ઉત્તર પ્રદેશના નગીનાથી લોકસભા સાંસદ અને ‘ભીમ આર્મી’ના (Bhim Army Founder) સ્થાપક ચંદ્રશેખર આઝાદ ‘રાવણ’ (Chandrashekhar Azad ‘Ravan’) પર ફરી એકવાર શારીરિક શોષણનો (Sexual Harassment) આરોપ લાગ્યો છે. આ આરોપોનો ખુલાસો સ્વિટ્ઝર્લૅન્ડમાં પીએચડી કરી રહેલી રોહિણી ઘાવરી (Rohini Ghavari) દ્વારા કરવામાં આવ્યો છે. રોહિણીએ અગાઉ પણ રાવણ પર આવા આરોપો લગાવ્યા હતા.
રોહિણી ઘાવરીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે એક ચેટનો સ્ક્રીનશોટ જોડ્યો છે. આ પોસ્ટમાં રોહિણીએ ચંદ્રશેખર દ્વારા ઉત્પીડન કરાયેલી છોકરી સાથે વાત કરવાનો દાવો કર્યો છે. રોહિણીએ પોસ્ટમાં દાવો કર્યો છે કે ચંદ્રશેખર દ્વારા ભોગ બનેલી પીડિતોમાંની આ ત્રીજી મહિલા છે.
चंद्रशेखर की विक्टिम नंबर 3
— Dr. Rohini Ghavari ( रोहिणी ) (@DrRohinighavari) June 4, 2025
एक 12 साल की बच्ची नेहा राजपूत जिससे यह ट्रेन में मिला फिर उसे अपने घर ले आया उस बच्ची को नौकर बना कर रखा खूब शोषण किया उसका बाद में अपने भाई से उसकी शादी करा दी एक बेटा हुआ !!
उस बेटी को इतना प्रताड़ित किया की वो इनके घर से भाग गई छुप के रहने लगी अब… pic.twitter.com/5oTGBQJPcB
રોહિણીએ પોસ્ટમાં લખ્યું, “ચંદ્રશેખર 12 વર્ષની છોકરી નેહા રાજપૂતને ટ્રેનમાં મળ્યો. પછી તે તેને પોતાના ઘરે લઈ ગયો. તેણે છોકરીને નોકરાણી તરીકે રાખી. તેણે તેનું ખૂબ શોષણ કર્યું. ત્યારપછી, તેણે તેના લગ્ન તેના ભાઈ સાથે કરાવી દીધા અને તેમને એક પુત્ર થયો. તેણે છોકરીને એટલો ત્રાસ આપ્યો કે તે તેમના ઘરેથી ભાગી ગઈ અને છુપાઈને રહેવા લાગી.”

પીડિતાની વ્યથા વર્ણવતા રોહિણીએ આગળ લખ્યું, “ચંદ્રશેખરનો પરિવાર ન તો આ છોકરીનું સન્માન કરે છે અને ન તો તેને તેના દીકરાને મળવા દે છે. ઘણી છોકરીઓ છે જેમનું જીવન બરબાદ થઈ ગયું છે. હવે હું આ બધી દીકરીઓને ન્યાય અપાવીશ.”
રોહિણીએ પોતાના ઉત્પીડનનો પણ લગાવ્યો હતો આરોપ
રોહિણી ઘાવરીએ 2023માં ચંદ્રશેખર આઝાદ ‘રાવણ’ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. X પર રોહિણીએ એક વિડીયો શેર કર્યો હતો, જે બંને વચ્ચેના વિડીયો કોલ દરમિયાનનો હતો. આમાં, રાવણ રડતો જોવા મળ્યો હતો. રોહિણીએ લખ્યું હતું કે નકલી આંસુ બતાવીને અને પોતાના લગ્ન છુપાવીને, ‘રાવણ’ એ ઘણી નિર્દોષ છોકરીઓનું જીવન બરબાદ કરી દીધું છે.
રોહિણી ઘાવરીએ પોતાની પોસ્ટમાં ચંદ્રશેખરની પત્ની પર તેના કુકર્મોમાં તેનો સાથ આપવાનો આરોપ લગાવ્યો. સાથે આંદોલનમાંથી મોટી રકમ ઘરભેગી કરવાની પણ વાત કરી હતી. રોહિણીએ લખ્યું, “આ ‘સ્ત્રી’ પણ આમાં તેનો સાથ આપતી રહી, કારણ કે આંદોલનમાંથી કરોડો રૂપિયા આવી રહ્યા હતા.”
રાવણ પર આરોપ લગાવતા, રોહિણીએ તેની તાજેતરની પોસ્ટમાં લખ્યું, “તે ઇચ્છતો હતો કે હું તેના ગુનામાં ભાગીદાર બનું અને તેના કુકર્મોમાં તેને મદદ કરું, પરંતુ હું તેના જેવી નીચ નથી, હું મારો અંતરાત્મા વેચી શકતી નથી.”
રોહિણીએ ભીમ આર્મીના ‘રાવણ’ને કપટી અને ષડયંત્રકારી વ્યક્તિ ગણાવતા આરોપ લગાવ્યો કે આવો વ્યક્તિ ક્યારેય દલિત સમાજનો નેતા ન બની શકે.
રોહિણી ઘાવરી કોણ છે?
રોહિણી ઘાવરી વાલ્મિકી સમુદાયમાંથી આવે છે. પરંતુ તે એવા વ્યક્તિઓમાં સામેલ નથી જે પોતાને દલિતોના ઠેકેદાર કહે છે અને બ્રાહ્મણો પ્રત્યે નફરત ફેલાવે છે. તેનાથી વિપરીત, રોહિણીએ કહ્યું છે કે તે વાલ્મિકી સમુદાયમાંથી આવે છે અને બ્રાહ્મણોએ તેના જીવનમાં ઘણું યોગદાન આપ્યું છે.
રોહિણી ઘાવરીએ સંયુક્ત રાષ્ટ્ર UNમાં પણ સંબોધન કરી ચૂકી છે. તેણે કહ્યું હતું કે એક પંડિત વ્યક્તિએ તેને ત્યાં જવા માટે માર્ગદર્શન આપ્યું હતું. રોહિણીએ યુએનમાં રામ મંદિર અંગે પાકિસ્તાનને ઘણું સંભળાવી ચૂકી છે. ‘જય શ્રી રામ’ના નારા લગાવતા, તેણે કહ્યું હતું કે રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠાનો દિવસ વિશ્વના દરેક હિંદુ માટે ઐતિહાસિક છે.
આ સમાચાર અંગે વધુ માહિતી માટે ઑપઇન્ડિયાએ ડૉ. રોહિણી ઘાવરીનો સંપર્ક કર્યો. જોકે, તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. તેમનો સંપર્ક કર્યા પછી આ લેખને અપડેટ કરવામાં આવશે.


