ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે (Israel Ambassador to India Reuven Azar) વડા પ્રધાન મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે 7 ઓક્ટોબરના રોજ આતંકવાદી સંગઠન હમાસ (Hamas Attack) દ્વારા ઇઝરાયલ પર થયેલા આતંકવાદી હુમલા બાદ તેઓ સૌપ્રથમ નેતા હતા જેમણે અમને ફોન કર્યો હતો. IANSને આપેલા ઇન્ટરવ્યુમાં, અઝારે કહ્યું કે પીએમ મોદીજી છેલ્લા દોઢ વર્ષથી ઇઝરાયલની સાથે ઉભા રહ્યા છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ પીએમ મોદીની મિત્રતાને મહત્વ આપે છે અને ભવિષ્યમાં ભારત અને ઇઝરાયલ ઘણી બાબતોમાં સહયોગ કરશે.
IANS Exclusive
— IANS (@ians_india) February 26, 2025
New Delhi: Reuven Azar, Ambassador of Israel to India, says, "Israel looks with admiration to the achievements of India under the leadership of Prime Minister Narendra Modi. His friendship is very dear for us. We saw he was the first to call us following the 7th… pic.twitter.com/euGHYA6DVw
અઝારે કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સિદ્ધિઓની ઇઝરાયલ પ્રશંસા કરે છે. તેમની મિત્રતા અમને ખૂબ જ પ્રિય છે. અમે જોયું કે 7 ઓક્ટોબર પછી તેઓ અમને ફોન કરનારા પહેલા વ્યક્તિ હતા. અમે જોયું કે છેલ્લા દોઢ વર્ષમાં તેઓ અમારી સાથે કેવી રીતે ઉભા રહ્યા. અમે જાણીએ છીએ કે અમે ઘણી બાબતોમાં એકસરખું વિચારીએ છીએ. અમે વસ્તુઓને એકસરખી રીતે જોઈએ છીએ. અમે સમાન પડકારોનો સામનો કરીએ છીએ. તેથી મને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં અમે સાથે મળીને ઘણી વધુ વસ્તુઓ કરી શકીશું.”
બાયડન સરકારે સહયોગ નહોતો કર્યો, પણ ટ્રમ્પ પાસે આશા
ટ્રમ્પ અને બાયડન વહીવટીતંત્ર વચ્ચે ભેદ પાડતા, અઝારે કહ્યું કે ઇઝરાયલને બાયડન સરકાર સાથે ‘કેટલીક ત્રુટિઓ’ છે કારણ કે તેણે ઇઝરાયલને રફાહ ઓપરેશન માટે જરૂરી કેટલાક શસ્ત્રો આપવાનો ઇનકાર કર્યો હતો. “હંમેશા કોઈપણ યુએસ વહીવટ અને બિડેન વહીવટીતંત્ર સાથે અમારા સારા સંબંધો રહ્યા છે, પરંતુ હમાસના હુમલાથી પોતાને બચાવવા માટેના અમારા સંઘર્ષને સંચાલિત કરવામાં અમારી સાથે ભેદભાવ કરાયો છે. જો તમને યાદ હોય, તો વહીવટીતંત્રએ (બાયડન) અમને રફાહ ઓપરેશન હાથ ધરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને યુદ્ધ માટે જરૂરી શસ્ત્રો પણ અવરોધિત કર્યા હતા,” રાજદૂતે કહ્યું.
જોકે ઇઝરાયલી રાજદૂતે અમેરિકામાં નવા રચાયેલા ટ્રમ્પ વહીવટ અંગે આશાવાદ વ્યક્ત કર્યો, જે ઇઝરાયલ અને યુએઈ વચ્ચે અબ્રાહમ કરાર (Abraham Accords) પર હસ્તાક્ષર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અગાઉના ટ્રમ્પ વહીવટ સાથેના ઇઝરાયલના અનુભવના આધારે હતો.