદ્યાર્થિનીને નિકાહની લાલચ આપીને લાંબા સમય સુધી તેનું શારીરિક શોષણ કર્યું હતું અને ત્યારબાદ તેના અશ્લીલ ફોટા તથા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આદિલે વિદ્યાર્થિની સાથે મિત્રતા કરી હતી અને ત્યારબાદ નિકાહ કરવાનું વચન આપીને તેને વારંવાર પોતાના ફ્લેટ પર બોલાવતો હતો. ત્યાં તેણે વિદ્યાર્થિની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.

જ્યારે વિદ્યાર્થિનીએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે આદિલ દર વખતે વાત ટાળવા લાગ્યો હતો. તેણે ધમકી આપી હતી કે જો વિદ્યાર્થિની ફરીથી લગ્નની વાત કરશે તો તે તેના અશ્લીલ ફોટા અને વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ કરી દેશે. આદિલના ત્રાસથી કંટાળીને પીડિતાએ 29 ડિસેમ્બર 2025ના રોજ કૈસરબાગ પોલીસ સ્ટેશનમાં યૌન શોષણ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ બાદ આદિલ ફરાર થઈ ગયો હતો અને પોલીસથી બચવા માટે સતત પોતાના લોકેશન બદલી રહ્યો હતો. આખરે, 14 જાન્યુઆરી 2026ના રોજ લખનૌ પોલીસે આદિલને ઝડપી પાડ્યો હતો.

દિલ્હી બ્લાસ્ટ અને ઝાકિર નાઈક સાથે રમીઝનું કનેક્શન

તપાસ દરમિયાન રમીઝ મલિકનું કનેક્શન દિલ્હી બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાયેલી શાહીન સાથે હોવાનું બહાર આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રમીઝ એક મેડિકલ કૉન્ફરન્સ દરમિયાન શાહીનને મળ્યો હતો અને ત્યારથી તેના પર શાહીનની કટ્ટરપંથી વિચારધારાનો ઊંડૉ પ્રભાવ પડ્યો હતો. પૂછપરછમાં રમીઝે પોતે આ કનેક્શનનો સ્વીકાર કર્યો છે.

રમીઝના મોબાઈલમાંથી ધર્માંતરણ સંબંધિત શંકાસ્પદ ચેટ્સ અને વિવાદાસ્પદ ઈસ્લામિક પ્રચારક ઝાકિર નાઈકના અનેક વિડીયો મળી આવ્યાં છે. પોલીસને શંકા છે કે રમીઝ આ વિડીયોનો ઉપયોગ યુવતીઓનું બ્રેઈનવોશ કરવા અને ધર્માંતરણની જાળ પાથરવા માટે કરતો હતો.

ડૉ. ભૂપેન્દ્રના જણાવ્યા અનુસાર 2004ની આસપાસ KGMUના કેટલાક વિદ્યાર્થીઓ ભગોડા કટ્ટરપંથી ઝાકિર નાઈકના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ કેમ્પસમાં હિજાબ અને ચોક્કસ પ્રકારની દાઢી રાખવાનું ચલણ વધ્યું હતું. આ સમયગાળા દરમિયાન જ હિંદુ યુવતીઓને ફસાવવાનું શરૂ થયું હતું, જેમાં BDSના વિદ્યાર્થીઓ વધુ સક્રિય હતા.

ડેટા રિકવરી દરમિયાન રમીઝના ફોનમાંથી માત્ર પીડિતા જ નહીં, પરંતુ અન્ય અનેક હિંદુ યુવતીઓ અને મહિલા ડૉક્ટરો સાથેની વાંધાજનક ચેટ્સ અને કેટલીક નિર્વસ્ત્ર (Nude) તસવીરો પણ મળી આવી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે તે એકસાથે અનેક મહિલાઓને શિકાર બનાવી રહ્યો હતો.

આ કેસની ગંભીરતા જોતા હવે STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) પોલીસ સાથે મળીને તપાસ કરી રહી છે. તપાસનો વ્યાપ વધતા રમીઝના અનેક સાથીદારોએ તેમના મોબાઈલ ડેટા અને વોટ્સએપ ચેટ્સ ડિલીટ કરી દીધાં છે અને ઘણા લોકો અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે.

કેમ્પસમાં ગેરકાયદે મઝારો અને સુરક્ષાનું જોખમ

KGMU પરિસરમાં અડધા ડઝનથી વધુ ગેરકાયદે મઝારો આવેલી છે, જે સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર ખતરો માનવામાં આવે છે. VHPના જણાવ્યા અનુસાર એપ્રિલ 2025માં નેત્ર રોગ વિભાગની પાછળ આવેલી મઝાર પાસેથી દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો થયો હતો, જેમાં અનેક ડૉક્ટરો ઘાયલ થયા હતા.

પોલીસ પ્રશાસનની મદદથી મઝારની આસપાસની ગેરકાયદે દુકાનો હટાવવામાં આવી હતી, પરંતુ મઝારો હજુ પણ ત્યાં જ છે. ટ્રોમા સેન્ટર, ક્વીનમેરી પરિસર, નવી OPD, ડેન્ટલ બિલ્ડિંગ, ડાલીગંજ સ્થિત RLC બિલ્ડિંગ અને પલ્મોનરી વિભાગ પાસે પણ આવી મઝારો આવેલી છે. વધતા વિવાદને જોતા KGMU પ્રશાસને તાજેતરમાં જ તમામ ગેરકાયદે મઝારોના સંચાલકોને 15 દિવસની અંતિમ નોટિસ પાઠવી છે. જો આ મઝારો જાતે હટાવવામાં નહીં આવે તો પ્રશાસન તેને તોડી પાડશે અને તેનો ખર્ચ પણ સંચાલકો પાસેથી વસૂલશે.

એવો પણ આક્ષેપ છે કે છેલ્લા 10-15 વર્ષથી સપા અને બસપાના શાસનકાળ દરમિયાન KGMU ધર્માંતરણનો મુખ્ય અડ્ડો બની ગયો હતો. તે સમયે આસપાસની મસ્જિદોમાંથી મૌલાનાઓની કેમ્પસમાં મુક્તપણે અવરજવર રહેતી હતી. યોગી સરકાર આવ્યા બાદ આ પ્રવૃત્તિઓ પર લગામ લાગી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ધર્માંતરણના નેટવર્કે ફરી માથું ઊંચક્યું છે. 

આ લેખ મૂળ હિન્દીમાં લખાયેલો છે, હિન્દી લેખ વાંચવા અહીં ક્લિક કરો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં