‘ખેડૂતોનું હિત સર્વોચ્ચ પ્રાથમિકતા, વ્યક્તિગત રીતે મારે કિંમત ચૂકવવી પડશે, પણ હું તૈયાર છું’: પીએમ મોદી 

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ લાગુ કરવાની ઘોષણા કર્યા બાદ મુદ્દો ચર્ચામાં છે ત્યારે ગુરુવારે (7 ઑગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે મહત્ત્વનું નિવેદન આપ્યું. 

પીએમ મોદીએ કહ્યું કે, ભારત માટે ખેડૂતોનું હિત સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેના માટે જે કોઈ કિંમત ચૂકવવી પડે એ ચૂકવવા માટે તેઓ તૈયાર છે. 

વડાપ્રધાને કહ્યું, “આપણા માટે ખેડૂતોનું હિત સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત પોતાના ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈ-બહેનોનાં હિતો સાથે ક્યારેય પણ સમાધાન નહીં કરે. હું જાણું છું, વ્યક્તિગત રીતે મારે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે, પણ હું તૈયાર છું.”

તેમણે ઉમેર્યું, “મારા દેશના ખેડૂતો માટે, મારા દેશના માછીમારો માટે, પશુપાલકો માટે… આજે ભારત તૈયાર છે.”