જૂનાગઢ, ગીર સોમનાથમાંથી પાંચ કાશ્મીરીઓની પૂછપરછ: ત્રણે મદરેસા માટે ફાળો ઉઘરાવતા હોવાનું કારણ આપ્યું, બે મસ્જિદમાં રહેતા હતા

જૂનાગઢ અને ગીર સોમનાથમાં પોલીસે પાંચ કાશ્મીરી શખ્સોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.

ગીર સોમનાથના ઉનાના નવાબંદર પોલીસ મથકે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેઓ એક મસ્જિદમાં રોકાયા હોવાની જાણકારી મળ્યા બાદ પોલીસ તેમની પાસે પહોંચી હતી. જોકે પૂછપરછ અને તપાસમાં કોઈ શંકાસ્પદ બાબત જાણવા મળી ન હતી. છતાં પોલીસ હાલ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

બીજી તરફ, જૂનાગઢ SOGએ માંગરોળથી બે કાશ્મીરી શખ્સો પકડ્યા હતા. તેઓ આસપાસની મદરેસાઓમાંથી ફાળો ઉઘરાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

હાલ આ તમામ પાસેથી વધુ વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.