વડા પ્રધાને રશિયન રાષ્ટ્રપતિને ભેટ કરી ભગવદ્ ગીતા, પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી કે તેમની પાસે મોદી છે, તેઓ દબાણ સામે નથી ઝૂકતા

રશિયન રાષ્ટ્રપતિ પુતિને ઇન્ડિયા ટુડે-આજતકને આપેલાને વર્લ્ડ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે વડા પ્રધાન મોદીએ ‘દબાણમાં ઝૂકનારા માણસ નથી. આગળ તેમણે વડા પ્રધાન મોદીની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત ખૂબ જ ભાગ્યશાળી છે, કેમ કે ત્યાં મોદી છે. તેઓ ભારતમાં શ્વાસ લે છે. આ દરમિયાન પુતિને ભારત અને રશિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધને પણ યાદ કર્યો હતો. 

બીજી તરફ ભારતમાં તેમનું સ્વાગત કરવા માટે વડા પ્રધાન મોદી પોતે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર પહોંચ્યા હતા અને બંને નેતાઓએ એક જ કારમાં પ્રધાનમંત્રી આવાસ સુધી યાત્રા કરી હતી. વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને રશિયન સંસ્કરણની ભગવદ્ ગીતા પણ ભેટ કરી છે. વડા પ્રધાને આ બાબતની એક પોસ્ટ પણ X પર કરી છે. 

નોંધનીય છે કે રાષ્ટ્રપતિ પુતિન ભારતની બે દિવસીય આધિકારિક યાત્રા પર છે. આ દરમિયાન તેઓ ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે અને વડા પ્રધાન મોદી સાથે દ્વિપક્ષિય વાતચીત પણ કરશે. દરમિયાન બંને નેતાઓના માધ્યમથી બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો પણ થવા જઈ રહ્યા છે.