હોમપેજક્રાઈમપહલગામ આતંકી હુમલામાં પાકિસ્તાની હેન્ડલર્સ સાથે કનેક્શન આવ્યા સામે: લાહોર સ્થિત લશ્કર-એ-તૈયબાનો...

પહલગામ આતંકી હુમલામાં પાકિસ્તાની હેન્ડલર્સ સાથે કનેક્શન આવ્યા સામે: લાહોર સ્થિત લશ્કર-એ-તૈયબાનો સાજિદ સૈફુલ્લાહ જટ્ટ હતો હુમલાનો સૂત્રધાર

28 જુલાઈના રોજ આતંકવાદ વિરોધી ઑપરેશન 'ઑપરેશન મહાદેવ' પછી ભારતીય એજન્સીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં વિગતવાર તારણો મુજબ લાહોરના સાજિદ સૈફુલ્લાહ જટ્ટને હુમલાખોરોના સૂત્રધાર તરીકે નામ આપવામાં આવ્યું છે.

- Advertisement -

22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલા મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે. હુમલા દરમિયાન એવા દાવા થયા હતા કે આ હુમલો પાકિસ્તાન પ્રેરિત છે, હવે તેના પુરાવા પણ મળી આવ્યા છે. હુમલાની તપાસ દરમિયાન આતંકવાદીઓના સીધા પાકિસ્તાની કનેક્શન સામે આવ્યા છે. તાજેતરમાં જ ભારતીય સેનાએ કરેલ ઑપરેશન મહાદેવ દરમિયાન પહલગામ હુમલાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી મળેલી વસ્તુઓએ તેમના પાકિસ્તાન સાથેના જોડાણને ઉજાગર કર્યું છે.

ન્યુઝ 18ના અહેવાલ મુજબ ભારતીય જાસૂસી અને સુરક્ષા એજન્સીઓએ પહલગામ હુમલા સાથે લાહોર સ્થિત લશ્કર-એ-તૈયબાના (LeT) નેતા સાથે સીધા સંબંધોનો ખુલાસો કર્યો છે. 28 જુલાઈના રોજ આતંકવાદ વિરોધી ઑપરેશન ‘ઑપરેશન મહાદેવ’ પછી ભારતીય એજન્સીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં વિગતવાર તારણો મુજબ લાહોરના સાજિદ સૈફુલ્લાહ જટ્ટને હુમલાખોરોના સૂત્રધાર તરીકે નામ આપવામાં આવ્યું છે.

આ સિવાય એવું પણ સામે આવ્યું છે કે જે આતંકીઓ માર્યા ગયા હતા તેમના માટે રિઝવાન અનીસે PoKમાં નમાજ-એ-જનાજાની વ્યવસ્થા પણ કરી હતી. હુમલાબાદ ત્રણ આતંકવાદીઓ – સુલેમાન શાહ ઉર્ફે ફૈઝલ જટ્ટ, અબુ હમઝા ઉર્ફે અફઘાન અને યાસીર ઉર્ફે જિબ્રાન આ બધા લશ્કર-એ-તૈયબાના કમાન્ડર હતા. હુમલા બાદ ત્રણેયના સ્કેચ જારી કરવામાં આવ્યા હતા. પછીથી સામે આવ્યું હતું કે ત્રણેયના તાર ડિસેમ્બર 2024ની કોઈક ઘટના સાથે પણ જોડાયા હતા.

- Advertisement -

પાકિસ્તાનની સંડોવણીના પુરાવા

આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓ મળી, જે સીધી રીતે તેમના પાકિસ્તાની મૂળનો સંકેત આપે છે. તેમની પાસેથી મળેલા દસ્તાવેજો, જેમાં વોટર આઈડી જેવા ઓળખપત્રોનો સમાવેશ થાય છે, તે પણ પાકિસ્તાની હોવાનું સૂચવે છે. હથિયારો, દારૂગોળો અને અન્ય સાધનો પર પાકિસ્તાની ચિહ્નો જોવા મળ્યા, જે આ હુમલાની પાછળ પાકિસ્તાનની સંડોવણીનો પુરાવો આપે છે.

આ સિવાય 2022માં તેમણે ઘૂસણખોરી કરી હતી જેના પુરાવા ઇન્ટરસેપ્ટેડ રેડિયો સિગ્નલો મળી આવ્યા હતા. આ આતંકીઓને પરવેઝ અને બશીર અહમદે પહલગામ નજીક રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. જેના કારણે તેમને પહલગામમાં હુમલો કરવામાં સફળતા મળી હતી. હુમલાખોરોમાંથી એકના ગાર્મિન ડિવાઇસમાંથી GPS ડેટા અને Huawei સેટેલાઇટ ફોનના કોલ લોગથી તેમની હલનચલન અને પાકિસ્તાનમાં ઑપરેશનલ કંટ્રોલ સાથેના તેમના સંબંધો જાહેર થયા હતા.

નોંધનીય છે કે અત્યાર સુધીના સૌથી નિર્ણાયક ડોઝિયર તરીકે વર્ણવવામાં આવેલા પુરાવા પેકેજને 29 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “પ્રથમ વખત, અમારી પાસે સરકાર દ્વારા જારી કરાયેલા પાકિસ્તાની દસ્તાવેજો છે જે પહલગામ હુમલાખોરોની પાકિસ્તાની રાષ્ટ્રીયતા સાબિત કરે છે.”

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં