હોમપેજદેશ5 દિવસ સુધી ગેંગરેપ, ટુકડા કરીને ફેંકી દીધી હતી લાશ: કોણ હતાં...

5 દિવસ સુધી ગેંગરેપ, ટુકડા કરીને ફેંકી દીધી હતી લાશ: કોણ હતાં કાશ્મીરી હિંદુ મહિલા સરલા ભટ, જેમને ન્યાય અપાવવા માટે 35 વર્ષ બાદ ફરી ખોલાયો કેસ

કાશ્મીરના લોહિયાળ ઇતિહાસમાં માત્ર સરલા ભટ એક જ નામ નથી, જેની બર્બરતાથી હત્યા કરવામાં આવી હોય. 1980થી લઈને 90 સુધીમાં આવા 700 કાશ્મીરી પંડિતોની ઘાટીમાં હત્યા કરી નાખવામાં આવી હતી. આ તમામ હત્યાઓ ઇસ્લામી આતંકીઓએ કરી હતી.

- Advertisement -

1990ના દાયકામાં કાશ્મીરમાં (Kashmir) અનેક હિંદુવિરોધી ઘટનાઓ બની હતી. તે પૈકીની એક ઘટના હતી કાશ્મીરી પંડિત સરલા ભટની હત્યા. માત્ર 27 વર્ષની યુવતી પર ઇસ્લામી આતંકીઓએ પાશવી બળાત્કાર આચર્યો અને 5 દિવસ સુધી ગોંધી રાખ્યા બાદ તેના શરીરના ટુકડા કરી લાશ ફેંકી દીધી. આ ઘટનાને આજે 35 વર્ષ થયાં છે. ત્રણ દાયકા બાદ આજે તે કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (SIA) આ કેસને ફરી ખોલ્યો છે અને તપાસ આગળ વધારી છે. 

મંગળવારે (12 ઑગસ્ટ) કાશ્મીરના શ્રીનગરમાં SIAએ 8 ઠેકાણાં પર દરોડા પાડ્યા. આ દરોડા જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના (JKLF) આતંકવાદી યાસીન મલિક અને તેના સહયોગીઓના ઠેકાણાં પર પાડવામાં આવ્યા છે. આ એ જ આતંકી સંગઠન છે, જેણે 1990ના દાયકામાં કાશ્મીરી હિંદુઓનો નરસંહાર કર્યો હતો અને તે નરસંહારમાં આતંકીઓની મદદ કરવામાં કાશ્મીરના મુસ્લિમ સ્થાનિકો મોખરે હતા. સરલા ભટની હત્યા પણ આ સંગઠનના આતંકીઓએ જ કરી હતી. 

આ બર્બર ઘટનાને 35 વર્ષ થઈ ચૂક્યાં છે, પણ હજુ સુધી પીડિતાને ન્યાય નથી મળી શક્યો. વર્ષ 2024માં આ કેસની તપાસ SIAને સોંપવામાં આવી હતી. એજન્સીને તપાસ દરમિયાન સરલા ભટની હત્યાને લઈને ઘણા પુરાવા પણ મળ્યા છે. તે પુરાવાના આધારે જ હવે એજન્સી આગળની કાર્યવાહી કરી રહી છે અને તે હેઠળ જ યાસીન મલિક સહિતના આતંકીઓના ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા છે. 

- Advertisement -

કોણ હતાં સરલા ભટ? 

27 વર્ષીય સરલા ભટ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાની રહેવાસી હતાં. તે કાશ્મીરી પંડિત સમુદાયમાંથી આવતાં. 1990માં જ્યારે કાશ્મીરમાં ઇસ્લામી આતંકવાદ ચરમ પર હતો, ત્યારે જ આ હિંદુ યુવતી પણ તેનો ભોગ બની હતી. તેની ભૂલ માત્ર એટલી હતી કે, તે હિંદુ હતી. કાશ્મીરના સૌરા સ્થિત શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં (SKIMS) તે એક નર્સ તરીકે કામ કરી રહી હતી. અહેવાલો અનુસાર, તે સરળ અને શાંત સ્વભાવની હતી અને દર્દીઓની સેવા કરવાની તેની બાળપણથી ઈચ્છા હતી. 

પરંતું, અચાનક તેના જીવનમાં ઇસ્લામી આતંકવાદનું જોખમ તોળાઈ આવ્યું. ઇસ્લામી આતંકીઓએ હોસ્ટેલમાં જઈને સરાજાહેર સરલાનું અપહરણ કરી લીધું અને 5 દિવસ સુધી તેના પર સામૂહિક બળાત્કાર આચર્યો. અપહરણના પાંચ દિવસ બાદ જાહેર રસ્તા પર તેની લાશ મળી આવી હતી. ત્યારથી લઈને હમણાં સુધી આ હિંદુ યુવતીને ન્યાય નહોતો મળી શક્યો. પરંતુ, હવે કેસને ફરી ખોલવામાં આવતા ન્યાયની આશા પણ ફરી જીવંત થઈ ઉઠી છે. 

મૃતદેહના ટુકડા કરીને ફેંક્યા હતા બજારમાં

દિવસ હતો 14 એપ્રિલ, 1990નો. સરલા દરરોજની જેમ SKIMSની હબ્બા ખાતૂન હોસ્ટેલમાં પોતાનું કામ કરી રહ્યાં હતાં. તે દરમિયાન અચાનક કેટલાક ઇસ્લામી આતંકવાદીઓ હોસ્ટેલમાં ધસી આવ્યા અને સરલાના રૂમમાં ઘૂસીને બંદૂકની અણી પર તેની સાથે બળજબરી કરવા લાગ્યા. થોડા સમય સુધી ઉત્પાત મચાવ્યા બાદ આતંકીઓ તેનું અપહરણ કરીને લઈ ગયા. બીજી તરફ, પાંચ દિવસ સુધી સરલા ભટના કોઈ વાવડ પણ મળ્યા ન હતા. 

આ દરમિયાન આતંકીઓ તેને પોતાના ઠેકાણાં પર લઈ ગયા હતા અને મોઢામાં કપડાંનો ડૂમો ભરાવીને તેના પર વારાફરતી બળાત્કાર ગુજારતા હતા. ગેંગરેપ બાદ આતંકીઓએ તેના શરીરના ટુકડા કરી નાખ્યા અને બજારમાં ફેંકી દીધા. 19 એપ્રિલ 2025ના રોજ પાંચમા દિવસે સરલા ભટની લાશ ક્ષતવિક્ષતમાં હાલતમાં બજારમાં મળી આવી હતી. 

કેટલાક અહેવાલોમાં કહેવાયું છે કે, મૃતદેહની સાથે એક નોટ પણ મળી આવી હતી. જેમાં સરલાને પોલીસની બાતમીદાર ગણાવવામાં આવ્યાં હતાં. આ ઘટના બાદ નિગીન પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધવામાં આવી હતી, પરંતુ FIRમાં ક્યાંય બળાત્કારનો ઉલ્લેખ પણ કરાયો નહોતો. ઉપરાંત, ક્યારેય વાસ્તવિક ગુનેગારો પકડાઈ શક્યા નહીં. સરલાની હત્યામાં JKLFના પૂર્વ નેતા પીર નૂરુલ હક શાહ ઉર્ફે એર માર્શલનું નામ પણ સામે આવ્યું હતું, પરંતુ તે સમયે કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી કે કરવામાં આવી નહોતી.

JKLF વિરુદ્ધ મળી આવ્યા છે પુરાવા

ગત વર્ષે SIAને આ કેસની તપાસ સોંપવામાં આવી તો JKLFના ચીફ યાસીન મલિક અને તેના સહયોગીઓ વિરુદ્ધના અનેક પુરાવા હાથ લાગ્યા હતા. આ પુરાવા પર ઘણા દિવસો સુધી કામ કરવામાં આવ્યું હતું. પછી તેના આધારે જ એજન્સીએ યાસીન મલિક સહિતના તેના સહયોગીઓના ઠેકાણાં પર દરોડા પાડ્યા છે. નોંધવા જેવું છે કે, યાસીન મલિક આતંકી ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણે હાલ તિહાડ જેલમાં બંધ છે.

NIAએ આતંકવાદી યાસીન મલિકને ફાંસીની સજા આપવાની માંગણી કરી છે. યાસીન મલિક પર 1990માં કાશ્મીર પંડિતોના નરસંહારમાં સામેલ હોવાના આરોપ પણ લાગેલા છે. તત્કાલીન કોંગ્રેસ સરકાર સાથેના તેના સંબંધોને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. 

700થી વધુ કાશ્મીરી પંડિતોની થઈ હતી હત્યા

કાશ્મીરના લોહિયાળ ઇતિહાસમાં માત્ર સરલા ભટ એક જ નામ નથી, જેની બર્બરતાથી હત્યા કરવામાં આવી હોય. 1980થી લઈને 90 સુધીમાં આવા 700 કાશ્મીરી પંડિતોની ઘાટીમાં હત્યા કરી નાખવામાં આવી હતી. આ તમામ હત્યાઓ ઇસ્લામી આતંકીઓએ કરી હતી અને તેમની મદદ કરનારા પણ કાશ્મીરના સ્થાનિક મુસ્લિમો જ હતા. આ હત્યા કાશ્મીરી હિંદુઓ વચ્ચે ભય ફેલાવવા માટે કરવામાં આવી હતી, જેથી તેઓ કાશ્મીર છોડીને હંમેશા માટે જતા રહે અને થયું પણ એવું જ હતું. 

તે સમયે સ્થિતિ એવી હતી કે, જેહાદીઓ ખુલ્લેઆમ હિંદુ મહિલાઓને ઘરેથી ઉઠાવી લઈ જતાં હતા અને બળાત્કાર ગુજારતા હતા. ઘણી વખત તો માતા-પિતાની સામે જ બાળકોની હત્યા કરવામાં આવતી હતી તો હિંદુઓને મકાન શોધીને ટાર્ગેટ પણ કરવામાં આવતા હતા. આ બધા કારણોસર તે સમયે લગભગ 3.5 લાખ કાશ્મીરી પંડિતો પલાયન કરવા મજબૂર બન્યા હતા. 

રિપોર્ટ અનુસાર, વર્ષ 2024 સુધીમાં કાશ્મીરમાં માત્ર 728 બિન-પ્રવાસી કાશ્મીરી પંડિતોના પરિવારો બચ્યા છે, જ્યારે 2021માં આ આંકડો 808 પરિવારોનો હતો. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પણ કાશ્મીરી પંડિતો પર થયેલા કાત્યાચાર અને તેના પલાયનને દર્શાવતી ફિલ્મ હતી, જેમાં ઘાટી અને ‘કાશ્મીરીયત’ની વાસ્તવિકતા દર્શાવવામાં આવી હતી.

LGના આદેશ બાદ ખૂલવા લાગ્યા છે કાશ્મીરી પંડિતોની હત્યાના કેસો

અહીં એ પણ નોંધવું રહ્યું કે, સરલા ભટની હત્યા મામલેની આ કાર્યવાહી કાશ્મીરી પંડિત જજ નીલકંઠ ગંજુના મર્ડર કેસને ફરીથી ખોલવામાં આવ્યાના બે વર્ષ પછી કરવામાં આવી છે. 2023માં SIAએ ગંજુના મર્ડર કેસને ફરી ખોલ્યો હતો. આ જજની હત્યા પણ ઇસ્લામી આતંકીઓએ જ કરી હતી. નીલકંઠ ગંજુએ JKLFના સ્થાપક મોહમ્મદ મકબૂલ ભટને ફાંસીની સજા ફટકારી હતી, જે બાદ નવેમ્બર 1989માં જજની સરાજાહેર હત્યા કરી દેવામાં આવી હતી. 

2017માં સુપ્રીમ કોર્ટે કાશ્મીરમાં ઇસ્લામી આતંકવાદની શરૂઆતથી શરૂ થયેલી સેંકડો કાશ્મીરી પંડિતોની હત્યાઓની તપાસ ફરી ખોલવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. તત્કાલીન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા જે.એસ. કેહર અને જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની બેન્ચે આ અરજી ફગાવી હતી અને એવી દલીલ આપી હતી કે, પંડિતોના પલાયનને 27 વર્ષ વીતી ગયાં છે, તેથી પુરાવા ‘ઉપલબ્ધ થવાની શક્યતા નથી.’

2023માં પણ સુપ્રીમ કોર્ટે રૂટ્સ ઇન કાશ્મીર નામની સંસ્થાની કાશ્મીરી પંડિતોની હત્યાઓની તપાસ માંગતી ક્યુરેટિવ પિટિશનને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આ પિટિશન ફગાવ્યાના બે મહિના બાદ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર (LG) મનોજ સિન્હાએ જજના હત્યા કેસને ફરી ખોલ્યો અને સંકેત આપ્યો કે અન્ય કેસો પણ ફરી ખોલવામાં આવશે. ત્યારબાદ હવે સરલા ભટની હત્યાના કેસને પણ ફરી ખોલવામાં આવ્યો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં