હોમપેજદેશ'હવે ન્યુક્લિયર બ્લેકમેલ ભારત નહીં સહે, માત્ર PoK પર થશે વાત': PM...

‘હવે ન્યુક્લિયર બ્લેકમેલ ભારત નહીં સહે, માત્ર PoK પર થશે વાત’: PM મોદીએ પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું- પાણી અને લોહી એક સાથે નહીં વહે, આતંકવાદ બંધ કરો નહીં તો વિનાશ નક્કી

PM મોદીએ કહ્યું કે, "ભારતનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે. ટેરર અને ટ્રેડ એક સાથે નહીં થાય. પાણી અને લોહી પણ એક સાથે નહીં વહે. હું વિશ્વ સમુદાયને એ પણ કહેવા માંગુ છું કે, અમારી જાહેર નીતિ એવી રહી છે કે, જો પાકિસ્તાન સામે કોઈ વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ પર જ થશે. જોઈ કોઈ વાતચીત થશે તો તે માત્ર PoK પર જ થશે."

- Advertisement -

પાકિસ્તાન (Pakistan) સાથે યુદ્ધવિરામના 51 કલાક પછી PM મોદીએ (PM Modi) સોમવારે (12 મે) રાત્રે 8 કલાકે રાષ્ટ્રને સંબોધિત કર્યું. ઑપરેશન સિંદૂર અંગે તેમણે કહ્યું કે, ભારતે આતંકીઓને ખતમ કરી નાખ્યા છે, જેણે માતાઓ-બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા. ઑપરેશન સિંદૂરમાં 100થી વધુ ખતરનાક આતંકીઓ માર્યા ગયા છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે, પાકિસ્તાને કરેલી વિનંતી પર ભારત સંઘર્ષ રોકવા માટે સંમત થયું છે. તેમણે પાકિસ્તાનને ધમકી આપતા કહ્યું છે કે, ભારતે પાકિસ્તાન સામે ફક્ત લશ્કરી કાર્યવાહી મુલતવી રાખી છે. પાકિસ્તાનનું વલણ જોયા બાદ આગળની કાર્યવાહી થશે.

આ સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પાકિસ્તાન તરફથી વારંવાર અપાતી પરમાણુ ધમકીઓ હવે સહન કરવામાં આવશે નહીં. ન્યુક્લિયર બ્લેકમેલ બિલકુલ સહન થઈ શકશે નહીં. ઑપરેશન સિંદૂર વિશે વાત કરતા તેમણે એવું પણ કહ્યું છે કે, પાકિસ્તાને તેની વાયુસેના પર વધુ ઘમંડ હતો. ભારતે તેના જ એરબેઝ ઉડાવી દીધા છે. બીજી તરફ પાકિસ્તાન તરફના હુમલાઓને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તબાહ કરી નાખ્યા છે.

‘આતંકવાદ અને PoK પર જ થશે વાત’

PM મોદીએ કહ્યું કે, આતંકવાદ સામેની લડાઈમાં ઑપરેશન સિંદૂરએ એક નવી રેખા દોરી છે. તે એક ન્યૂ મોરમ બની છે. જો આતંકવાદી હુમલો થશે તો યોગ્ય જવાબ આપવામાં આવશે. PMએ કહ્યું કે, “અમે અમારી રીતે અને અમારી પોતાની શરતો પર જવાબ આપીશું. આતંકના મૂળિયા જ્યાં પણ ઊભરી આવશે ત્યાં અમે કડક કાર્યવાહી કરીશું. આ સાથે જ ભારત હવે કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન નહીં કરે. ભારત તેની આડમાં ખીલી રહેલા આતંકવાદી ઠેકાણાં પર ચોક્કસ અને નિર્ણાયક હુંમલય કરશે. આતંકવાદને સમર્થન આપતી સરકાર અને આતંકવાદના આકાને અલગ-અલગ સંસ્થાઓ તરીકે નહીં જોઈએ.”

- Advertisement -

તેમણે વધુમાં કહ્યું કે, “ઑપરેશન સિંદૂર દરમિયાન જ્યારે પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ માર્યા ગયેલા આતંકવાદીઓના જનાજા માટે ઉમટી પડ્યા ત્યારે દુનિયાએ પાકિસ્તાનનું કદરૂપું સત્ય જોયું હતું.” PM મોદીએ એવું પણ કહ્યું કે, આતંકવાદીઓને કલ્પના પણ નહોતી કે, ભારત આટલું મોટું પગલું ભરશે. ભારતે આતંકના આકાઓને એક જ વારમાં નષ્ટ કરી દીધા.

વધુમાં PM મોદીએ કહ્યું છે કે, આ ચોક્કસપણે યુદ્ધનો યુગ નથી, પરંતુ આ આતંકવાદનો યુગ પણ નથી. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ એ સારા વિશ્વની ગેરંટી છે. જે રીતે પાકિસ્તાની સેના અને સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે, તે એક દિવસે પાકિસ્તાનનો જ નાશ કરશે. જો પાકિસ્તાન ટકી રહેવા માંગે છે તો તેણે આતંકી માલખાઓનો નાશ કરવો પડશે. આ સિવાય બીજો રસ્તો નથી.

તેમણે કહ્યું કે, “ભારતનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે. ટેરર અને ટ્રેડ એક સાથે નહીં થાય. પાણી અને લોહી પણ એક સાથે નહીં વહે. હું વિશ્વ સમુદાયને એ પણ કહેવા માંગુ છું કે, અમારી જાહેર નીતિ એવી રહી છે કે, જો પાકિસ્તાન સામે કોઈ વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ પર જ થશે. જોઈ કોઈ વાતચીત થશે તો તે માત્ર PoK પર જ થશે.” આ સાથે જ તેમણે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન બુદ્ધના શાંતિના વિચાર કહ્યા હતા અને સાથે એવું પણ કહ્યું હતું કે, શાંતિનો માર્ગ પણ શક્તિમાંથી પસાર થાય છે.

ઑપરેશન સિંદૂર ન્યાયની પ્રતિજ્ઞા

પ્રધાનમંત્રીએ ઑપરેશન સિંદૂર દેશની દરેક દીકરી, બહેન અને માતાને સમર્પિત કર્યું. તેમણે કહ્યું કે આ માત્ર લશ્કરી કાર્યવાહી નથી પરંતુ ન્યાયની પ્રતિજ્ઞા છે. ભારત હવે કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં. વડાપ્રધાન મોદીએ ભાર મૂક્યો કે, ભારત શાંતિ ઈચ્છે છે, પરંતુ શાંતિ માટે શક્તિ જરૂરી છે. ભગવાન બુદ્ધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, શાંતિનો માર્ગ શક્તિમાંથી પસાર થાય છે.

પાકિસ્તાનને ચેતવણી આપતા પીએમએ કહ્યું કે, ભારતીય સેના સંપૂર્ણપણે સતર્ક છે. જો પાકિસ્તાન ફરી કોઈ ભૂલ કરશે તો ભારત કડક જવાબ આપશે. PM મોદીએ દેશવાસીઓની એકતાની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે જ્યારે આખો દેશ એક સાથે ઉભો રહે છે, ત્યારે મજબૂત નિર્ણયો લેવામાં આવે છે. ઑપરેશન સિંદૂરે દુનિયાને બતાવ્યું કે ભારત આતંકવાદ સામે કેટલું સખત છે.

પીએમએ સ્પષ્ટ કર્યું કે ભારતનો ઉદ્દેશ્ય આતંકવાદને તેના મૂળમાંથી નાબૂદ કરવાનો છે. હવે ભારત પાકિસ્તાનના વચનોની કસોટી કરશે. જો પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે તો ભારતનું આગામી પગલું વધુ કડક હશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં