
આગામી સમયમાં બિહાર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરેક પક્ષો ચૂંટણીની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન વિપક્ષી મહાગઠબંધને પ્રેસ કૉન્ફરન્સ કરીને મહત્વની જાહેરાતો કરી દીધી છે. બિહાર ચૂંટણી માટે RJDના વડા તેજસ્વી યાદવ મહાગઠબંધનના મુખ્યમંત્રી ચહેરા હશે. કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે પ્રેસ કૉન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી.
આ સિવાય મુકેશ સહનીનું નામ નાયબ મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, “અમારા નેતા તેજસ્વી યાદવ છે. NDAએ અમને જણાવવું જોઈએ કે તેમનો મુખ્યમંત્રી ચહેરો કોણ હશે. ફક્ત એટલું કહેવું પૂરતું નથી કે અમે નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશું.”
આ ઉપરાંત અન્ય સમુદાયના લોકોને પણ નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તેમના નામ જાહેર કરવામાં આવ્યા નથી. હોટેલ મૌર્યમાં તેજસ્વી યાદવના ફોટાવાળા બોર્ડ અને પોસ્ટરો સાથે આ જાહેરાત કરવામાં આવી હતી.
જોકે, આ દરમિયાન એક વિવાદ પણ સર્જાયો છે કે પોસ્ટરો પર કોંગ્રેસ કે અન્ય પક્ષોના કોઈપણ નેતાના ફોટા નહોતા.

