Monday, November 25, 2024
More
    હોમપેજદેશ'પશુઓને ભોજન આપવા પર મુસ્લિમ ભીડ કરે છે પ્રતાડિત, દરવાજા પર ફેંકે...

    ‘પશુઓને ભોજન આપવા પર મુસ્લિમ ભીડ કરે છે પ્રતાડિત, દરવાજા પર ફેંકે છે માંસ’: હિંદુ મહિલા પત્રકારે વિડીયો પોસ્ટ કરી જણાવી આપવીતી, કહ્યું- ક્યારેય ન લો મુસ્લિમ વિસ્તારમાં ઘર

    હિંદુ મહિલા પત્રકારે સોશિયલ મીડિયા હેન્ડલ પર એવું પણ લખ્યું છે કે, હિંદુ મહિલા હોવાને કારણે કોઈએ પણ મુંબઈ, મલાડ અને મુંબ્રા જેવા મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાં મકાન ન લેવું જોઈએ, નહીં તો આવી જ સ્થિતિ બનવા પામશે. પોતાની પોસ્ટમાં તેમણે કેટલાક વિડીયો પણ શેર કર્યા છે.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર એક હિંદુ મહિલા પત્રકારનો વિડીયો સામે આવ્યો છે. પત્રકારનું નામ આમ્રપાલી શર્મા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિડીયો પોસ્ટ કરીને આરોપ લગાવ્યો છે કે, તેમની હિંદુ ઓળખ અને પશુપ્રેમી હોવાના કારણે તેમને મહારાષ્ટ્રના મલાડમાં સ્થાનિક મુસ્લિમો હેરાન કરી રહ્યા છે. મહિલા પત્રકારે કહ્યું કે, પશુઓને ભોજન આપવા પર મુસ્લિમ ભીડ તેમના ઘરની બહાર માંસ ફેંકે છે. તેમણે વિડીયો પોસ્ટ કરીને આ ઘટના પર નિરાશા વ્યક્ત કરી છે અને આ ઘટનાને ‘અસ્તિત્વના સવાલ’ તરીકે ગણાવી છે.

    વિડીયોમાં તેમને આ ઘટના વિશે બોલતા સાંભળી શકાય છે. તેમણે કહ્યું છે કે, તેઓ આ મામલે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પણ ગયા હતા. પરંતુ તેમની વાત સાંભળવામાં નથી આવી રહી. સ્થાનિક મુસ્લિમો સતત તેમને હેરાન કરી રહ્યા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. આમ્રપાલી અનુસાર, તેઓ સેક્યુલર હિંદુ છે, પરંતુ આજે તેમની સાથે જે કાંઈ પણ થઈ રહ્યું છે તે માત્ર એટલા માટે થઈ રહ્યું છે કારણ કે, તેઓ હિંદુ બ્રાહ્મણ મહિલા છે અને પશુઓને પ્રેમ કરે છે.

    તેમની ફરિયાદ છે કે, ગાર્ડ અને અન્ય લોકોની મદદથી તેમના ઘરના દરવાજા પર માંસ ફેકવામાં આવ્યું છે. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, તેઓ પોલીસ પાસે આ મામલાની ફરિયાદ કરવા માટે પહોંચ્યા તો પોલીસે પણ તેમની વાત સાંભળી નહોતી. તેમનો આરોપ છે કે, તેમની ફરિયાદ કોઈપણ વ્યક્તિ દ્વારા સાંભળવામાં આવી રહી નથી. તેમના ઘરની બહાર ફેંકવામાં આવી વસ્તુ ગૌમાંસ છે કે શું તેની પણ કોઈએ તપાસ સુદ્ધાં કરી નથી. તેમણે આ ઘટનાને ‘પોતાના અસ્તિત્વ’ના સવાલ તરીકે ગણાવી છે.

    - Advertisement -

    આમ્રપાલી વિડીયોમાં કહે છે કે, તેઓ નથી જાણતા કે તે લોકો (મુસ્લિમો જે તેમને હેરાન કરી રહ્યા છે) સાથે તેમનું શું કનેક્શન છે કે, માત્ર તેમને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને મજબૂર કરવામાં આવી રહ્યા છે કે, તેઓ આત્મહત્યા કરી લે અથવા તો મલાડ છોડીને ભાગી જાય, જેથી મુસ્લિમો તેમના ફ્લેટ પર કબજો કરી શકે.

    તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એવું પણ લખ્યું છે કે, હિંદુ મહિલા હોવાને કારણે કોઈએ પણ મુંબઈ, મલાડ અને મુંબ્રા જેવા મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાં મકાન ન લેવું જોઈએ, નહીં તો આવી જ સ્થિતિ બનવા પામશે. પોતાની પોસ્ટમાં તેમણે કેટલાક વિડીયો પણ શેર કર્યા છે. તે વિડીયોમાં જોઈ શકાય છે કે, કેટલાક સ્થાનિક લોકો તેમને રસ્તા પર પશુઓને ભોજન આપવા માટેની ના પાડી રહ્યા છે. આમ્રપાલી તે લોકોને સમજાવતા પણ જોઈ શકાય છે કે, આ બધા નિયમો બિલ્ડિંગમાં લાગુ પડે છે, પરંતુ પબ્લિક પ્લેસમાં આ નિયમો લાગુ પડી શકતાં નથી.

    નોંધનીય છે કે, આમ્રપાલી શર્માના X એકાઉન્ટ પરથી માહિતી મળી છે કે, તેમણે આજતક, IBN7 જેવી ચેનલોમાં સેવા આપી છે. આજે તેઓ લાચારીથી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરે છે અને માત્ર પશુઓને ખાવાનું આપવા પર તેમના સાથે કેવો વ્યવહાર થઈ રહ્યો છે તે વિશે જણાવવાનો પ્રયાસ કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં