દિલ્હી (Delhi) વિધાનસભા ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) વચન આપ્યું હતું કે, સૌથી પહેલાં યમુના નદીની સફાઈનું (Cleaning of Yamuna River) કામ કરવામાં આવશે. આ બાબતને ધ્યાને રાખીને LG વીકે સક્સેનાના તેના પર કામ શરૂ પણ કરી દીધું છે. LGએ જણાવ્યું છે કે, વડાપ્રધાન મોદીએ જે વચન આપ્યું હતું, તેના પર કામ શરૂ પણ થઈ ચૂક્યું છે અને તે વચનને પૂર્ણ કરવામાં આવશે. હાલ યમુના નદીના પાણીમાં મોટા-મોટા મશીનોને ઉતારી દેવામાં આવ્યા છે અને કાર્યવાહી ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે. તાજેતરમાં જ LGએ મુખ્ય સચિવ સાથે વાત કરીને આ દિશામાં કાપ ઝડપી પાર પાડવાને લઈને ચર્ચા કરી હતી.
As promised by the Hon'ble Prime Minister @narendramodi in the run up to the just concluded Assembly Elections, works on cleaning of Yamuna have already begun in the right earnest, with trash skimmers, weed harvesters & a dredge utility craft already starting cleaning operations… pic.twitter.com/KtDy7riIPn
— Raj Niwas Delhi 🇮🇳 (@RajNiwasDelhi) February 16, 2025
વર્ષોના રાજકારણ બાદ હવે જોવા મળી રહ્યું છે કે, યમુનાની સફાઈ ઝડપથી કરવામાં આવી રહી છે. કચરો કાઢવા માટેનું કામ તેજીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં ટ્રેશ સ્કિમર્સ, વીડ હાર્વેસ્ટર્સ અને ડ્રેજ યુટિલિટી ક્રાફ્ટ જેવા મશીનો સફાઈ કામમાં જોતરાઈ ગયા છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ મુખ્ય સચિવ સાથે બેઠક કરીને ઝડપથી કામ શરૂ કરી દેવા માટેના નિર્દેશો આપ્યા હતા.
યમુનાની સફાઈ માટે તૈયાર કરવામાં આવી ચાર રણનીતિઓ
- 1. પહેલી રણનીતિમાં યમુના નદીમાંથી કચરો, કાટમાળ અને કાપ હટાવવામાં આવશે.
- 2. બીજી રણનીતિ અનુસાર, નફઝગઢ નાળા, સપ્લીમેન્ટ્રી નાળા અને અન્ય તમામ નાળાની સફાઈ કરવામાં આવશે.
- 3. ત્રીજી રણનીતિ મુજબ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની (STP) ક્ષમતા અને ઉત્પાદન પર દરરોજ દેખરેખ રાખવામાં આવશે.
- 4. ચોથી રણનીતિ અનુસાર, નવી STP અને DSTPના નિર્માણ માટે એક સમયબદ્ધ યોજના તૈયાર કરવામાં આવી છે, જેથી લગભગ 400 MGD ખરાબ પાણીની વાસ્તવિક ઉણપને પૂર્ણ કરવામાં આવશે.
તમામ એજન્સીઓને લગાવી દેવાશે કામે
આ મહત્વકાંક્ષી યોજનાને પૂર્ણ કરવા માટે વિવિધ એજન્સીઓ અને વિભાગો વચ્ચે સંકલન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી કાર્યમાં કોઈ અડચણ ન આવે. DJB, આઈ એન્ડ એફસી, MCD, પર્યાવરણ વિભાગ, PWD અને DDA જેવી એજન્સીઓ પણ આ કામ પૂર્ણ કરવામાં મદદ કરશે. આ કાર્યોનું સાપ્તાહિક ધોરણે ઉચ્ચ સ્તરે નિરીક્ષણ પણ કરવામાં આવશે. આ સાથે જ દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિને (DPCC) શહેરના ઔદ્યોગિક એકમો શુદ્ધિકરણ વગરનું ગંદુ પાણી ગટરોમાં ન છોડે તેની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે.
યમુના પુનરુત્થાન કાર્ય જાન્યુઆરી 2023માં મિશન મોડમાં શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (NGT) LG સક્સેનાના નેતૃત્વમાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી હતી. જોકે, પાંચ બેઠકો પછી તત્કાલીન આમ આદમી પાર્ટી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને NGTના આદેશ પર રોક લગાવી દીધી હતી. જએ બાદ યમુના પુનરુત્થાનનું કાર્ય ઠપ થઈ ગયું હતું.