તાજેતરમાં જ દિલ્હીની AAP સરકારે પૂજારીઓને લઈને એક ઘોષણા કરી હતી. ત્યારપછી થી જ AAPના નેતાઓના હિંદુ વિરોધી (Anti Hindu) તથા મંદિરો વિરુદ્ધ નિવેદન આપતા જૂના વિડીયો વાયરલ થઇ રહ્યા હતા. આ ઉપરાંત દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ (V.K Saxena) પણ એવું નિવેદન આપ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી ગંદી રાજનીતિ કરી રહ્યા છે. આ અંગે જવાબ આપતા AAP મુખ્યમંત્રી આતિશીએ (Atishi) કેન્દ્ર સરકાર પર મંદિરોને તોડવાનો આદેશ આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે ભાજપ (BJP) પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ (Shehzad Poonawalla) આ અંગે નિવેદન આપીને AAP સરકારને ભીંસમાં લીધી છે.
ભાજપ પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ ગુરુવાર 2 જાન્યુઆરીએ ANI સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “AAP હેઠળના PWDએ એપ્રિલ 2024માં રામનવમી દરમિયાન બે મંદિરોને તોડી પાડવાનો ‘ફતવો’ બહાર પાડ્યો હતો. તે પહેલાં, 2023માં, દિલ્હી હાઇકોર્ટે 50 વર્ષ જૂના મંદિરને તોડી પાડવાના તમારા ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. તમારા નેતા ગોપાલ ઈટાલીયા (gopal italia) મંદિરને શોષણનું ઘર કહે છે”
#WATCH | Delhi | BJP leader Shehzad Poonawalla says, "The PWD under AAP issued a 'fatwa' to demolish two temples during Ram Navami in April 2024… Gopal Italia called temples – a house of exploitation… Pinarayi Vijayan criticises Sanatan, and so does DMK; SP leaders made fun… pic.twitter.com/XAcEAU5kvP
— ANI (@ANI) January 2, 2025
તેમણે આગળ કહ્યું કે, “અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે રામમંદિરના કારણે હું દુઃખી છું કારણ કે આ મંદિર બાબરી મસ્જિદ તોડીને બનાવવામાં આવ્યું છે. મનીષ સિસોદિયાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે, રામમંદિરની શું આવશ્યકતા છે તેની જગ્યાએ કોઈ શાળા કે યુનિવર્સીટી બનાવી દેવી જોઈએ. જેમણે આજીવન હિંદુઓનું, મંદિરોનું અપમાન કર્યું છે, તેમના સાથી લેફ્ટ પાર્ટીના પિનરાઈ વિજયન, DMK સનાતન માટે અપશબ્દોનો પ્રયોગ કરે છે.”
તેમણે સમાજવાદી પાર્ટીને પણ ભીંસમાં લીધી હતી. તેમણે કહ્યું હતું કે, “સપાના નેતા શિવલિંગની મજાક ઉડાવે છે, TMCએ ઉજ્જૈન મહાકાલની પ્રાર્થનાની મજાક ઉડાવે છે. તમે આ બધાની સાથે ગઠબંધનમાં છો. જો તમારામાં હિંમત છે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી બતાવો. તમને આજે જે સ્કીમ યાદ આવી રહી છે કે પૂજારીઓ અને ગ્રંથીઓને તમે પૈસા આપવા માંગો છો તમે સરકારમાં છો આપી દો, તમે તો સરકારમાં છો ઘોષણા કર્યા વગર આપી દો. પંજાબમાં પણ તમે સરકારમાં છો ₹1000 પ્રતિ મહિલા એવા કેટલી મહિલાઓને આપ્યા. ઇમામોને તો આપી રહ્યા છો તો 10 વર્ષના ગણીને પૂજારીઓને પણ આપી દો.”
‘સનાતનનું અપમાન કરવું જ INDI ગઠબંધનની ઓળખ’
આગળ તેમણે કહ્યું હતું કે, “સનાતનનું અપમાન કરવું એ જ લેફ્ટ, સપા INDI ગઠબંધન, TMCની ઓળખ છે. પહેલાં પિનારાઈ વિજયન સનાતનનું અપમાન કરતુ નિવેદન પિનારાઈ વિજયન આપે છે અને તેના બદલે માફી માંગવાની જગ્યાએ તેમના નિવેદનને સાચું ઠેરવે છે. આ કોઈ સંયોગ નથી આ સમજી વિચારીને કરવામાં આવેલ વોટબેંકનો ઉદ્યોગ અને પ્રયોગ છે.”
નોંધનીય છે કે તાજેતરમાં જ દિલ્હી સરકારે પૂજારીઓને પૈસા આપવાની યોજનાની ઘોષણા કરી હતી. ત્યારપછી રાજનીતિ ગરમાઈ ગઈ હતી. આ મામલે દિલ્હીના CM આતિશીએ 31 ડિસેમ્બરે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે સક્સેના પર આરોપ લગાવ્યો હતો કે તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં મંદિરો અને અન્ય ધાર્મિક સંરચનાઓને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. AAP નેતાએ દાવો કર્યો કે તેમની પાસે તેમના આરોપોને સમર્થન આપવા માટે ‘દસ્તાવેજી પુરાવા’ છે. આ સિવાય તેમણે કેન્દ્ર સરકાર પર પણ મંદિરો તોડી નાખવાનો આદેશ આપવાનો આરોપ લગાવ્યો હતો.