Friday, September 20, 2024
More
    હોમપેજદેશકર્ણાટકના દાવણગેરેમાં ગણપતિ વિસર્જન યાત્રા પર હુમલો: કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો કરતા...

    કર્ણાટકના દાવણગેરેમાં ગણપતિ વિસર્જન યાત્રા પર હુમલો: કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો કરતા 2 પોલીસકર્મીઓ ઘાયલ

    સુરક્ષાના ભાગ રૂપે સ્થાનિક પોલીસ પણ બંદોબસ્તમાં હતી અને યાત્રા સાથે ચાલી રહી હતી. જેવી યાત્રા ચામરાજપેટ સર્કલ ખાતે પહોંચી કે કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ એકએક પથ્થરમારો શરૂ કરી દીધો.

    - Advertisement -

    તાજેતરમાં ગુજરાત સહિત દેશ ભરમાં એવી અનેક ઘટનાઓ ઘટી છે જેમાં હિંદુઓની ધાર્મિક યાત્રાઓ
    (Attack On Hindu Festival) પર હુમલા અને પથ્થરમારા કરવામાં આવ્યા હોય. ખાસ કરીને તાજેતરના ગણેશોત્સવમાં જ આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેવામાં હવે કર્ણાટકના (Karnataka) દાવણગેરેમાં ગણપતિ વિસર્જન યાત્રા પર પથ્થરમારો (Stone pelting) થયો હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનામાં અનેક પોલીસ કર્મીઓ ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસે આખા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના ગત 19 સપ્ટેમ્બર 2024 એટલે કે ગુરુવારની મોડી રાતની છે. દાવણગેરેમાં (Davangere) આવેલા બેતુરુ રોડ ખાતેથી સ્થાનિક હિંદુ સમુદાયના લોકો ભગવાન ગણેશની પ્રતિમાને લઈને વિસર્જન માટે જઈ રહ્યા હતા. સુરક્ષાના ભાગ રૂપે સ્થાનિક પોલીસ પણ બંદોબસ્તમાં હતી અને યાત્રા સાથે ચાલી રહી હતી. જેવી યાત્રા ચામરાજપેટ સર્કલ ખાતે પહોંચી કે કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ એકાએક પથ્થરમારો શરૂ કરી દીધો. જેવો પથ્થરમારો શરૂ થયો કે અફરાતફરી મચી ગઈ. જોકે હાજર પોલીસ જવાનોએ તરત જ મોરચો સાંભળી લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર વિસર્જનયાત્રા દરમિયાન જય શ્રીરામ જેવા ધાર્મિક નારાઓ લાગી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ નારા સાંભળીને કટ્ટરપંથી મુસ્લિમોનું ટોળું ભડકી ગયું અને તેમણે તેમના મઝહબી ઇસ્લામી નારા લગાવવાનું શરૂ કરી દીધું. તેવામાં સ્થિતિ વણસતા મુસ્લિમ ટોળાએ પથ્થરમારો કરી દીધો હતો. ઘટનામાં 2 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘાયલ કર્મચારીઓમાં ઇન્સ્પેકટર ગુરુબસવરાજ અને કોન્સ્ટેબલ રઘુનો સમાવેશ થાય છે. બીજી તરફ આ સમગ્ર મામલે એસપી ઉમા પ્રશાંત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

    - Advertisement -

    નોંધનીય છે કે એસપી પ્રશાંત પણ ઘટનાસ્થળે રાત્રે હાજર હતા અને પરિસ્થિતિ કાબુમાં લેવા માટે તેઓ પણ મેદાનમાં ઉતરી ગયા હતા. બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક હિંદુ સમુદાય અને સંગઠનોએ પોલીસ પાસે પથ્થરમારો કરનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. ઘટનાની સંવેદનશીલતા જોઈ શહેરના મોટાભાગના સંવેદનશીલ વિસ્તારોને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક મુસ્લિમ યુવક દ્વારા હિંદુ સમુદાયના લોકોને ધમકીઓ આપ્યા બાદ આ આખો માહોલ બગડ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં