Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતખેડામાં ગણેશ વિસર્જનયાત્રા પર 150 મુસ્લિમોના ટોળાએ લાઠી-દંડા સાથે કર્યો હુમલાનો પ્રયાસ:...

    ખેડામાં ગણેશ વિસર્જનયાત્રા પર 150 મુસ્લિમોના ટોળાએ લાઠી-દંડા સાથે કર્યો હુમલાનો પ્રયાસ: વસોની જામા મસ્જિદ પાસે ડીજે વગાડવાને લઈને થઈ હતી તકરાર, 11ની ધરપકડ

    વસો પોલીસ સ્ટેશનના અધિકારીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ BNSની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને 11 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તમામ આરોપીઓ મુસ્લિમ સમુદાયના છે.

    - Advertisement -

    ખેડાના વસોમાં ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન ધમાલ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. યાત્રા મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ડીજે વગાડવાને લઈને તકરાર થઈ અને મુસ્લિમ સમુદાયના 150થી 200 લોકોનું ટોળું ધોકા અને પાઇપો લઈને યાત્રા તરફ ઘસી આવ્યું હતું. જોકે, પોલીસે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચીને સ્થિતિ સંભાળી લીધી હતી. હાલ આ મામલે 12 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને 11ની ધરપકડ કરી લેવામાં આવી છે. જે તમામ મુસ્લિમ સમુદાયના છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લાના વસોમાં મંગળવારે (17 સપ્ટેમ્બર) ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળી રહી હતી. દરમિયાન ડીજે પણ વાગી રહ્યું હતું. થોડે દૂર જતાં બજારમાં જ જામા મસ્જિદ નજીક ડીજે પહોંચતાં કેટલાક કટ્ટરપંથી મુસ્લિમો ભડકી ઉઠ્યા હતા અને મસ્જિદ પાસે ડીજે વગાડવાને લઈને બબાલ કરવા લાગ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, લગભગ 150થી 200નું ટોળું ધોકા-પાઇપો લઈને શોભાયાત્રામાં ઘસી આવ્યું હતું. પરિણામે બંને જૂથો સામસામે આવી ગયાં હતાં. ઉગ્ર બોલાચાલી બાદ તરત જ ત્યાં પોલીસની ટીમો આવી પહોંચી હતી અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા.

    ઘટનાની જાણ થતાં જ વસો પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા તેમજ DySP પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, મામલો મારામારી સુધી પહોંચે તે પહેલાં જ પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું. પરંતુ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. દરમિયાન પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતાં આખરે મામલો સંપૂર્ણપણે શાંત પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

    - Advertisement -

    11 મુસ્લિમ આરોપીઓની ધરપકડ

    આ ઘટનાને લઈને વસો પોલીસ સ્ટેશનના અધિકારીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, મસ્જિદ પાસે ડીજે વગાડવાને લઈને તકરાર થઈ હતી. જોકે, મારામારી કે હુમલા થાય તે પહેલાં જ પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી. તેમ છતાં થોડું ઘર્ષણ થવા પામ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ BNSની (ભારતીય ન્યાય સંહિતા) વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને 11 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આ તમામ આરોપીઓ મુસ્લિમ સમુદાયના છે અને તેઓ ધોકા-પાઇપો લઈને ઘટનાસ્થળે ઘસી આવ્યા હતા. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે.

    આ બનાવને લઈને ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, વસોમાં મસ્જિદ પાસે ડીજે વગાડવાને લઈને ઘર્ષણ થયું હતું. પરંતુ પોલીસ બંદોબસ્ત પણ સાથે હતો અને વધુ પોલીસની ટીમો પણ આવી ગઈ હતી, એટલે બંને પક્ષો તરફથી મામલાને થાળે પાડી દેવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગણેશ મંડળના આયોજક દ્વારા 10-12 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, તેમાંના 11 મુસ્લિમ આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં