Friday, September 20, 2024
More
    હોમપેજગુજરાત13 વર્ષની હિંદુ સગીરાનું અપહરણ કરી સતત ગુજારતો રહ્યો દુષ્કર્મ: આખરે હૈદરાબાદથી...

    13 વર્ષની હિંદુ સગીરાનું અપહરણ કરી સતત ગુજારતો રહ્યો દુષ્કર્મ: આખરે હૈદરાબાદથી ઝડપાયો મોહમ્મદ નૂરબાબુ, સુરત પોલીસે POCSO હેઠળ આદરી કાર્યવાહી

    પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મૂળ બિહારનો રહેવાસી છે. જે છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં રહેતો હતો. તથા ઝરી કામ જેવી છૂટક મજૂરી કરતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ POCSO સહિતની અન્ય કલમો લગાવીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

    - Advertisement -

    સુરત (Surat) ખાતેથી 25 વર્ષના મુસ્લિમ શખ્સે 13 વર્ષની હિંદુ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ હિંદુ બાળાનું પહેલાં અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાના આરોપ લાગ્યા છે. નોંધનીય છે કે, મુસ્લિમ આરોપી મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે POCSO હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સુરત મહિધરપુરા (Mahidharpura) પોલીસે આરોપી મોહમ્મદ નૂરબાબુ બદરુદ્દીન સૈયદની તેલંગાણાના હૈદરાબાદ (Haidrabad) ખાતેથી ધરપકડ કરી સગીરાને તેના ચંગુલમાંથી છોડાવી હતી.

    મળતી માહિતી અનુસાર, સમગ્ર ઘટના 14 ઑગસ્ટના રોજ બનવા પામી હતી. સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં હિંદુ બાળાનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. તથા સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મોહમ્મદ નૂરબાબુ બદરૂદ્દીન સૈયદ નામક 25 વર્ષીય આરોપી 13 વર્ષની હિંદુ સગીરાનું અપહરણ કરીને અલગ અલગ રાજ્યોમાં લઈને ફરી રહ્યો હતો, તથા તેના પર દુષ્કર્મ પણ ગુજારી રહ્યો હતો. તે પોતાની ધરપકડ ટાળવા માટે સગીરાનો ઉપયોગ કરીને લગભગ 1 મહિનાથી અલગ અલગ રાજ્યોમાં છુપાતો ફરી રહ્યો હતો.

    - Advertisement -

    નૂરબાબુ બદરૂદ્દીન સૈયદની હૈદરાબાદથી ધરપકડ

    આ દરમિયાન જ પોલીસને આરોપી તેલંગાણામાં છુપાયો હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસે તાત્કાલિક ઓપરેશન હાથ ધરી 11 સપ્ટેમ્બરના રોજ આરોપીને તેલંગાણાના હૈદરાબાદથી ઝડપી પાડ્યો હતો. આરોપીની સાથે સગીરા પણ મળી આવી હતી, પીડિતાને સુરક્ષિત રીતે તેના પરિવારને સુપરત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આરોપી મૂળ બિહારનો હતો અને બાળકીનું અપહરણ કરીને અલગ-અલગ સ્થળોએ ફરી તેના પર સતત દુષ્કર્મ આચરી રહ્યો હતો.

    સુરતમાં રહીને કરતો હતો મજૂરી કામ

    પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મૂળ બિહારનો રહેવાસી છે. જે છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં રહેતો હતો. તથા ઝરી કામ જેવી છૂટક મજૂરી કરતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ POCSO સહિતની અન્ય કલમો લગાવીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોલીસ એ અંગે પણ તપાસ કરી રહી છે કે, આરોપીએ નામ બદલીને સગીરા સાથે સંપર્ક કર્યો હતો કે કેમ. જો તપાસમાં ‘લવ જેહાદ’ હોવાનું સામે આવશે તો તે રીતે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ સિવાય અન્ય પાસાઓ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

    દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર, ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, “મહિધરપુરા પોલીસ મથકમાં એક સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ગુનાની ગંભીરતા જોઈને તપાસ આરંભી ટેકનિકલ સર્વેન્સની મદદ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાવી જનારને પકડવામાં આવ્યો હતો.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં