Tuesday, June 24, 2025
More
    હોમપેજરાજકારણસમુદ્ર કિનારો, કોક્સ બજારની હોટલ, પાકિસ્તાની હાઈકમિશનર અને બાંગ્લાદેશી યુવતી...: ક્યાંક MMS...

    સમુદ્ર કિનારો, કોક્સ બજારની હોટલ, પાકિસ્તાની હાઈકમિશનર અને બાંગ્લાદેશી યુવતી…: ક્યાંક MMS લીક થયાની વાત, તો ક્યાંક હની ટ્રેપિંગની શંકા… રંગીનમિજાજી મિયા નાક ડુબાડી થયા ઘરભેગા

    તો કોઈનું કહેવું છે કે મહારુફ સાહેબ તો ના પાકિસ્તાન ના બાંગ્લાદેશ, પણ થાઇલેન્ડ ભાગી ગયા છે. જોકે આ બાબતોની કોઈ પણ અધિકારીક રીતે પુષ્ટિ થયેલ નથી.

    - Advertisement -

    ખબર આવી રહી છે બાંગ્લાદેશથી, પાકિસ્તાનના હાઈકમિશનર (Pakistan High Commissioner) સૈયદ અહમદ મહારુફની (Syed Ahmed Maharoof). બાંગ્લાદેશમાં (Bangladesh) પાકિસ્તાન હાઈ કમિશન પર સેવા બજાઈ રહેલા મહારુફ બાંગ્લાદેશમાં સમુદ્ર કિનારે આવેલા કોક્સ બજારની એક હોટેલમાં લાલપીળા રોમાન્સ કરતા રંગેહાથ ઝલાઈ ગયા! આ શર્મનાક ઘટના બાદ 9 મે 2025ને જુમ્માના દિવસે જનાબ મહારુફ ચુપચાપ દુબઇની ફ્લાઈટ પકડીને પોતાને દેશ પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ જવા રવાના થઇ ગયા હતા.

    આ નાક કપાવવા લાયક ઘટના બાદ મહારુફ સાહેબે અચાનક રજા પર જવાનું મીડિયામાં વહેતુ મૂકી દીધું છે તથા તેઓ બાંગ્લાદેશ છોડી ચૂક્યાની જાણકારી પણ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયને કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહારુફની ગેરહાજરીમાં મુહમ્મદ આસિફ કાર્યવાહક ઉચ્ચાયુક્તનાં રૂપમાં હાલમાં કાર્યકાળ સાંભળી રહ્યા છે. જો કે આ ફજેતી બાદ મહાશય મહારુફને હવે તાપસના સાણસામાં લેવાનું સાંભળવામાં આવી રહ્યું છે.

    BD Digestના એક અહેવાલ અનુસાર પાકિસ્તાની હાઈકમિશનર સૈયદ મહારુફને જે મહિલા સાથે હોટેલ સી પર્લમાં આપત્તીજનક હાલતમાં પકડવામાં આવ્યા હતા તે બાંગ્લાદેશી મહિલાનું નામ હાંફીઝા હક શાહ હોવાનું સામે આવી રહ્યું છે. આ મહિલા બાંગ્લાદેશ બેન્કની વિદેશી મુદ્રા વિભાગમાં સહાયક નિદેશકના રૂપમાં કાર્યરત છે.

    - Advertisement -

    જાણવામાં એમ પણ આવી રહ્યું છે કે આ યુગલ પહેલાથી જ આ અવૈધ સંબંધમાં હતા. મોહતરમાં હાંફીઝા હક શાહની ફેસબુક પ્રોફાઈલમાં પણ બંનેના ઘણા ફોટો મુકેલા હતા. જો કે આ ઘટસ્ફોટ બાદ હાફીઝાએ તાત્કાલિક પોતાની ફેસબુક પ્રોફાઈલ ડિલિટ કરી દીધી છે.

    હાફીઝા હક શાહ નિયમિત રૂપે પોતાના મહેબૂબ મહારુફને મળવા તેમના દફતર પાકિસ્તાન હાઈ કમિશન જતી હોવાનું  પણ સામે આવ્યું છે. બીડી ડાયજેસ્ટના જણાવ્યા અનુસાર આ કોઈ એક બે વારનું કામ નથી પણ ઘણા લાંબા સમયથી આ યુગલ આ ગુલ ખિલાવી રહ્યા હતા. વારંવાર ટકોર છત્તા પણ યુનુસ સરકારની પ્રેસ વિન્ગ દબાવના કારણે આ બાબતે ઢાંક પિછોડા કરી રહ્યા હતા. દરમ્યાન, પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા આ બાબતે કરવામાં આવી નથી.

    આ ઘટનાક્રમ પછી સોશ્યિલ મીડિયા, ખાસ કરીને X પર, યુઝર્સએ જનાબ એ આલમ મહારુફ તથા તેમની મહેબૂબા હાફીઝાના ફોટો વાયરલ કરીને જાત જાતની અટકળો કરી હતી કે મહારુફ કદાચ હની ટ્રેપિન્ગના (honey trapping) શિકાર થયા છે? યુઝર્સના મુજબ તેમનો કોઈ MMS પણ લીક થયો છે.

    તો કોઈનું કહેવું છે કે મહારુફ સાહેબ તો ના પાકિસ્તાન ના બાંગ્લાદેશ, પણ થાઇલેન્ડ ભાગી ગયા છે. જોકે આ બાબતોની કોઈ પણ અધિકારીક રીતે પુષ્ટિ થયેલ નથી.

    ઑપઇન્ડિયા આ આખા પ્રસંગની સ્વતંત્ર પણે કોઈ પણ પુષ્ટિ નથી કરી રહ્યું.

    નોંધવું રહયું કે સૈયદ મહારુફ 2023માં પાકિસ્તાન તરફથી બાંગ્લાદેશમાં પાકિસ્તાનના હાઈકમિશનર નિયુક્ત કરવામાં આવ્યા હતા. આટલા મોટા પદ પર આટલી છીછરી અને ઓછી હરકત કરવી તે એક અત્યંત નિંદનીય અને શરમજનક બાબત કહેવાય. તેમની આટલી શરમજનક હરકત કરવા બદલ લાગે છે પાકિસ્તાને તેમને પાછા દેશમાં બોલાવી લીધા છે.

    જ્યારે પાકિસ્તાન દુનિયામાં પોતાની કફોડી અર્થતાંત્રિક સ્થિતિ, ભારત સામે ઑપરેશન સિંદૂરમાં નામોશીના કારણે અવારનવાર હાંસીને પાત્ર બની રહ્યું છે, ત્યારે તેમના ટોચના અધિકારીઓ પણ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જગહસાયી કરાવવામાં પાછી પાની નથી કરી રહ્યા. હવે જોવાનું એ રહેશે કે આગળ આ ઘટનાક્રમને લઈને શું ખુલાસા થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં