Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતસુરત: વેસુની 15 વર્ષની હિંદુ સગીરાને ઉઠાવી જનાર મુસીબ મણીયાર ઝડપાયો, લઇ...

    સુરત: વેસુની 15 વર્ષની હિંદુ સગીરાને ઉઠાવી જનાર મુસીબ મણીયાર ઝડપાયો, લઇ ગયો હતો અજમેર; સોશિયલ મીડિયામાં ‘કટ્ટર મુસ્લિમ’ નામે છે અકાઉન્ટ

    આ ઓપરેશન પાર પડ્યા બાદ પોલીસ દ્વારા આરોપી મુસીબ અને હિંદુ સગીરાને મેડીકલ તપાસ માટે સુરત સિવિલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. હાલ સગીરા અને આરોપી મુસીબ મણીયારની પૂછપરછ ચાલી રહી છે

    - Advertisement -

    સુરતમાં એક હિંદુ સગીરાના અપહરણ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના મુસ્લિમ યુવકે સુરત આવીને હોટલમાં રૂમ બુક કરી સગીરાને મળવા બોલાવી હતી, તે મળવા આવતાં આરોપી ત્યાંથી જ તેનું અપહરણ કરીને મહારાષ્ટ્ર નાસી છૂટ્યો હતો. આ મામલે સુરત પોલીસે 2 ટીમ રવાના કરીને આરોપી અને સગીરાની શોધખોળ આદરી હતી. તેવામાં હવે સુરતના વેસુની 15 વર્ષની હિંદુ સગીરાને ઉઠાવી જનાર મુસીબ મણીયાર અને પીડિત સગીરા અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેથી પોલીસની પકડમાં આવ્યાં હતાં.

    મળતી માહિતી અનુસાર, સગીરાના પરિવાર દ્વારા અપહરણની ફરિયાદ નોંધાયા બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી અને આરોપીનું પગેરું મેળવવા તાત્કાલિક 2 ટીમોને મહારાષ્ટ્ર રવાના કરી હતી. જ્યાં આરોપીને મદદ કરનાર યુવક મળી આવ્યો હતો પરંતુ મુખ્ય આરોપી અને સગીરાની કોઈ ભાળ મળી નહોતી.

    હવે તાજી જાણકારી મુજબ પોલીસને આરોપી મુસીબ મણીયાર અને હિંદુ સગીરાને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યા છે. પોલીસના કહેવા અનુસાર, આરોપી અને તેના મિત્રએ પહેલા આ સગીરાને સુરતની હોટલ સ્કાયમાં જન્મદિવસ ઉજવવા બોલાવી હતી. ત્યાંથી તેઓ સગીરાનું અપહરણ કરીને મહારાષ્ટ્રના મુંબઈ લઇ ગયા હતા. ત્યાંથી તેઓએ તેને રાજસ્થાનના અજમેર લઇ ગયા હતા. અજમેરથી મહારાષ્ટ્ર પરત ફરતી વખતે પોલીસે બાતમીના આધારે તેમને અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી પકડી પાડ્યા હતા.

    - Advertisement -

    આ ઓપરેશન પાર પડ્યા બાદ પોલીસ દ્વારા આરોપી મુસેબ અને હિંદુ સગીરાને મેડીકલ તપાસ માટે સુરત સિવિલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. હાલ સગીરા અને આરોપી મુસીબ મણીયારની પૂછપરછ ચાલી રહી છે. નોંધનીય છે કે સગીરાના પરિવારે નોંધાવેલી ફરિયાદ અનુસાર કિશોરી 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. બીજી તરફ સગીરાનું અપહરણ કરનાર આરોપી મુસીબ 22 વર્ષનો છે અને મૂળ ઓરંગાબાદનો છે. હાલ પોલીસે મુસીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

    સોશિયલ મીડિયામાં ‘કટ્ટર મુસ્લિમ’ નામે છે એકાઉન્ટ

    આ ઘટનામાં મહત્વપૂર્ણ બાબત તે છે કે આરોપીએ આ હિંદુ સગીરાને સોશિયલ મીડિયા દ્વારા ફસાવી હતી. દરરોજ વાતો કરીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. આ બાદ તે મુસ્લિમ યુવક સગીરાને મળવા માટે છેક મહારાષ્ટ્રથી સુરત આવી પહોંચ્યો હતો. ત્યાં તેણે એક હોટેલમાં રૂમ બુક કર્યો હતો અને બીજા દિવસે તે 15 વર્ષની સગીરાને ત્યાં બોલાવી તેનું અપહરણ કરીને ત્યાંથી ભાગી ગયો હતો. ગુજરાત મિત્રના અહેવાલ અનુસાર આરોપી જે સોશિયલ મીડિયા અકાઉન્ટ વાપરે છે તેમાં તેણે પોતાના પ્રોફાઈલમાં ‘કટ્ટર મુસ્લિમ’ નામનો ઉપયોગ કર્યો છે. આ સિવાય અન્ય અહેવાલોમાં પણ આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે.

    એક તરફ સુરતના વેસુની 15 વર્ષની હિંદુ સગીરાને ઉઠાવી જનાર મુસીબ પકડાઇ ગયો છે તો બીજી તરફ આ ઘટનાને લઈને સ્થાનિક હિંદુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે સગીરા અને આરોપીની મેડિકલ તપાસ કરાવડાવી છે અને ધારાધોરણ અનુસાર કાર્યવાહી શરૂ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં