Sunday, November 24, 2024
More
    હોમપેજદેશજે કામ LGના આદેશથી થયું, તેનો ફોટો મૂકીને AAPએ લખ્યું- ઐસા કામ...

    જે કામ LGના આદેશથી થયું, તેનો ફોટો મૂકીને AAPએ લખ્યું- ઐસા કામ કેજરીવાલજી હી કર સકતે હૈ: DDAએ પોલ ખોલી તો પોસ્ટે ગુમાવી દીધું અસ્તિત્વ!

    AAPની આ પોસ્ટ લાંબો સમય સુધી ટકી શકી નહીં. સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થતાં જ દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટી (DDA) દ્વારા આ મામલે સ્પષ્ટતા આપવામાં આવી હતી.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી કે દિલ્હીની સરકાર પોતે ન કર્યાં હોય તેવાં કામો પર પણ દાવો ઠોકી બેસાડવામાં પાવરધાં છે. તાજેતરમાં પણ આવું થયું, જ્યારે AAPએ X પર એક પોસ્ટ કરીને એવા કામની ક્રેડિટ લેવાના પ્રયાસ કર્યા, જે ખરેખર ઉપરાજ્યપાલના આદેશથી થયું હતું. દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટીએ આ બાબતની સ્પષ્ટતા કરતાં પછીથી પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી.

    શુક્રવારે (11 ઑક્ટોબર) AAPના અધિકારિક હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી. પોતાનું કથિત વિકાસના મોડેલ દર્શાવવા AAP દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો હતો કે જ્યાં ગટરો હતી એ જગ્યાની અરવિંદ કેજરીવાલે કાયાપલટ કરી દીધી છે. AAPના X હેન્ડલ પરથી પોસ્ટ કરી લખવામાં આવ્યું હતું કે, “ગટરવાળી જગ્યાનું આવું બ્યુટિફિકેશન માત્ર અરવિંદ કેજરીવાલજી જ કરી શકે.”

    જોકે, AAPની આ પોસ્ટ લાંબો સમય સુધી ટકી શકી નહીં. સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થતાં જ દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટી (DDA) દ્વારા આ મામલે સ્પષ્ટતા આપવામાં આવી હતી. DDAએ જણાવ્યું કે, “આ પોસ્ટમાં આમ આદમી પાર્ટીનો દાવો ‘અરવિંદ કેજરીવાલ દ્વારા ગટર વિસ્તારનું બ્યુટિફિકેશન’ સંપૂર્ણપણે ખોટો છે. આ કામ ઉપરાજ્યપાલ શ્રી વિનય કુમાર સક્સેનાના નેતૃત્વમાં DDA દ્વારા કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરી, 2024માં જ ઉપરાજ્યપાલ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.”

    - Advertisement -

    DDAએ કરેલ સ્પષ્ટતા બાદ AAPની પોલ ખુલી ગઈ હતી. ત્યારબાદ પાર્ટી હેન્ડલ પરથી ‘બ્યુટિફિકેશન’વાળી પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. પોસ્ટ ડિલીટ કરવી એ જ AAP દ્વારા જુઠ્ઠાણું ફેલાવવાના પ્રયાસનો પુરાવો છે.

    જોકે AAP દ્વારા વારંવાર આવી હરકતો કરવામાં આવતી હોય છે. તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની એક ઘોષણાને ‘ફ્રીની રેવડી’ સાથે જોડી હતી. વાસ્તવમાં ટ્રમ્પ વીજક્ષમતા બમણી કરીને દર ઘટાડવાની વાત કરી હતી, પરંતુ કેજરીવાલે તેને ઊંધું લઈ લીધું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં