Sunday, October 6, 2024
More
    હોમપેજરાજકારણઅમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી જાનલેવા હુમલાનો પ્રયાસ: તેમના ગોલ્ફ કોર્સ નજીક...

    અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી જાનલેવા હુમલાનો પ્રયાસ: તેમના ગોલ્ફ કોર્સ નજીક AK47થી કરાયું ફાયરિંગ, પૂર્વ રાષ્ટ્રપતિ હાલ હેમખેમ

    રાષ્ટ્રપતિ જો બાયડને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આપણા દેશમાં રાજકીય હિંસા અથવા કોઈપણ હિંસા માટે કોઈ સ્થાન નથી."

    - Advertisement -

    રિપબ્લિકન પાર્ટી તરફથી અમેરિકાના પ્રમુખપદના ઉમેદવારની ટીમે આજે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ તેમની નજીકમાં થયેલા ગોળીબાર બાદ હાલ સુરક્ષિત છે. તેમના કેમ્પેનના પ્રવક્તા સ્ટીવન ચ્યુંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમની નજીકના વિસ્તારમાં ગોળીબાર બાદ સુરક્ષિત છે. આ સમયે વધુ વિગતો નથી.” નોંધનીય છે કે જ્યારે ટ્રમ્પ પોતાના ગોલ્ફ કોર્સ પર ગોલ્ફ રમી રહ્યા હતા ત્યારે આ હુમલાનો પ્રયાસ થયો હતો.

    આ ગોળીબાર ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં ટ્રમ્પના ગોલ્ફ કોર્સમાં થયો હતો. સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓને ટાંકીને ન્યૂયોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે એક ‘શંકાસ્પદ વ્યક્તિ’ને હાલ હથિયાર સાથે અટકાયતમાં લેવામાં આવ્યો છે.

    ઘણા મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે જ્યારે ગોળીબાર સંભળાયો ત્યારે ટ્રમ્પ ગોલ્ફ રમતા હતા. જ્યારે ગોળી ચલાવવામાં આવી ત્યારે ટ્રમ્પની સાથે તેમની સિક્રેટ સર્વિસની રક્ષણાત્મક ટીમ પણ હતી.

    - Advertisement -

    હમલાવર અથવા હમલવારો કોણ હતા અને તેમનો હેતુ શું હતો તે હજુ સ્પષ્ટ નથી. ટ્રમ્પને નિશાન બનાવવામાં આવ્યા હોવાના તાત્કાલિક કોઈ સંકેત મળ્યા નથી. મીડિયા આઉટલેટ CNN, સુરક્ષા એજન્સીના પોતાના સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે અધિકારીઓ માને છે કે ગોલ્ફ ક્લબમાં થયેલ ગોળીબાર ખરેખર ટ્રમ્પ માટે કરાયું હતું.

    વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા

    વ્હાઇટ હાઉસે ઝડપથી એક નિવેદન બહાર પાડ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાયડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, નવેમ્બરની ચૂંટણીમાં ટ્રમ્પના ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી, બંનેને આ ઘટના વિશે માહિતી આપવામાં આવી હતી.

    રાષ્ટ્રપતિ જો બાયડને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આપણા દેશમાં રાજકીય હિંસા અથવા કોઈપણ હિંસા માટે કોઈ સ્થાન નથી.” “મેં મારી ટીમને પૂર્વ રાષ્ટ્રપતિની સતત સલામતી સુનિશ્ચિત કરવા માટે ગુપ્ત સેવા પાસે દરેક સંસાધન, ક્ષમતા અને રક્ષણાત્મક પગલાં જરૂરી છે તેની ખાતરી કરવાનું ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે”, તેમણે ઉમેર્યું હતું.

    સાથે જ વાઇસ પ્રેસિડેન્ટ હેરિસે સોશિયલ મીડિયા પર કહ્યું કે, “મને ખુશી છે કે તે સુરક્ષિત છે.”

    2 મહિનામાં ટ્રમ્પ પર આ બીજો હુમલો

    પેન્સિલવેનિયામાં ટ્રમ્પની રેલી દરમિયાન એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો ત્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કાનમાં ઘાયલ થયાના બે મહિના પછી આ ગોળીબાર થયો છે.

    તે સમયે પણ ટ્રમ્પનો જીવ માંડ માંડ બચ્યો હતો અને કાન પર ગોળી વાગ્યા બાદનો તેમનો ફોટો ખૂબ વાઇરલ થયો હતો. જે બાદ તેમના કેમ્પેઈનને ખુબ જોમ મળ્યુ હતુ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં