Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘સોનાની દાણચોરીમાં મોટાભાગે મુસ્લિમો સામેલ’: કેરળના વામપંથી MLA કે.ટી. જલીલે કહ્યું– કાઝીએ...

    ‘સોનાની દાણચોરીમાં મોટાભાગે મુસ્લિમો સામેલ’: કેરળના વામપંથી MLA કે.ટી. જલીલે કહ્યું– કાઝીએ બહાર પાડવો જોઈએ ફતવો

    વામપંથી ધારાસભ્ય કે.ટી જલીલે રવિવારે (6 ઓક્ટોબરે) કહ્યું હતું કે, કરીપુર એરપોર્ટની આસપાસના ગેરકાયદે સોનાના વેપારમાં અને દાણચોરીમાં સામેલ મોટાભાગના લોકો મુસ્લિમ સમુદાયના છે.

    - Advertisement -

    કેરળમાં વામપંથી કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) (Communist Party Of India (M)) સમર્થિત LDF ધારાસભ્યએ એક નિવેદન આપ્યું હતું. જેના કારણે તેઓ વિવાદોનો સામનો કરી રહ્યા છે. CPI(M) સમર્થિત નેતા કે.ટી જલીલે (K T Jaleel) એવું નિવેદન આપ્યું હતું કે, કેરળમાં સોનાના ગેરકાયદે ધંધા અને દાણચોરીમાં મોટાભાગે (Smuggling) મુસ્લિમો સામેલ હોય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ મામલે મૌલવીઓએ ફતવો (Fatwa) જાહેર કરવો જોઈએ. તેમના મતે, જો આ અંગે પગલાં નહીં લેવામાં આવે તો સમુદાયમાં કોઈ સુધાર આવશે નહીં.

    કેરળના થાવનૂરના CPI(M) સમર્થિત ધારાસભ્ય કે.ટી જલીલે રવિવારે (6 ઓક્ટોબરે) કહ્યું હતું કે, કરીપુર એરપોર્ટની આસપાસના ગેરકાયદે સોનાના વેપારમાં અને દાણચોરીમાં સામેલ મોટાભાગના લોકો મુસ્લિમ સમુદાયના છે. જલીલે કહ્યું હતું કે, પનાક્કડ સાદિકઅલી શિહાબ થંગલ, જેઓ કાઝી છે, તેમણે ફતવો બહાર પાડવો જોઈએ કે ગેરકાયદેસર સોનાનો વેપાર એ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ છે અને મુસ્લિમોએ આવી બાબતોમાં સામેલ ન થવું જોઈએ.

    દાણચોરી મામલે કાઝીએ ફતવો બહાર પાડવો જોઈએ

    ઉલ્લેખનીય છે કે, CPM સમર્થિત નેતા કે.ટી જલીલે કહ્યું હતું કે, “શા માટે મઝહબી નેતાઓ તેમના ઉપદેશોમાં લોકોને સોનાની દાણચોરી અને હવાલાના વ્યવહારોથી દૂર રહેવાનું કહેતા નથી? તેઓ શા માટે નથી કહેતા કે આ પ્રવૃત્તિઓ મઝહબની વિરુદ્ધ છે અને મઝહબમાં વિશ્વાસ ધરાવતા લોકોએ આવી પ્રવૃત્તિઓમાં સામેલ ન થવું જોઈએ.”

    - Advertisement -

    તેમણે આ મામલે ફતવો બહાર પાડવાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML, વિપક્ષી UDF ગઠબંધનમાં ભાગીદાર) રાજ્ય પ્રમુખ, અને કેરળની સેંકડો મસ્જિદોના કાઝી પનાક્કડ સાદિક અલી શિહાબ થંગલે ફતવો બહાર પાડવો જોઈએ કે સોનાની દાણચોરી રાષ્ટ્રવિરોધી છે. તેમણે કહેવું જોઈએ કે, મઝહબી વિશ્વાસુઓએ સોનાની દાણચોરીથી દૂર રહેવું જોઈએ અને હવાલાના નાણાનો સ્વીકાર ન કરવો જોઈએ.”

    દાણચોરીથી દૂર રહેવા સુચન આપવું કેવી રીતે ‘ઇસ્લામોફોબિક ‘?

    આ ઉપરાંત તેમણે એક ફેસબુક પોસ્ટ પણ કરી હતી, જેમાં લખ્યું હતું કે, “એ હકીકત છે કે સોનાની દાણચોરી અને હવાલા કેસમાં સામેલ મોટાભાગના મુસ્લિમો માને છે કે આ કામ તેમના મઝહબ વિરુદ્ધ નથી. ‘મઝહબી નેતાઓએ આવી વ્યક્તિઓને શિક્ષિત કરવી જોઈએ આ સુચન કેવી રીતે ઇસ્લામોફોબિક બની જાય છે? “

    આ મામલે IUMLના જનરલ સેક્રેટરી પી.એમ.એ સલામે કે.ટીના આ નિવેદનને ‘ધિક્કારપાત્ર’ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, “તે ધિક્કારપાત્ર અને ખતરનાક છે. તે એવી છાપ ઊભી કરવા માંગે છે કે સમગ્ર સમુદાય દાણચોરી કરે છે. ભાજપના નેતાઓએ પણ આવો આક્ષેપ કર્યો નથી.“ આ ઉપરાંત તેમણે આ દાણચોરીના મામલાને સમગ્ર સમુદાય સાથે જોડવાના કે.ટીના નિવેદનનો વિરોધ કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કેરળ મુખ્યમંત્રી અને CPI(M)ના નેતા પિનરાઈ વિજયને પણ ગતમહિને આ જ મામલે એક નિવેદન આપ્યું હતું. ગયા મહિને, મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મલપ્પુરમ જિલ્લાને સોનાની દાણચોરી સાથે જોડ્યો હતો. મલપ્પુરમ એ રાજ્યનો મુસ્લિમ બહુમતી ધરાવતો જિલ્લો છે. ત્યારે આ મામલે વિજયનના નજીકના મનાતા કે.ટી જલીલે પણ દાણચોરીમાં મોટાભાગે મુસ્લિમો સામેલ હોય છે એમ કહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં