Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'તલાક... તલાક... તલાક... યોર એક્સ વાઇફ': દુબઈની રાજકુમારી શેખા મહરાએ તેના શોહરને...

    ‘તલાક… તલાક… તલાક… યોર એક્સ વાઇફ’: દુબઈની રાજકુમારી શેખા મહરાએ તેના શોહરને છોડી દીધો, ઇન્સ્ટાગ્રામ પર જ શરિયાનું ઉડાવ્યું મજાક

    શેખા મહેરાની આ જાહેરાતે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી હતી. લોકોને પહેલા લાગ્યું કે કોઈએ તેમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કર્યું છે, પછી સત્ય સામે આવ્યું.

    - Advertisement -

    દુબઈની રાજકુમારી શેખા મહરા બિન્ત મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે ઇસ્લામિક કાયદાનો (શરિયા) ભંગ કરીને તેના શોહર શેખ મના બિન મોહમ્મદ બિન રાશિદ બિન માના અલ મકતુમને છૂટાછેડા આપી દીધા છે. ઇસ્લામિક કાયદાઓ હેઠળ, સ્ત્રી તેના પતિને છૂટાછેડા આપી શકતી નથી, તેના બદલે ‘ખુલા’ની (Khula) પ્રક્રિયા અપનાવવામાં આવે છે. આ છૂટાછેડાની જેમ જ થાય છે, પરંતુ સોશિયલ મીડિયા પર શાહદરી મહરાએ ‘તલાક… તલાક… તલાક…’ (Triple Talaq)કહીને તેના પતિ અને શરિયા કાયદા બંનેની મજાક ઉડાવી છે. રાજકુમારી મહરાએ એવા સમયે છૂટાછેડાની જાહેરાત કરી છે જ્યારે તેણે માત્ર 2 મહિના પહેલા જ પુત્રીને જન્મ આપ્યો છે.

    રાજકુમારી શેખા મહરા બિન્ત મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે (Shaikha Mahra Mohammed Rashed Al Maktoum) ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટ પરથી તેના શોહર સાથેના તેના તણાવનો અંદાજ લગાવી શકાય છે. શેખા મહરાએ પોસ્ટ કર્યું, “પ્રિય શોહર… તમે કોઈ બીજા સાથે છો, આવી સ્થિતિમાં હું આપણા છૂટાછેડા જાહેર કરું છું. તલાક… તલાક… તલાક… તમારી સંભાળ રાખો… તમારી ભૂતપૂર્વ પત્ની.” શેખા મહેરાની આ જાહેરાતે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી હતી. લોકોને પહેલા લાગ્યું કે કોઈએ તેમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કર્યું છે, પછી સત્ય સામે આવ્યું.

    શરૂઆતમાં બધાને લાગતું હતું કે શેખા મહેરાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે, પરંતુ પછીથી સ્પષ્ટ થયું કે તેણે તેના શોહર સાથે છૂટાછેડા લઈ લીધા છે અને તેની પ્રોફાઇલ પરની પોસ્ટ તેણે જ કરી છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ બંનેએ ગયા વર્ષે મે મહિનામાં લગ્ન કર્યા હતા. 12 મહિના પછી શેખા મહરાએ દીકરીને જન્મ આપ્યો. આ દરમિયાન શેખા મહરાએ બાળકને જન્મ આપ્યાના સમાચાર શેર કર્યા હતા. તે જ સમયે, તેણે થોડા સમય પહેલા તેની પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું અને લખ્યું હતું કે, ‘માત્ર આપણે બંને.’ ત્યારથી જ ચર્ચા થઈ રહી હતી કે બંને વચ્ચે કંઈક બરાબર નથી થઈ રહ્યું. જો કે, શેખા મહરા દ્વારા કરવામાં આવેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં ઘણા લોકો રાજકુમારીના વખાણ કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં