Sunday, December 29, 2024
More
    હોમપેજદેશગૌતસ્કરીમાં અચાનક કેમ આવવા માંડ્યાં હિંદુઓનાં પણ નામ?: સુનિયોજિત ષડ્યંત્ર હેઠળ થઈ...

    ગૌતસ્કરીમાં અચાનક કેમ આવવા માંડ્યાં હિંદુઓનાં પણ નામ?: સુનિયોજિત ષડ્યંત્ર હેઠળ થઈ રહ્યું છે કામ, નજીવી રકમ આપીને કરાય છે સગીરોનાં બ્રેનવૉશ

    ઑપઇન્ડિયાએ ગૌતસ્કરીમાં હિંદુઓની સંડોવણી પાછળના કારણોની તપાસ કરવા માટે કેટલાક નિવૃત્ત અને વર્તમાન પોલીસકર્મીઓ સાથે વાત કરી હતી. નામ ન આપવાની શરતે, પોલીસકર્મીઓએ સ્પષ્ટપણે કહ્યું કે, હિંદુઓનું ગૌહત્યામાં સામેલ થવાનું મુખ્ય કારણ તેમનો લોભ છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બારાબંકી (Barabanki) જિલ્લામાં પોલીસે 8 ડિસેમ્બર 2024ના રોજ ગૌતસ્કરી (Cow Smuggling) કરતા રેકેટને ઉજાગર કર્યું હતું. આ રેકેટના માસ્ટરમાઈન્ડનું નામ ઉમર હતું, જે હિંદુના વેશમાં ગૌહત્યાનું આખું રેકેટ ચલાવતો હતો. તે ગળામાં ભગવો ખેસ રાખતો, કપાળ પર તિલક લગાવતો અને હાથમાં ત્રિશૂળ રાખતો. તેને જોઈને લોકો તેને હિંદુ સંત માનતા હતા. આ દરમિયાન જ ગૌતસ્કરી અને ગૌહત્યામાં સામેલ એવા ઘણા રેકેટનો પર્દાફાશ થયો હતો, જેમાં આરોપીઓમાં હિંદુઓના નામ(Hindu People) આવ્યા હતા.

    ગાયને માતા માનતા હિંદુઓની ગૌહત્યાના કેસોમાં થઈ રહેલ ધરપકડ સામાન્ય લોકો માટે ચોંકાવનારી ઘટના બની રહી હતી. ત્યારબાદ ઑપઇન્ડિયાએ આ ઘટનાઓની વિગતવાર અને ઝીણવટપૂર્વક તપાસ કરી અને આ ઘટનાઓના વિવિધ પાસાઓ અંગે શોધખોળ પણ કરી. આ તપાસમાં એવા ઘણા કારણોના ઘટસ્ફોટ થયા, જે અનેક પ્રશ્નોના જવાબ આપે છે.

    શું કહે છે સરકારી આંકડા

    ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાને લેવામાં આવે તો ગૌવધ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસોમાં હિંદુઓની સંડોવણીની ટકાવારી લગભગ 15 જેટલી છે. વર્ષ 2024માં જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં સમગ્ર જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગૌવધ અધિનિયમના કુલ 27 કેસ નોંધાયા છે. જેમાં 4 કેસમાં હિંદુ સમુદાયના આરોપીઓના નામ સામે આવ્યા છે.

    - Advertisement -

    આ કેસ બુઢાના, નઈ મંડી અને ચરથાવલ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. ઑપઇન્ડિયાએ એકત્ર કરેલી માહિતીમાં એ પણ બહાર આવ્યું છે કે, આ કેસોમાં હિંદુ આરોપીઓ કતલ કરેલા માંસની હેરાફેરી કરવા, જીવતી ગાયોને વાહનોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા અને ગાયોની ખરીદી અને વેચાણ જેવી બાબતોમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

    એક શંકાસ્પદની ભૂલથી અનેક હિંદુઓ ફસાયા

    ગૌહત્યામાં હિંદુઓની સંડોવણીનો સૌથી વધુ ચર્ચિત કેસ તાજેતરમાં નોઈડાથી બહાર આવ્યો છે. 9 નવેમ્બર, 2024ના રોજ નોઈડા પોલીસે ગ્રેટર નોઈડામાં ગૌરક્ષકોની મદદથી ગૌમાંસનો મોટો કન્સાઈનમેન્ટ ઝડપ્યો હતો. જે પછી એક નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેમાં પશ્ચિમ બંગાળમાં ગાયોની કતલ કરવામાં આવતી હતી અને ગૌમાંસ કન્ટેનરમાં પેક કરીને નોઈડા લાવવામાં આવતું હતું. તથા નોઈડામાં આ ગૌમાંસ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવતું હતું.

    ત્યારબાદ આ ગૌમાંસ દિલ્હી-NCR અને ઉત્તરાખંડ સહિત ઘણી જગ્યાએ સપ્લાય કરવામાં આવતું હતું. પોલીસે કહ્યું છે કે, 185 ટન ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ આટલું માંસ ઓછામાં ઓછી 8-10 હજાર ગાયોની કતલ કર્યા પછી ભેગું કરવામાં આવ્યું હશે. જે ટ્રકમાં આ માંસ નોઈડા લાવવામાં આવ્યું હતું, તે શિવ શંકર ચલાવી રહ્યો હતો, જ્યારે તેની સાથે અન્ય એક વ્યક્તિ સચિન હતો. બંનેની ધરપકડ કરવામાં આવી છે.

    જે કોલ્ડ સ્ટોરેજમાં આ ગૌમાંસ રાખવામાં આવ્યું હતું, તેના માલિકનું નામ પૂરન જોશી અને મેનેજર અક્ષય સક્સેના છે. જે કંપની દ્વારા આ ગૌમાંસ સપ્લાય કરવામાં આવતું હતું, તેના ડાયરેક્ટર મોહમ્મદ ખુર્શીદુન નબીની પણ આ બંનેની સાથે જ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને આ મામલામાં શોએબ હક્કાની સાથે અવિનાશ કુમાર અને રાકેશ સિંઘની મિલીભગત હોવાની પણ જાણ થઈ હતી.

    આ ત્રણેય ટોરો પ્રાઈમરી પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં કામ કરતા હતા. આ કંપની પર કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા ગૌમાંસની ખરીદી અને વેચાણ કરવાનો આરોપ છે. આ ઘટનાનો પર્દાફાશ કરવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર ગૌરક્ષક વેદ નાગરે ઑપઇન્ડિયા સાથે વાત કરી હતી. વેદે અમને જણાવ્યું કે, પૈસાના લોભમાં પૂરન જોશી નામના મુખ્ય આરોપીએ અન્ય તમામ હિંદુઓને તેના ગુનામાં બલિનો બકરો બનાવી દીધા હતા.

    તેમણે જણાવ્યું કે, ટ્રક ડ્રાઈવર શિવ શંકર અને સહાયક સચિનને ​​ખબર ન હતી કે તેઓ જે ટ્રક લાવી રહ્યા હતા તેમાં શું લોડ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં ગૌમાંસના લોડિંગ દરમિયાન પણ આ બંનેને કોઈને કોઈ બહાને ક્યાંક મોકલવામાં આવતા હતા અને લોડિંગ થઈ ગયા બાદ તેમને બોલાવવામાં આવતા હતા. આ પછી, તેમને એક નકશો આપવામાં આવતો હતો અને તેના અનુસાર જવાનું કહેવામાં આવતું હતું.

    વેદ નાગરે એવો પણ દાવો કર્યો હતો કે, કોલ્ડ સ્ટોરેજના માલિક પૂરન જોશીના આંતરરાષ્ટ્રીય ગૌતસ્કરો સાથે સંબંધો પણ છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, પૂરન જોશીએ ઇસ્લામ કબૂલી લીધો છે. નાગરે કહ્યું કે, પોતાને હિંદુ ગણાવનાર વ્યક્તિ ગૌમાંસની દાણચોરી કરી જ ન શકે. નાગરે આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય હિંદુઓ અંગે કહ્યું હતું કે, તેઓ આ મામલે કઈ જ જાણતા નહોતા તે માત્ર પૂરન જોશીના સહયોગી છે.

    નૈતિકતા અને સંસ્કારોનો આભાવ બની રહ્યો છે આ ગુનાઓનું કારણ

    યુપીના બારાબંકી જિલ્લાના સતરિખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે (9 નવેમ્બર 2024) પોલીસ અને ગૌતસ્કરોની વચ્ચેની અથડામણ બાદ પોલીસે 7 ગૌતસ્કરોની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી છરી, પિસ્તોલ, વાહનો વગેરે મળી આવ્યા હતા. આ 7 ગૌતસ્કરો સરવર, ગુફરાન, મોહમ્મદ ઉમર, નબીજાન અને મોહમ્મદ અઝીઝ ઉપરાંત અંકુલ ગુપ્તા નામનો એક યુવક પણ હતો. નોંધનીય છે કે, આ આરોપીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો.

    ઑપઇન્ડિયાએ આ મામલે નિરંજની અખાડાના મહામંડલેશ્વર સ્વામી વેદમૂર્તિનંદ સરસ્વતી સાથે વાત કરી હતી. સ્વામી વેદમૂર્તિનંદે કહ્યું કે, હાલમાં હિંદુ ઘરોમાં માતા-પિતા પોતાના બાળકોને આધુનિક બનાવવાના મોહમાં સંસ્કારોથી દૂર લઈ જઈ રહ્યા છે. સમય જતાં એ જ બાળકો ગૌહત્યા જેવા પાપોમાં સામેલ થઈ રહ્યા છે, જેના માતા-પિતાએ તેમને ક્યારેય ધર્મ, ગાય, ગંગા અને ગીતા જેવા વિષયોનું શિક્ષણ નથી આપ્યું.

    સ્વામી વેદમૂર્તિનંદે અમને વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ગૌહત્યા અને ગૌતસ્કરીમાં સામેલ હિંદુઓની વધતી સંખ્યા અંગે ચિંતિત છે અને તેઓ આગામી મહાકુંભમાં તમામ સંતો સાથે આ મુદ્દા પર ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ પણ કરશે. તેમણે કહ્યું કે, આ મંથન પછી સાધુ-સંતો આ મામલે કોઈક પ્રકારનું સમાધાન શોધશે.

    લક્ઝુરિયસ જીવનના મોહમાં થઈ રહ્યા છે પાપ

    ઑક્ટોબર 2024માં, ઉત્તર પ્રદેશ પોલીસે બરેલી જિલ્લામાં ગૌતસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રેકેટમાં પ્રતાપ મૌર્ય અને તેનો ભાઈ બબલુ સામેલ હોવાનું સામે આવ્યું હતું. આ બંને દેવરનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના શરીફનગર ગામમાં એક ગૌશાળાના કેરટેકર હતા. એવો આરોપ છે કે, આ ગૌશાળામાંથી ગાયોને ગૌહત્યા માટે મોકલવામાં આવી હતી. આ ગાયોના ખરીદદારોમાં મોટાભાગે મુસ્લિમો સામેલ હતા.

    પોલીસે બંનેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આરોપીઓમાં કેટલાક મુસ્લિમો પણ હતા, જેઓ ગાયોની હત્યા કરતા હતા. ઑપઇન્ડિયાએ બરેલીના વિશ્વ હિંદુ પરિષદના અધિકારી હિમાંશુ પટેલ સાથે વાત કરી, જેમણે આ લોકોની ધરપકડમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હિમાંશુએ જણાવ્યું કે, લાંબા સમયથી તેમની નજર આ નેટવર્ક પર હતી. પ્રતાપ અને બબલુ ગૌશાળામાંથી એક ગાય ₹2-3 હજારમાં વેચતા હતા.

    આ ગાયોમાં મોટાભાગના ગૌવંશ બીમાર અને વૃદ્ધ હતા. આ ગાયોને મુસ્લિમ સમુદાયના કસાઈઓ જંગલમાં લઈ જતા અને તેમની કત્લેઆમ કરતા. જ્યારે અમે હિમાંશુ પટેલને પ્રતાપ મૌર્ય અને તેના ભાઈ બબલુની ગૌતસ્કરીમાં સામેલગીરીનું કારણ પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે, પ્રતાપ અને બબલુ લક્ઝરી લાઈફના શોખીન હતા. કેટલાક પૈસાના લોભમાં તેઓ ગૌહત્યા જેવા ગુનામાં સામેલ થયા.

    હિમાંશુએ વધુમાં જણાવ્યું કે, બંને આરોપી ભાઈઓ આર્થિક રીતે નબળા હતા. તેઓ ગૌશાળામાં કામ કરતા હતા અને બંનેને મહિને ₹6 થી ₹7 હજાર રૂપિયાનો પગાર મળતો હતો. જોકે, મોંઘા શોખે આ બંને ભાઈઓને હિંદુવિરોધી ગુનાઓ તરફ ધકેલી દીધા હતા. હિમાંશુ પટેલના જણાવ્યા મુજબ, તેઓ અને તેમની સંસ્થા ગૌહત્યામાં સામેલ દરેક વર્ગ, સંપ્રદાય અને મઝહબના વ્યક્તિ માટે સમાન સજાની માંગ કરે છે.

    ગૌતસ્કરીમાં હિંદુઓનો ડિફેન્સ લાઈન તરીકે ઉપયોગ

    ઑપઇન્ડિયાએ હૈદરાબાદના ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંઘ સાથે વાત કરી હતી. ટી રાજા સિંઘે અમને જણાવ્યું કે, ગૌહત્યાના મૂળમાં મુસ્લિમ સમુદાયના કટ્ટરપંથીઓ છે, પરંતુ તેઓ અત્યંત ગરીબ હિંદુઓને લલચાવે છે અને તેમનો ડિફેન્સ લાઈન તરીકે ઉપયોગ કરે છે. રાજા સિંઘનું કહેવું છે કે, માત્ર એ હિંદુઓ જ ગૌતસ્કરીમાં સામેલ છે જે ગાયનું મહત્વ નથી જાણતા અને પોતે ખૂબ ગરીબ છે.

    રાજા સિંઘે જણાવ્યું હતું કે, દાણચોરીમાં વપરાતા ટ્રક ડ્રાઈવરો અને ક્લીનર્સની સાથે મજૂરો પણ હિંદુ છે. તેમણે એમ કહ્યું હતું કે, જો મુસ્લિમ તસ્કરો પકડાય અને તેમની સાથે હિંદુઓ પણ સામેલ હોય તો મુસ્લિમોને મારથી બચાવવા હિંદુઓનો ડિફેન્સ લાઈન તરીકે ઉપયોગ કરી શકાય. તેલંગાણાનો ઉલ્લેખ કરતા રાજા સિંઘે કહ્યું કે, હિંદુઓને ખોટા સાબિત કરવા માટે ઘણી વખત મુસ્લિમો બકરીદના દિવસે ગરીબ હિંદુઓ પાસે ગાયની બલિ પણ ચઢાવી દેતા હતા.

    ગૌવંશ વિરુદ્ધ રાજકીય નિવેદનો ફેલાવી રહ્યા છે નફરત

    ભાજપના ધારાસભ્ય રાજા સિંઘે ગૌહત્યામાં કેટલાક હિંદુઓની સંડોવણી માટે વિપક્ષી પાર્ટીના નેતાઓના નિવેદનો જવાબદાર ગણાવ્યા છે. અખિલેશ યાદવનું ઉદાહરણ આપતા રાજા સિંઘે કહ્યું કે, દરરોજ રસ્તાઓથી લઈને સંસદ સુધી તેઓ નિરાધાર ગાયોને દેશની સૌથી મોટી સમસ્યા ગણાવી રહ્યા છે. જેઓ તેમની વાતમાં થોડો પણ વિશ્વાસ કરે છે, તે હિંદુઓમાં ગાય પ્રત્યે ધિક્કારની લાગણી ઉભી થાય છે.

    અખિલેશ યાદવને ડબ્બાનું દૂધ પીનાર ગણાવતા રાજા સિંઘે લોકોને તેમની વાતો પર ધ્યાન ન આપવાની અપીલ પણ કરી છે. તેમણે અમને કહ્યું કે, કોઈ પણ હિંદુ ગૌહત્યાને યોગ્ય ઠેરવતો નથી. તે ગાયને પોતાની માતા માને છે અને તેની હત્યા કરનારને પોતાના ધર્મનો દુશ્મન માને છે. રાજા સિંઘના કહેવા પ્રમાણે, જે લોકો કેટલાક હિંદુઓને પ્યાદા બનાવીને સમગ્ર સમુદાય સામે આંગળી ચિંધાય એવું ષડ્યંત્ર રચનારાઓ ક્યારેય તેમની યોજનામાં સફળ થશે નહીં.

    ગૌતસ્કરીમાં સામેલ હિંદુઓ અંગે પોલીસકર્મીઓનો અભિપ્રાય

    ઑપઇન્ડિયાએ ગૌતસ્કરીમાં હિંદુઓની સંડોવણી પાછળના કારણોની તપાસ કરવા માટે કેટલાક નિવૃત્ત અને વર્તમાન પોલીસકર્મીઓ સાથે વાત કરી હતી. નામ ન આપવાની શરતે, પોલીસકર્મીઓએ સ્પષ્ટપણે કહ્યું કે, હિંદુઓનું ગૌહત્યામાં સામેલ થવાનું મુખ્ય કારણ તેમનો લોભ છે. જોકે, તે બધાએ એમ પણ કહ્યું કે, હિંદુઓની મોટાભાગની મિલીભગત ગાયોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા સુધી જ મર્યાદિત છે.

    આ કારણોસર મોટાભાગના ડ્રાઈવરો, સહાયકો અને તેમના અન્ય કેટલાક સહયોગીઓ કાવતરામાં સામેલ છે એમ સમજીને પોલીસ પકડે છે. એક પોલીસ ઈન્સ્પેક્ટરે ઑપઇન્ડિયાને એમ પણ જણાવ્યું હતું કે, હિંદુઓના સામાજિક માળખામાં ગૌહત્યાનો ક્યારેય સ્વીકાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં, લિસ્ટેડ ગૌતસ્કરો કાવતરાના ભાગરૂપે હિંદુ સમુદાયના કોઈને કોઈ વ્યક્તિને તેમની સાથે સામેલ કરવાનો પૂર્ણ પ્રયાસ કરે છે.

    પોલીસ ઈન્સ્પેક્ટરે વધુમાં કહ્યું કે, જો કોઈ ગૌતસ્કર સાથે હિંદુ હશે તો કોઈ તેમના પર શંકા નહીં કરે. તેમ છતાં પણ જો શંકાના આધારે પકડાય તો પણ કેસ નોંધવો મુશ્કેલ બનશે. એક પોલીસકર્મી એમ પણ કહે છે કે, ઘણી વખત ગૌતસ્કરો તેમના ક્ષેત્રમાં સક્રિય ગૌરક્ષકોને કાયદાકીય જાળમાં ફસાવવા તેમનું નામ આપી દેતા હોય છે. આ પ્રકારેના આરોપો તપાસ પછી ખોટા પણ સાબિત થાય છે.

    ગૌતસ્કરી માટે સગીર હિંદુઓનું બ્રેનવૉશ

    અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગૌહત્યા કરનારા સગીર હિંદુ બાળકોનું બ્રેનવૉશ કરી રહ્યા છે અને માત્ર ₹200-500 તેમની પાસે ગૌહત્યા જેવા અપરાધ કરાવવામાં આવી રહ્યા છે. રાયબરેલીના જગતપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022ના એક કેસમાં ધરપકડ બાદ આ મામલો સામે આવ્યો હતો. અમને જણાવવામાં આવ્યું હતું કે, 13-14 વર્ષની સગીરોના માતા-પિતાને પણ ખબર ન હતી કે તેમના બાળકો ગૌતસ્કરીમાં સામેલ હતા.

    લગભગ અડધો ડઝન સગીરોને દિવસભર જુદા-જુદા વિસ્તારોમાં ફરવા માટે રોજના ₹200-300 ચૂકવવામાં આવતા હતા. તેમને કહેવામાં આવતું કે, જો તેઓ કોઈ લાચાર ગાય દેખાય તો તરત જ તેને ઝાડ સાથે બાંધી દે અને ફોન પર જાણ કરે. જ્યારે ગાયોને બાંધી દેવામાં આવતી ત્યારે ગૌહત્યા કરનારા તેમને તેમના વાહનોમાં ભરીને ક્યાંક દૂર કતલ માટે લઈ જતા હતા.

    આ રીતે ચાલે છે ગૌહત્યારાઓનું અર્થતંત્ર

    એક નિવૃત્ત પોલીસ અધિકારીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, ગૌતસ્કરો તંદુરસ્ત નંદી (નર ગૌવંશ)નું કતલ કરીને આશરે ₹10,000-15,000 કમાય છે. તેમનું માંસ, હાડકાં અને ચામડી અલગ-અલગ જગ્યાએ વેચાય છે. માંસ ખાવામાં આવે છે, જ્યારે ચામડીનો ઉપયોગ શૂઝ, જેકેટ વગેરે બનાવવા માટે થાય છે. ભૂતપૂર્વ અધિકારીનો દાવો છે કે, ગૌતસ્કરી કરનારાઓનું નેટવર્ક માંસથી લઈને ચામડી સુધીના કાયદે-ગેરકાયદે કારોબાર સાથે જોડાયેલું છે.

    નામ ન આપવાની શરતે, ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું કે, આ જ કારણ છે કે, જે ગૌતસ્કરો વિરુદ્ધ કડક કાર્યવાહી થયા ઉપરાંત તેઓ જેલમાંથી છૂટી જાય છે, કારણ કે ઉચ્ચ સ્તર સુધી તેમની ઓળખાણ હોય છે. અમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, બદલાતા સમય અને સરકારની વધતી જતી કડકતાને કારણે હવે ગૌતસ્કરો પોતાના બચાવમાં કેટલાક હિંદુઓને લાલચ આપીને સામેલ કરવા લાગ્યા છે.

    પોલીસમાં પણ બંને માનસિકતાના અધિકારીઓ/કર્મચારીઓ

    હિંદુ અને ગૌરક્ષક સંગઠનો સાથે વાતચીત દરમિયાન અમને જાણવા મળ્યું કે, પોલીસ વિભાગમાં પણ બંને માનસિકતાના અધિકારીઓ અને કર્મચારીઓ છે. કેટલાક પોલીસકર્મીઓ લાલચમાં આવીને ગૌતસ્કરો સાથે મળી જાય છે અને તેમના વિસ્તારમાં તેમને પ્રોત્સાહન આપે છે. જોકે, વહીવટીતંત્રમાં ઘણા એવા કર્મચારીઓ છે, જેઓ તમામ પ્રકારના દબાણ અને લાલચને દૂર રાખીને ગૌહત્યા જેવી બાબતોમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે.

    બરેલીના VHP નેતા હિમાંશુ પટેલે કહ્યું કે, કેટલાક પોલીસકર્મીઓ છે, જેઓ પોતાની ભૂલો છુપાવવા માટે એવા હિંદુઓ વિરુદ્ધ કેસ નોંધવવાની તકો શોધી રહ્યા છે, જેઓ તેમના વિસ્તારમાં ગૌતસ્કરીનો મુદ્દો ઉઠાવવાનું શરૂ કરે છે. હિમાંશુ પટેલે આશા વ્યક્ત કરી છે કે, ઉત્તર પ્રદેશ સરકાર ટૂંક સમયમાં આવા વહીવટી અધિકારીઓની ઓળખ કરશે અને તેમને સજા કરશે.

    દરેક કેસ નોંધાશે તો જ કાબૂમાં આવશે ગૌતસ્કર

    ઑપઇન્ડિયાની જમીની તપાસમાં જાણવા મળ્યું છે કે, જ્યાં પણ ગૌહત્યા થાય છે, ત્યાંના સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આવા મામલાને દબાવવા માટે તમામ પ્રયાસો કરે છે. આવું કરવા પાછળનું મુખ્ય કારણ તેમની ઉપર થનારી વિભાગીય કાર્યવાહીથી બચવાનું હોય છે. ગૌહત્યાને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ મુદ્દો માનવામાં આવે છે. ઉપરાંત, ખાસ કરીને ઉત્તર પ્રદેશના વર્તમાન શાસન હેઠળ આવું ન થાય તે માટે કડક સૂચનાઓ છે.

    ઉત્તર પ્રદેશના જે વિસ્તારમાં ગૌહત્યાની ઘટનાઓ બને છે, ત્યાં પોલીસ ઓફિસરોને પોતાની ખુરશી પર જોખમ લાગવા લાગે છે. કેટલાક પોલીસકર્મીઓ તથા હિંદુ સંગઠનો સાથે જોડાયેલા સભ્યોએ નામ ન આપવાની શરતે અને કેમેરામાં ન આવવાની શરતે અમને જણાવ્યું કે, ઘણીવાર વહીવટીતંત્ર આવા કારણોસર પણ ગૌહત્યાની ઘટનાને દબાવવાનો પ્રયાસ કરે છે.

    તેમનું કહેવું છે કે, જો તેમને દરેક કેસ નોંધવા અને ગૌતસ્કરોની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવે તો માત્ર થોડા જ દિવસોમાં તમામ ગૌતસ્કરો અને ગૌહત્યા કરનારાઓ જેલના સળિયા પાછળ હશે. તેમણે આને એક સંભવિત પગલું ગણાવ્યું છે, જે લાંબા ગાળે સકારાત્મક પરિવર્તન લાવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં