ઇઝરાયેલી એરફોર્સના (IAF) જેટ્સે 8 ડિસેમ્બરે સીરિયા ખાતે (Israel Attack on Syria) ઘણા સ્થાનો પર હુમલા કર્યા જેમાં મુખ્ય સૈન્ય અને વ્યૂહાત્મક સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ સ્ટ્રાઈકનો હેતુ સીરિયન શસ્ત્રોને નિષ્ક્રિય કરવાનો હતો. આ શસ્ત્રોને લઈને ઇઝરાયેલને ભય હતો કે બશર અલ-અસદના (Bashar Al-Assad) શાસનના પતન પછી આ શસ્ત્રોનો ઉપયોગ કરીને સીરિયન નાગરિકો અવ્યવસ્થા ઉભી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે બશર અલ-અસદે રવિવારે જ રાજીનામું આપ્યું હતું. કહેવાઈ રહ્યું છે કે ઇઝરાયેલે લગભગ 250 સ્ટ્રાઈક કરી હતી.
આ દરમિયાન ઉપરાંત, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે (આઇડીએફ) ગોલાન હાઇટ્સમાં ઇઝરાયેલ અને સીરિયા વચ્ચેના બફર ઝોન પર પણ નિયંત્રણ મેળવ્યું હતું.આ હુમલા દરમિયાન સીરિયાના અદ્યતન મિસાઈલ સ્ટોરેજ સાઈટ્સ, એર ડિફેન્સ સિસ્ટમ સહિતના હથિયારોને નષ્ટ કરવામાં આવ્યા હતા. આ હુમલો કરવા ઇઝરાયેલના લગભગ 12 જેટલાં ઈઝરાયેલી એર ફોર્સના વિમાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
🚨عاجل ‼️⚡️
— رؤى لدراسات الحرب (@Roaastudies) December 9, 2024
هجمات إسرائيلية على السفن البحرية السورية في ميناء اللاذقية.
بينما تعمل السلطات السورية الجديدة على تقسيم السلطة السياسية، تواصل إسرائيل حرمان جيشها بشكل منهجي من إمكاناته العسكرية… pic.twitter.com/lVqKNEn0Hw
ઇઝરાયેલી સેનાએ સ્વેઇડા નજીક ખાલખાલા એરબેઝ અને દમાસ્કસમાં મેઝેહ એરબેઝ પર હુમલા કર્યા હતા. નોંધનીય છે કે ઇઝરાયેલે હુમલો કર્યો તેની આગલી રાત્રે જ સીરિયાન આર્મીના સૈનિકો ખાલખાલા એરબેઝ છોડીને ભાગી ગયા હતા. અહેવાલો મુજબ આ એરબેઝમાં મિસાઇલો અને એર ડિફેન્સ બેટરીઓ ભરેલી હતી.
ત્યારપછી ઇઝરાયેલેના દમાસ્કસના મુખ્ય સ્થાનોને નિશાન બનાવ્યા હતા. જેમાં કાફ્ર સુસામાં સુરક્ષા કમ્પાઉન્ડ અને મિસાઇલ વિકાસ સાથે સંકળાયેલા સરકારી સંશોધન કેન્દ્રનો નાશ કર્યો હતો. અહેવાલો મુજબ આ પછી દક્ષિણ સીરિયાના દારા અને સુવેદા પ્રાંતોમાં પણ સંવેદનશીલ લશ્કરી ડેટા અને શસ્ત્રોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાખવામાં આવ્યા હતા ત્યાં હુમલો કર્યો હતો.
નોંધનીય બાબત છે કે ઇઝરાયેલે સીરિયા પર જે હુમલા કર્યા ત્યારે સીરિયાની આ પરિસ્થિતિનો લાભ અમેરિકા અને તુર્કી પણ ઉઠાવી રહ્યા છે. અમેરિકાએ પણ સીરિયા પર હુમલો કર્યો હતો. મહત્વની બાબત છે કે અત્યારસુધી ઇઝરાયેલે સીરિયા પર લગભગ 250 સ્ટ્રાઈક કરી હોવાનું સામે આવ્યું હતું. એવું પણ કહેવાઈ રહ્યું છે કે જો આ જ રીતે સીરિયા પર હુમલો ચાલુ રહ્યો તો તેની એરફોર્સ સંપૂર્ણ પણે નાશ પામશે.