હોમપેજદુનિયાફુગાવો વધી શકે, GDP નીચે આવી શકે, ડૉલર નબળો પડશે: ટ્રમ્પના ભારત...

ફુગાવો વધી શકે, GDP નીચે આવી શકે, ડૉલર નબળો પડશે: ટ્રમ્પના ભારત પર 25% ટેરિફના નિર્ણયથી અમેરિકાના અર્થતંત્રને પણ થશે ભારે નુકસાન– SBI રિસર્ચ

SBI રિસર્ચ દ્વારા આ નિર્ણયને ‘બેડ બિઝનેસ ડિસિઝન’ જણાવવામાં આવ્યો છે અને કહ્યું છે કે અમેરિકાએ તેનાં આર્થિક પરિણામો પણ ભોગવવાં પડશે. રિપોર્ટ જણાવે છે કે, નવી ટેરિફ પોલિસીના કારણે USની GDPમાં ઘટાડો થઈ શકે છે, ફુગાવામાં વધારો થઈ શકે છે અને ડૉલર પણ નબળો પડી શકે છે. 

- Advertisement -

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર 25% ટેરિફ લાગુ કરવાની ઘોષણા કર્યા બાદ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના (SBI) એક રિસર્ચમાં સામે આવ્યું છે કે આ નિર્ણયના કારણે ભારત કરતાં અમેરિકાની અર્થવ્યવસ્થાને વધુ નુકસાન થશે. શુક્રવારે (1 ઑગસ્ટ) આ રિસર્ચ સામે આવ્યું હતું. 

ટેરિફનો અમલ આગામી 7 ઑગસ્ટથી થવાની શક્યતા છે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને સૈન્ય શસ્ત્રો ખરીદવા બદલ ભારત પર દંડ પણ લગાવવામાં આવશે, જોકે સત્તાવાર રીતે ક્યાંય આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

SBI રિસર્ચ દ્વારા આ નિર્ણયને ‘બેડ બિઝનેસ ડિસિઝન’ જણાવવામાં આવ્યો છે અને કહ્યું છે કે અમેરિકાએ તેનાં આર્થિક પરિણામો પણ ભોગવવાં પડશે. રિપોર્ટ જણાવે છે કે, નવી ટેરિફ પોલિસીના કારણે USની GDPમાં ઘટાડો થઈ શકે છે, ફુગાવામાં વધારો થઈ શકે છે અને ડૉલર પણ નબળો પડી શકે છે. 

- Advertisement -

નોંધવું જોઈએ કે રિપોર્ટ એમ પણ કહે છે કે, અમેરિકામાં ફુગાવો પહેલેથી જ વધારે છે અને ઓછામાં ઓછા 2026 સુધી ફેડરલ રિઝર્વના ટાર્ગેટ 2%થી વધુ રહી શકે છે. 

અન્ય એક બાબત જે જણાવવામાં આવી છે એ તે છે કે, ટેરિફ અમેરિકન લોકો પર નાણાકીય ભારણ વધારશે. અમેરિકન પરિવારોનો ખર્ચ ટૂંકા ગાળા માટે $2,400થી વધી શકે છે. જેમની આવક ઓછી છે તેમને $1,300 ડૉલર સુધીની અસર થશે. સધ્ધર પરિવારો માટે રકમ $5,000 જેટલી જણાવવામાં આવી છે. 

આમ તો શ્રીમંત પરિવારો જ ખર્ચ વધુ ભોગવશે, પણ સમગ્ર નાણાકીય ભારણ તો તમામ જૂથોને લાગુ પડશે. 

આમ તો ભારતના એક્સપોર્ટની 20% નિકાસ અમેરિકામાં જ થાય છે, પરંતુ આ નિર્ણયથી ભારત પર સદંતર વિપરીત અસર પડશે તેમ નથી. હાલ ભારતની સરખામણીએ મોટાભાગના એશિયન દેશો પર અમેરિકાએ ઊંચો ટેરિફ લાગુ કરી રાખ્યો છે. ઉદાહરણ તરીકે, ચીન પર ટેરિફ 42% છે, જે વિસ્તારમાં સૌથી વધુ છે. બાંગ્લાદેશ પર 35% ટેરિફ છે. જોકે બાંગ્લાદેશ US ઇમ્પોર્ટમાં માત્ર 0.3% યોગદાન આપે છે. 

SBIનો રિપોર્ટ જણાવે છે કે ભારતે પહેલેથી જ નિકાસમાં વૈવિધ્ય લાવી દીધું છે અને ટોપ 10 દેશો ભારતના કુલ એક્સપોર્ટનો 53% હિસ્સો ધરાવે છે. રિપોર્ટ અનુસાર, ભારતની GDP નાણાકીય વર્ષ 2026માં ટેરિફના કારણે 25થી 30 બેસિઝ પોઈન્ટનું નુકસાન વેઠશે. 

જે સેક્ટરોને વધુ નુકસાન થશે તેમાં ઈલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને હીરા-ઝવેરાતનો સમાવેશ થાય છે. કારણ કે આ ઉદ્યોગો એવા છે, જેની અડધાથી વધુ નિકાસ અમેરિકામાં જ થાય છે. પહેલાં અમુક ઉત્પાદનો પર બહુ ઓછો કે નહિવત ટેરિફ હતો, હવે 25% ડ્યુટી લાગુ થશે, જેના કારણે બજારની સ્પર્ધામાં ટકી રહેવામાં અસર પડી શકે છે. 

ફાર્માસ્યુટિકલ પર વધુ અસર થઈ શકે છે. ભારત અત્યારે અમેરિકામાં વપરાતી લગભગ 47% દવાઓ એક્સપોર્ટ કરે છે. જો અમેરિકા તેનું મેન્યુફેક્ચરિંગ જાતે કરવાનું ચાલુ કરે કે ઉત્પાદન અન્યત્ર ખસેડે તોય નવી સપ્લાય ચેઇન તૈયાર કરવામાં 3થી 5 વર્ષ લાગી જશે. જ્યારે હાલ અમેરિકાને મોટાભાગની જરૂરી દવાઓની અછત વર્તાય છે, જેના કારણે ભાવ પણ વધ્યો છે. ખાસ કરીને એન્ટિબાયોટિક્સ, કેન્સરની દવાઓ અને ક્રોનિક રોગોની દવાઓ આમાં સામેલ છે. 

જેના કારણે આ બદલાવ ભારતીય ફાર્મા કંપનીઓને અસર કરી શકે છે. USનું બજાર ભારતના ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટમાં 40% યોગદાન આપે છે. જો 25% ટેરિફ યથાવત રહ્યો તો ફાર્મ કંપનીઓની આવકમાં નાણાકીય વર્ષ 2026માં 2થી લઈને 8 ટકા સુધીનો ઘટાડો થઈ સહકે છે, કારણ કે મોટી ફાર્મા કંપનીઓની આવકમાં યુએસનો હિસ્સો બહુ મોટો છે. 

સમય સ્થી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ સરપ્લસ વધતો રહ્યો છે. જે 2013માં 11 બિલિયન ડોલર હતો, એ 2025 આવતાં સુધીમાં $43 બિલિયન સુધી પહોંચી ગયો. ભારતનો અમેરિકા સાથેનો ટ્રેડ સરપ્લસ 2025ના પહેલા ક્વાર્ટરમાં જ 12.7 બિલિયન ડોલર પર પહોંચી ગયો હતો. ઈમ્પોર્ટમાં વધારો માત્ર 11.7% હતો, જ્યારે એક્સપોર્ટમાં 22.3% જેટલો વધારો નોંધાયો હતો. 

ભારત પર થનારી અસરોનો તો તોડ નીકળશે, પણ અમેરિકન ગ્રાહકોને માઠી અસર થવાની શક્યતાઓ છે. યેલ યુનિવર્સિટીની બજેટ લેબના એક રિસર્ચ અનુસાર, અમેરિકાના કન્ઝ્યુમર માટે સરેરાશ ઇફેક્ટિવ ટેરિફ રેટ 18.3% પર પહોંચી જશે, જે 1934 બાદ સૌથી વધારે હશે. અમેરિકન ગ્રાહકો કપડાંની કિંમતમાં 38% વધારો જોઈ શકે છે, જ્યારે ફૂટવેરની કિંમતોમાં 40% વધારો આવી શકે છે. લાંબા ગાળે કદાચ ભાવ નિયંત્રણમાં આવશે, પણ ટૂંકા ગાળા માટે અસર ભોગવવી પડી શકે છે. રોજબરોજની જરૂરિયાત માટે ઇમ્પોર્ટ પર આધારિત રહેતા ઓછી આવક ધરાવતા અમેરિકનોને આનાથી અસર થઈ શકે છે. 

ટૂંકમાં કહીએ તો ટ્રમ્પનો ટેરિફ અંગેનો નિર્ણય અમેરિકન અર્થવ્યવસ્થાને જ અસર કરી શકે છે. ભારતને અમુક અસરો થશે, પરંતુ એક્સપોર્ટમાં વિવિધતા અને એક મજબૂત ગ્લોબલ ફાર્મા રોલના કારણે બફર મળી રહેશે. બીજી તરફ, અમેરિકામાં ભાવ વધારો, દવાની અછત, ગ્રાહકોના ખિસ્સા પર બોજ વગેરે સમસ્યાઓ આવી શકે છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં