Friday, September 20, 2024
More
    હોમપેજક્રાઈમભરૂચમાં ડબલ લવ જેહાદ: શાહરૂખ બન્યો કિશન અને સાજિદ સુનીલ…હિંદુ સગીરાઓને ફસાવ્યાની...

    ભરૂચમાં ડબલ લવ જેહાદ: શાહરૂખ બન્યો કિશન અને સાજિદ સુનીલ…હિંદુ સગીરાઓને ફસાવ્યાની ફરિયાદ બાદ બંનેની ધરપકડ; પીડિતાઓ સગી બહેનો

    ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કાવી પોલીસના હદમાં આવતા વિસ્તારની છે. અહીં બે મુસ્લિમ યુવકોએ હિંદુ દલિત પરિવારની બે સગીર વયની બાળકીઓને ફસાવી હતી. આ બંને બાળકીઓ સગી બહેનો છે.

    - Advertisement -

    ભરૂચથી ડબલ લવ જેહાદના કેસ સામે આવ્યા છે. અહીં કાવી ગામે શાહરૂખ અને સાજીદ નામના બે શખ્સોએ હિંદુ ઓળખ ધારણ કરીને બની દલિત હિંદુ સગીરાઓને ફસાવી હોવાની ફરિયાદ બાદ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપ છે કે બંનેએ પોતાની અસલ ઓળખ છુપાવીને બાળકીઓનું અપહરણ કરી તેમની સાથે બળાત્કાર કર્યો હતો. આ મામલે ભરૂચના કાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ બીએનએસ, પોક્સો અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુના નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કાવી પોલીસના હદમાં આવતા વિસ્તારની છે. ફરિયાદ અનુસાર, અહીં બે મુસ્લિમ યુવકોએ હિંદુ દલિત પરિવારની બે સગીર વયની બાળકીઓને ફસાવી હતી. આ બંને બાળકીઓ સગી બહેનો છે. આરોપી શાહરૂખ અને સાજીદે તેમને પોતે હિંદુ હોવાની ઓળખ આપીને લવ જેહાદનો ભોગ બનાવી હતી. તેમણે મોકો મળતાં જ બંને સગીર બહેનોને ઉઠાવી લીધી હતી અને ભાગી ગયા હતા. દરમ્યાન, દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો પણ આરોપ છે. ઘટના બાદ પરિવારે આ મામલે ફરિયાદ કરતાં કાવી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને બળાત્કાર, અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

    ગત તારીખ 9 સપ્ટેમ્બર, 2024ના રોજ જંબુસરના કાવી પોલીસ સ્ટેશનમાં બાળકીઓના પરિવારે ફરિયાદ નોંધાવી હતી કે તેમની બે સગીર વયની દીકરીઓ લાંબા સમયથી ઘરે પરત નથી ફરી. પોલીસે ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને લઈ તરત તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેવામાં ગત 13 સપ્ટેમ્બરના રોજ પોલીસને સગીરાઓને શોધવામાં સફળતા મળી હતી. પોલીસે બાળકીઓને છેક સૌરાષ્ટ્રથી પકડી હતી. દરમિયાન તેમની પૂછપરછ કરતાં પોલીસ અને પરિવાર બંને ચોંકી ઉઠ્યા હતા. બાળકીઓએ કહ્યું હતું કે કિશન અને સુનીલ તેમને લઈ ગયા હતા.

    - Advertisement -

    શાહરૂખ બન્યો કિશન અને સાજીદ બન્યો સુનીલ

    દરમિયાન ચાલેલી પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે શાહરૂખ ઐયુબ પઠાણે કિશન અને સાજીદ શબ્બીર પટેલે સુનીલ બનીને બંને બાળકીઓને ફોસલાવીને પોતાની વાતમાં ભેળવી લીધી હતી. દરમિયાન તપાસમાં તે પણ સામે આવ્યું હતું કે બંને આરોપીઓ જંબુસરના શનિયો વડ નવી નગરીના રહેવાસી છે. બાળકી સાથે થયેલી ઘટનાનો ખુલાસો થતાં જ પોલીસે બંને મુસ્લિમ યુવકોની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ અપહરણ, બળાત્કાર, પોક્સો, તેમજ એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

    હિંદુ સગીરાઓ સાથે લવ જેહાદ આચરનાર બંને આરોપીઓની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી પોલીસે તેમના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી. આ મામલે વધુ વિગતો મેળવવા ઑપઇન્ડિયાએ જંબુસરના કાવી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં PSI ચાવડાએ જણાવ્યું હતું કે, આ મામલે આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ થતાં તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમના વિરુદ્ધ તમામ પુરાવાઓ એકત્રિત કરી દેવામાં આવ્યા છે. બાળકીઓનાં મેડિકલ પરીક્ષણ પણ થઈ ચૂક્યાં છે. આરોપીઓએ આ પહેલા અન્યુ કોઈ યુવતી કે સગીરાઓને ફસાવી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં