હોમપેજદેશ‘મોહન ભાગવતની ધરપકડ કરવા માટે મળ્યા હતા આદેશ’: માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસમાં...

‘મોહન ભાગવતની ધરપકડ કરવા માટે મળ્યા હતા આદેશ’: માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસમાં રહી ચૂકેલા પૂર્વ ATS અધિકારીનો દાવો

મુજાવરના જણાવ્યા મુજબ, આ આદેશ રાજકીય દબાણ હેઠળ આપવામાં આવ્યો હતો અને તપાસને ‘હિંદુ આતંકવાદ’ના ખોટા નેરેટિવ તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે આ આદેશ પાછળ કોઈ નક્કર પુરાવો ન હતો એકમાત્ર ઈરાદો રાજકીય હેતુ પાર પાડવાનો હતો.

- Advertisement -

દેશમાં 1 દાયકાથી વધુ સમય સુધી બહુચર્ચિત રહેલા અને રાજકીય રીતે સંવેદનશીલ રહેતા 2008 માલેગાંવ બ્લાસ્ટ (Malegaon Blast Case) કેસનો ચુકાદો આવી ચૂક્યો છે. 31 જુલાઈએ આવેલા ઐતિહાસિક ચુકાદામાં NIAની સ્પેશ્યલ કોર્ટે સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર અને કર્નલ પુરોહિત સહિતના 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. આ ચુકાદાથી ‘ભગવા આતંકવાદ’ નેરેટિવ સેટ કરવા મથી રહેલા લોકોના મોઢે તાળાં લાગી ચૂક્યાં છે અને બીજી તરફ કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જેમાં સામે આવ્યું છે કે તપાસ દરમિયાન ATSના અધિકારીઓને RSSના સરસંઘચાલક મોહન ભાગવતની ધરપકડ (Mohan Bhagwat Arrest) કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

તત્કાલીન ATS અધિકારી મેહબૂબ મુજાવરે તાજેતરમાં દાવો કર્યો છે કે માલેગાંવ બ્લાસ્ટની તપાસ દરમિયાન તેમના તત્કાલીન ઉપરી અધિકારીઓએ તેમને RSSના સરસંઘચાલક મોહન ભગવતની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. મુજાવરના જણાવ્યા મુજબ, આ આદેશ રાજકીય દબાણ હેઠળ આપવામાં આવ્યો હતો અને તપાસને ‘હિંદુ આતંકવાદ’ના ખોટા નેરેટિવ તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે આ આદેશ પાછળ કોઈ નક્કર પુરાવો ન હતો એકમાત્ર ઈરાદો રાજકીય હેતુ પાર પાડવાનો હતો.

મુજાવરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મને પરમવીર સિંઘ અને તેમનાથી ઉપરના લોકોએ રામ કાલસાંગરા, સંદીપ ડાંગે, દિલીપ પાટીદાર અને RSSના વડા મોહન ભાગવત– આ લોકોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. મોહન ભાગવત જેવી વ્યક્તિની ધરપકડ કરવી મારી ક્ષમતાની બહાર હતી, જેમનો મહારાષ્ટ્રમાં નોંધપાત્ર પ્રભાવ છે.”

- Advertisement -

મુજાવરે તાજેતરમાં આવેલ કોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવતાં કહ્યું હતું કે આ ચુકાદાએ ‘બનાવટી અધિકારી’ દ્વારા હાથ ધરવામાં આવેલી ‘બનાવટી તપાસ’નો પર્દાફાશ કર્યો છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે તપાસ અધિકારીએ તેમના ગેરકાયદેસર આદેશોનું પાલન કરવાનો ઇનકાર કરવા બદલ તેમને ખોટી રીતે ફસાવ્યા હતા.

તેમણે કહ્યું, “તેઓએ મને મૃતકોને જીવંત બતાવવા માટે ચાર્જશીટ દાખલ કરવાનું કહ્યું. જ્યારે મેં ના પાડી ત્યારે તત્કાલીન IPS અધિકારી પરમવીર સિંઘે મને ખોટા કેસમાં ફસાવી દીધો. મેં તેમના આદેશ માન્ય નહોતા કારણ કે હું ખોટા કામમાં સામેલ થવા માંગતો ન હતો અને પરિણામે મારી સામે બનાવટી કેસ દાખલ કરવામાં આવ્યા. જેના કારણે મારી 40 વર્ષની કારકિર્દી બરબાદ થઈ ગઈ. જોકે મને તે બધા કેસોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.” તેમણે સ્પષ્ટ કહ્યું કે, “ભગવા આતંકવાદ જેવું કંઈ જ નહોતું. બધું નકલી હતું.”

કોર્ટે આરોપીઓને કર્યા નિર્દોષ જાહેર

29 સપ્ટેમ્બર, 2008ના રોજ મહારાષ્ટ્રના માલેગાંવ શહેરમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 6 લોકોનાં મોત થયાં હતાં અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ મામલે મહારાષ્ટ્ર ATSએ તપાસ શરૂ કરી હતી અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિત, મેજર (નિવૃત્ત) રમેશ ઉપાધ્યાય, સુધાકર દ્વિવેદી ઉર્ફે દયાનંદ પાંડે), અજય રાહિરકર, સુધાકર ચતુર્વેદી, સમીર કુલકર્ણી સહિતના હિંદુવાદી સંગઠનો સાથે સંબંધ ધરાવતા લોકોની ધરપકડ કરી હતી.

શરૂઆતમાં કેસની તપાસ મહારાષ્ટ્ર ATSએ કરી હતી, પરંતુ NIAએ 2011માં તપાસ હાથમાં લીધા બાદ ATSની તપાસમાં ‘ખામીઓ’ હોવાનું સામે આવ્યું હતું. NIAએ MCOCA ઠળના આરોપો રદ કર્યા હતા, કારણ કે આરોપીઓ પર દબાણ ઉભું કરીને કબૂલાત કરાવડાવી હોવાનું સામે આવ્યું હતું.

તાજેતરનો ચુકાદો આપતાં વિશેષ NIA કોર્ટના ન્યાયાધીશ એ.કે. લાહોટીએ જણાવ્યું હતું કે પ્રોસિક્યુશન બ્લાસ્ટ સાબિત કરવામાં સફળ રહ્યું, પરંતુ આ બ્લાસ્ટમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત ધરપકડ કરાયેલા લોકોનો હાથ હતો એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ કાર્યવાહી દરમિયાન સામે આવ્યું હતું કે 323 સાક્ષીઓમાંથી 34નાં નિવેદનો વિરોધાભાસી હતાં. આ સિવાય ષડયંત્રની બેઠકો, કોલ ઇન્ટરસેપ્શન, અને વિસ્ફોટકોની વ્યવસ્થા સાબિત કરવા માટે પૂરતા પુરાવા ન હતા. તેથી પુરાવાના અભાવે કોર્ટે તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં