Sunday, September 15, 2024
More
    હોમપેજદુનિયારમઝાનમાં કુરાન શીખવા માટે ગયેલા બાળક પર મસ્જિદમાં બળાત્કાર, પાકિસ્તાનના મુઝફ્ફરગઢની ઘટના:...

    રમઝાનમાં કુરાન શીખવા માટે ગયેલા બાળક પર મસ્જિદમાં બળાત્કાર, પાકિસ્તાનના મુઝફ્ફરગઢની ઘટના: આરોપીની ધરપકડ

    પીડિત બાળક રમઝાન મહિનાને લઈને 10 દિવસ માટે એતકાફ (એકાંતમાં રહીને દુઆ-નમાજ) માટે ગયો હતો આ સાથે જ તે ત્યાં કુરાનનું પણ અધ્યયન કરી રહ્યો હતો. દરમ્યાન, ત્યાં એતકાફ કરવા આવેલા એક 28 વર્ષીય યુવકે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાનના મુજફ્ફરગઢની મસ્જિદમાં એક બાળક પર બળાત્કાર થયો હોવાની ઘટના સામે આવી હતી. આ બાળક રમઝાન મહિનાને લઈને કુરાન શીખવા માટે મસ્જિદ ગયો હતો. દરમિયાન 28 વર્ષીય આરોપીએ તેને પથારીમાં લઇ જઈ મોઢું દબાવીને બળાત્કાર ગુજાર્યો. આ મામલે પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

    મળતી માહિતી અનુસાર, ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુજફ્ફરગઢમાં સનાવાન ભૂખી ચોક પર આવેલી મસ્જિદની છે. પીડિત બાળક રમઝાન મહિનાને લઈને 10 દિવસ માટે એતકાફ (એકાંતમાં રહીને દુઆ-નમાજ) માટે ગયો હતો આ સાથે જ તે ત્યાં કુરાનનું પણ અધ્યયન કરી રહ્યો હતો. દરમ્યાન, ત્યાં એતકાફ કરવા આવેલા એક 28 વર્ષીય યુવકે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

    પથારીમાં લઈ જઈ મોઢું દબાવીને બળાત્કાર

    સમગ્ર મામલે પીડિત બાળકે જણાવ્યું હતું કે, આરોપી તેને તેની પથારીમાં લઇ ગયો હતો. ત્યાં લઈ જઈ તેણે તેની પર બળાત્કાર ગુજાર્યો. આ દરમિયાન બાળક અવાજ ન કરે તે માટે આરોપીએ તેનું મોઢું દબાવી રાખ્યું હતું. બળાત્કાર કરીને તે બાળકને ત્યાં જ છોડીને ભાગી ગયો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મસ્જિદના મૌલવી આ ઘટના જોઈ જતાં આરોપીએ તેને પણ ધમકી આપીને કહ્યું હતું કે, “જો કોઈને કહેશે તો પરિણામ ખૂબ ખરાબ આવશે.”

    - Advertisement -

    બીજી તરફ ઘટના બાદ બાળકની અમ્મીએ પોલીસ ફરિયાદ કરતા મુઝફ્ફરગઢ પોલીસે બાળકને મેડિકલ ચેક-અપ માટે મોકલી આપ્યો હતો. બીઉજી તરફ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. પાકિસ્તાની પોલીસ અધિકારી વસીમ ગોપાંગે ધરપકડની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત પંજાબ પ્રાંત પોલીસના આધિકારિક X હેન્ડલ પર પણ આરોપીની ધરપકડની પુષ્ટિ કરવામાં આવી છે.

    પાકિસ્તાન બાળ આયોગ પણ હરકતમાં

    આ મામલે પાકિસ્તાન બાળ અધિકાર આયોગ પણ હરકતમાં આવ્યું છે. મામલે NCRCએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં માહિતી આપી છે કે ઘટનાની નોંધ લેવામાં આવી છે, જિલ્લા પોલીસ કાર્યાલય સાથે સંપર્ક સાધવામાં આવ્યો છે. ધરપકડની પુષ્ટિ થઈ ગઈ છે. તો બીજી તરફ પાકિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર આરોપી વિરુદ્ધ PPCની ધારા 376 (બળાત્કાર) અંતર્ગત FIR દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ઈમામે બાળકના અબ્બુને 2:30 વાગ્યે ઘટનાની જાણ કરી હતી.

    બાળકે પણ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે બાથરૂમ ગયો હતો તે સમયે આરોપી પણ ત્યાં હતો અને તેણે તેની સાથે ખરાબ કામ કર્યું. આ દરમિયાન આરોપીએ બાળકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં