Sunday, February 2, 2025
More
    હોમપેજરાજકારણબશર અલ અસદ સરકારના પતન બાદ 50 વર્ષે સીરિયામાં ઘૂસી ઇઝરાયેલી સેના:...

    બશર અલ અસદ સરકારના પતન બાદ 50 વર્ષે સીરિયામાં ઘૂસી ઇઝરાયેલી સેના: દમિશ્ક પર વરસાવ્યા તાબડતોડ બૉમ્બ, સૈન્ય ઠેકાણાં પર કર્યો કબજો

    ઇઝરાયેલનું કહેવું છે કે, તેણે પોતાના નાગરિકોની સુરક્ષા માટે આ કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન ઇઝરાયેલી વાયુસેનાએ સીરિયામાં ઘૂસીને કેટલાક સૈન્ય ઠેકાણાં તબાહ કરી નાખ્યા છે. અસદ શાસનના અંત બાદ હવે સીરિયામાં ઈરાનનો પ્રભાવ પણ ખતમ થઈ ગયો છે.

    - Advertisement -

    સીરિયામાં (Syria) હાલ પણ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે (Bashar al Assad) દેશ છોડ્યા બાદ વિદ્રોહી જેહાદી સંગઠને આખા દેશ પર કબજો કરી લીધો છે. બીજી તરફ રાષ્ટ્રપતિએ રશિયામાં (Russia) શરણ લીધું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ આખા ઘટનાક્રમ વચ્ચે હવે અમેરિકી સેનાએ (US Army) ઇઝરાયેલ (Israel) સાથે મળીને સીરિયાના સૈન્ય ઠેકાણાં પર તાબડતોડ હુમલા શરૂ કરી દીધા છે. 50 વર્ષ બાદ પહેલી વખત ઇઝરાયેલી સેના (Israeli Army) સીરિયામાં ઘૂસી ગઈ છે અને સૈન્ય ઠેકાણાં (Military Bases) પર કબજો કરી લીધો છે.

    સીરિયામાં 50 વર્ષ બાદ ઇઝરાયેલી સેના ઘૂસી છે. ઇઝરાયેલ અને અમેરિકા બંનેને ડર હતો કે, સીરિયન સેનાના હથિયારો વિદ્રોહી જેહાદીઓના હાથમાં આવી શકે છે. જે બાદ બંને દેશોની સેનાએ તાબડતોડ સૈન્ય ઠેકાણાં પર હુમલા કરી દીધા હતા. હવાઈ હુમલા બાદ ઇઝરાયેલી સેના સીરિયામાં પણ ઘૂસી ગઈ છે. વર્ષ 1974ની સંધિ બાદ આવું પહેલી વખત બન્યું છે કે, ઇઝરાયેલી સેનાએ સીરિયાની ધરતી પર ડગ માંડ્યા હોય. એટલું જ નહીં, પરંતુ ઇઝરાયેલી સેનાએ ગોલાન હાઇટ્સની પાસે 10 કિલોમીટર અંદર સીરિયાની જમીન પર કબજો કરીને બફર ઝોન પણ પોતાના તાબે કરી લીધો છે.

    ઇઝરાયેલનું કહેવું છે કે, તેણે પોતાના નાગરિકોની સુરક્ષા માટે આ કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન ઇઝરાયેલી વાયુસેનાએ સીરિયામાં ઘૂસીને કેટલાક સૈન્ય ઠેકાણાં તબાહ કરી નાખ્યા છે. અસદ શાસનના અંત બાદ હવે સીરિયામાં ઈરાનનો પ્રભાવ પણ ખતમ થઈ ગયો છે. જોકે, ઇઝરાયેલ માટે તે ખૂબ સારા સમાચાર છે. પરંતુ વિદ્રોહી જેહાદીઓના હાથમાં હથિયારો આવે તો આસપાસના દેશો માટે સુરક્ષાનું જોખમ ઊભું થાય છે. જેને લઈને અમેરિકા અને ઇઝરાયેલે હુમલા ચાલુ જ રાખવાનો નિર્ણય કર્યો છે.

    - Advertisement -

    જાણવા મળી રહ્યું છે કે, સીરિયા સરહદ પાસે આવેલા ગોલાન વિસ્તારમાં પણ ઇઝરાયેલે ટેન્ક ખડકી દીધા છે. IDF ચીફ ઑફ સ્ટાફ લેફ્ટનન્ટ-જનરલે સીરિયન સરહદની મુલાકાત બાદ જણાવ્યું છે કે, IDF તે સુનિશ્ચિત કરવા માટે નિરીક્ષણ કરી રહી છે કે, સીરિયા તરફથી કોઈપણ વ્યક્તિ ઇઝરાયેલ તરફ આગળ ન આવે. મીડિયા રિપોર્ટ અનુસાર, 1974માં સીરિયા અને ઇઝરાયેલ વચ્ચે એક સંધિ થઈ હતી. તે સમયે બંને દેશો વચ્ચે એક બફર ઝોન બનાવવામાં આવ્યો હતો અને એવી જોગવાઈ હતી કે, બંને દેશની સેનાઓ એકબીજાના દેશમાં ઘૂસી શકશે નહીં. પરંતુ, અસદ શાસનના અંત બાદ ઇઝરાયેલી સેનાએ સીરિયામાં ડગ માંડી દીધા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં