પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ 131 પદ્મ પુરસ્કારોની ઘોષણા: ધર્મેન્દ્ર દેઓલ સહિત 6ને પદ્મવિભૂષણ, પાંચ ગુજરાતીઓ સહિત 113 વ્યક્તિઓને અપાશે પદ્મશ્રી

પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ દર વખતની જેમ પદ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી છે. જે અનુસાર પાંચ વ્યક્તિઓને પદ્મવિભૂષણ અને 13 વ્યક્તિઓને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. 113 વ્યક્તિઓ પદ્મશ્રીથી સન્માનિત થશે.

યાદીમાં પદ્મવિભૂષણ પુરસ્કૃત વ્યક્તિઓમાં ધર્મેન્દ્ર દેઓલ (કળા), કે. ટી થોમસ (પબ્લિક અફેર્સ), એન રાજમ (કળા), પી નારાયણ (સાહિત્ય અને શિક્ષણ) અને વી. એસ અચ્યુતાનંદન (પબ્લિક અફેર્સ)નો સમાવેશ થાય છે.

For the year 2026, the President has approved conferment of 131 Padma Awards including two duo cases (in a duo case, the Award is counted as one) as per list below. The list comprises five Padma Vibhushan, 13 Padma Bhushan and 113 Padma Shri Awards. Nineteen of the awardees are… pic.twitter.com/8DDKIRpPTM— ANI (@ANI) January 25, 2026

પદ્મભૂષણની યાદીમાં અલકા યાજ્ઞિક (કળા), ભગત સિંઘ કોશિયારી (પબ્લિક અફેર્સ), પીયૂષ પાંડે (મરણોપરાંત) (કળા), શિબુ સોરેન (મરણોપરાંત), ઉદય કોટક વગેરેનો સમાવેશ થાય છે.

આ સિવાય કુલ 113 વ્યક્તિઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. યાદીમાં 99 મહિલાઓનો સમાવેશ થાય છે. છ વિદેશી વ્યક્તિઓ, NRI, ભારતીય મૂળની વ્યક્તિઓ અને ઓવરસીઝ સિટીઝનોનો પણ સમાવેશ થાય છે. 16 વ્યક્તિઓને મરણોપરાંત સન્માન અપાઈ રહ્યું છે.

ગુજરાતથી જેમને પદ્મશ્રી એનાયત થયો છે તેમાં સાહિત્યકાર રતિલાલ બોરીસાગર, નિલેશ માંડલેવાલા, મીર હાજી કાસમભાઈ અને ધાર્મિકલાલ પંડ્યા અને અરવિંદ વૈદ્યનો સમાવેશ થાય છે.

આ વખતે ભારતરત્ન એનાયત થયા નથી. ક્રમમાં ભારત રત્ન બાદ પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી આવે છે.